પરદે કે પીછે / સત્યમ, શિવમ, સુંદરમ અને છપાક

Satyam, Shivam, Sundaram and Chhapak

જયપ્રકાશ ચોક્સે

Jan 09, 2020, 08:20 AM IST
દીપિકા પાદુકોણ બે કારણોથી ચર્ચામાં છે. તેણે દિલ્હીમાં હડતાલ પર ઉતરેલા છાત્રો સાથે મુલાકાત કરી. સ્વરા ભાસ્કર અને તાપસી પન્નૂ પણ છાત્રોને જઈને મળી. બીજું કારણ એ છે કે એક પાગલ-નિરાશ વ્યક્તિને પ્રેમમાં નિષ્ફળ થવા પર પ્રેમિકાના ચહેરા પર એસિડ નાખી દેતો હતો. ગુલઝાર અને રાખીની દીકરી મેઘનાએ એસિડથી બચીને જીવન જીવતી યુવતીઓ પર 'છપાક' નામની ફિલ્મ બનાવી છે. યાદ આવે છે કે રાજ કપૂરની ફિલ્મ 'સત્યમ શિવમ સુંદરમ'માં પણ અડધો ચહેરો બળી ગયેલી કન્યાની વ્યથા-કથા પ્રસ્તુત કરવામાં આવી હતી. રાજ કપૂરે સૂરત અને સીરત પર ફિલ્મ બનાવી હતી અને તેમની હીરોઇનના ચહેરા પર ઉકળતું તેલ પડી ગયું હતું. સુરેશ મોદી પહેલા મેકઅપ મેન હતા જેમણે અમેરિકા જઈને મેકઅપનો અભ્યાસ કર્યો હતો. જીનત અમાનનો મેકઅપ સુરેશ મોદીએ જ કર્યો હતો. અડધા બળેલા ચહેરાવાળી સ્ત્રી મધુર ગીત ગાતી હતી.
એક સમયમાં રાજ કપૂર લતા મંગેશકર સાથે આ ફિલ્મ બનાવવા ઈચ્છતા હતા પરંતુ લતા મંગેશકરે એક્ટિંગથી ઇન્કાર કરી દીધો હતો. તે ફિલ્મ એક સુંદર એક્ટર અને તથાકથિત માપદંડો પર કદરૂપી માનવામાં આવતી સ્ત્રીની પ્રેમકથા હતી. જોકે, જ્યારે રાજ કપૂરે પોતાની અજબ-ગજબ પ્રેમકથા 'સત્યમ શિવમ સુંદરમ'નું નિર્માણ શરૂ કર્યુ ત્યારે હિંસાની ફિલ્મોનો સમય ચાલી રહ્યો હતો. તેથી હિંસાની લહેરના સમયમાં શારીરિક સુંદરતા બતાવનારી ફિલ્મ એક રીતે હિંસાનો વિરોધ કરે છે. હિંસા વર્સેસ સુંદરતાના દ્વંદથી ઘેરાયેલા ફિલ્મકારનો કેમેરો નારી શરીરની સુંદરતાને જોતું રહે છે. સમયની મજાક જુઓ કે આ ફિલ્મમાં લતા મંગેશકરે મધુરતમ ગીત ગાયું. તે સમયે ખાડી દેશમાં લતા મંગેશકરનો એક કાર્યક્રમ યોજાયો અને આયોજકોએ લતા પાસે વિનંતી કરી કે તેઓ પોતાનો કાર્યક્રમ 'સત્યમ શિવમ સુંદરમ' ફિલ્મના ટાઇટલ ગીત સાથે શરૂ ન કરે કારણ કે ઇસ્લામ માનનારા શ્રોતા તેને પસંદ નહીં કરે.
હિન્દુ ભજન જેવું ગીત કદાચ તેમને પસંદ નહીં આવે. લતા મંગેશકરે પોતાના કાર્યક્રમમાં કોઈ પ્રકારના પરિવર્તનથી ઇન્કાર કરી દીધો. આયોજકોને આશ્ચર્ય થયું જ્યારે શ્રોતાઓએ આ ગીતને ફરીથી સાંભળવાની ફરમાઇશ કરી. માધુર્ય ધર્મનિરપેક્ષ હોય છે. લક્ષ્મીકાંત-પ્યારેલાલે અદભુત માધુર્ય રચ્યું હતું. છપાકમાં સામાજિક સોદ્દેશ્યતા છે. ઉલ્લેખનીય છે કે નૂતનના પતિ બહલે 'સૂરત ઔર સીરત' નામની ફિલ્મ બનાવી હતી. સચિન દેવ બર્મને પારંપરિક માનદંડ પર એક કદરૂપી વ્યક્તિની કથા પ્રસ્તુત કરનારી ફિલ્મ 'મેરી સૂરત તેરી આંખે' માટે શૈલેન્દ્ર લેખિત ગીત બનાવ્યું હતું - 'પૂછો ન કૈસે મૈનેં રૈન બિતાઈ, ઇક પલ જૈસે એક જુગ બીતા, જુગ બીતે મોહે નીંદ ન આઇ...' મન્ના ડેનું ગાયેલું આ ગીત આજે પણ શ્રોતાઓની આંખમાં આસુ લાવી દે છે. ઉલ્લેખનીય છે કે સ્વયં સચિન દેવ બર્મને સ્વીકાર કર્યો હતો કે તેમની આ ધુન બંગાળના કાજી નઝરૂલ ઇસ્લામની એક રચનાથી પ્રેરિત છે. સમાન સાંસ્કૃતિક બેકગ્રાઉન્ડના કારણે આ શક્ય છે કે ભવિષ્યમાં બંગાળના બંને ધડ મળી જાય.
તમામ વિભાજન કોઈ દિવસે નષ્ટ થઈ જશે જેમ બર્લિનને બે ભાગમાં ડિવાઇડ કરનારી દીવાલ પડી ગઈ છે. દીવાલના પડી જવાના કાળખંડમાં ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકા-મેક્સિકો વચ્ચે દીવાલ બનાવવા માટે તૈયાર છે. દુ:ખદ એ છે કે સંકીર્ણતા તથા દીવાલને બનાવનારી જનતા પણ લોકપ્રિય છે. આ જન્નતની જડો ખૂબ ઊંડી બેઠેલી છે. સત્ય ઘટનાઓથી પ્રેરિત ફિલ્મોમાં રાની મુખરજી તથા વિદ્યા બાલન અભિનીત 'નો વન કિલ્ડ જેસિકા' પણ સાર્થક, સફળ ફિલ્મ હતી. તેનું નામ જ ઘણું બધુ કહે છે. એક હત્યાની ઘટનાને સમયની સ્લેટમાંથી સાફ કરી દેવાની વાત જ ઊંડી અસર કરે છે. દરિંદાઓ દ્વારા એસિડથી અડધા બળી ગયેલા ચહેરાવાળી સાહસી મહિલાઓ પોતાનો ચહેરો ઢાંકવાનો પ્રયાસ નથી કરતી. તે તેને વીરચક્રની જેમ સગર્વ ધારણ કરે છે. અર્ધજાગૃત મનના ઊંડાણમાં દટાયેલી નપુંસકતા અનેક રીતે ઉજાગર થાય છે.
એસિડ ફેંકનાર નપુંસક હોય છે. આ ભયાનક પ્રેત લીલા છે. જોકે, સૌંદર્ય ચિકિત્સા સર્જરી દરેક પ્રકારના ડાઘ અને એસિડ પ્રભાવથી મુક્તિ અપાવવાનો પ્રયાસ કરી રહી છે.
આ ક્ષેત્રમાં કાયમ નવા પ્રયોગ થઈ રહ્યા છે. શરીરના કપડાથી ઢંકાયેલા અંગની ત્વચા ચહેરા પર પ્રત્યારોપિત કરી શકાય છે. ઉલ્લેખનીય છે કે હૈવાનિયતની શિકાર મહિલાઓ ત્વચા પ્રત્યારોપણ નથી ઈચ્છતી. તેઓ માત્ર ઘાવ ભરવા ઈચ્છે છે જેથી ઇન્ફેક્શન ન થાય. પારંપરિક માપદંડ પર સુંદર દેખાવાની તેની કોઈ ઈચ્છા નથી. તે કદરૂપાનો શ્રૃંગાર નથી કરતી પરંતુ તેમને તેને ઢાંકવું પણ પસંદ નથી. આ પ્રકારની મહિલાઓ દરિંદાઓ વિરુદ્ધ ચાલતું-પરતું પોસ્ટર બની રહેવા ઈચ્છે છે. તેનાથી જુદા વિષય પર બનેલી ફિલ્મ 'લિપ્સટિક અંડર માય બુર્કા' પણ અદભુત પ્રભાવ ઉત્પન્ન કરે છે. હીરોઇન સ્વયં માટે સજવા ઈચ્છે છે. તે વ્યક્તિગત સ્વતંત્રતા અને રસનો વિષય છે. બજારમાં એસિડનું વેચાણ એક સંયોજિત વ્યવસાય છે. દુકાનદારને હિસાબ રાખવાનો હોય છે. દુકાનદાર પાસે ખરીદનારના મનની વાત જાણી લેવાની કોઈ રીત નથી.
X
Satyam, Shivam, Sundaram and Chhapak

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી