પરદે કે પીછે / બહુમુખી પ્રતિભા ધરાવતા અનોખા કલાકાર કર્નાડ

Renowned artist Karnad with versatile talent

જયપ્રકાશ ચોક્સે

Jun 11, 2019, 07:52 AM IST

મહાન રંગકર્મી, ફિલ્મકાર અને અભિનેતા ગિરીશ કર્નાડનું 81 વર્ષની ઉંમરે નિધન થઈ ગયું. તે ભારતના એકમાત્ર એવા વ્યક્તિ હતા જેમને અમેરિકા તરફથી ‘ભારતમાં હિંસા’ વિષય પર શોધ કરવા માટે ધન ઉપલબ્ધ કરાવવામાં આવ્યું હતું. તેમને રોડ્સ સ્કોલરશિપ મળી હતી. તેમનું નાટક ‘હયવદન’ દર્શાવે છે કે જીવનમાં સંપૂર્ણતાની શોધ એક મહાન આદર્શ છે પરંતુ વાસ્તવિકતાએ છે કે આપણે બધા અડધા-અધૂરા લોકો છીએ. એક કવિ અને પહેલવાનમાં ગાઢ મિત્રતા છે પરંતુ એક જ સ્ત્રીને પ્રેમ કરવાના કારણે તે વિરોધી થઈ જાય છે. બિયાબાનમાં એક તૂટેલા મંદિરની સામે તે એક-બીજા સાથે ઝઘડો કરે છે અને બંનેના માથા ધડથી જુદા થઈને નીચે પડી જાય છે. પ્રેમિકા દેવીને પ્રાર્થના કરે છે અને વર્ષોની નિદ્રામાંથી જાગેલી દેવી સ્ત્રીને કહે છે તેમના માથા ધડ પર પાછા મૂકી દેશો તો તેઓ તેમા પ્રાણ ફૂંકી દેશે. ‘સ્ત્રી’ની મુસીબત એ છે કે તેને પહેલવાનનું કસાયેલું શરીર પસંદ છે પરંતુ તેને કવિ એટલા માટે ગમે છે કારણકે તે સ્ત્રીના શરીરનું વર્ણન સુંદર રીતે કરે છે. તેથી સ્ત્રી બધું જાણતી હોવા છતા પણ પહેલવાનનું માથું કવિના ધડ પર અને કવિનું માથું પહેલવાનના ધડ પર મુકી દે છે. દેવી બંનેના શરીરમાં પ્રાણ ફૂંકી દે છે. પોતાની વિચારશૈલીથી સંચાલિત કવિ પહેલવાન શરીર હાંસલ કરીને પણ કસરત નથી કરતો પરંતુ કવિતા લખે છે. સમય પસાર થતા બંને ફરીવાર પહેલાની જેમ બની જાય છે. ફિલ્મમાં સ્વપ્ન દૃશ્ય બતાવવું સહેલું છે પરંતુ નાટકમાં આ કાર્ય અત્યંત કપરું છે. ગિરીશ કર્નાડે નાટક માટે બનાવાયેલા સેટ પર બે લાકડાની બનેલી ઢીંગલીઓ મૂકી જે પાત્ર ભજવી રહી છે. તેઓ મંચ પર સૂઈ રહેલા માણસના સ્વપ્નનું વર્ણન કરી રહી છે. આ ગિરીશ કર્નાડની જિનિયસનેસનું એક દૃષ્ટાંત છે. તેમણે શ્યામ બેનેગલની ફિલ્મ ‘નિશાંત’માં એક સ્કૂલ શિક્ષકની ભૂમિકા ભજવી હતી, જમીનદાર તેની પત્નીનું શોષણ કરતો હોય છે. આ પાત્રના હૃદયમાં ઊઠતા અસહ્ય વિદ્રોહને ગિરીશ કર્નાડે બખૂબી ભજવ્યો છે. તેમણે કાલિદાસ અને શુદ્રકની રચનાઓનો ગહન અભ્યાસ કર્યો હતો અને બંનેને સાથે ભેળવીને ‘ઉત્સવ’ ફિલ્મ પટકથા લખી. ફિલ્મમાં પહેલા અમિતાભ બચ્ચન અને રેખા સાથે કામ કરવાના હતા, પરંતુ અમિતાભે ના પાડી દેતા આ ભૂમિકા શશી કપૂરે કરવી પડી. ફિલ્મમાં બે નારી પાત્રો એક ગીત ગાય છે, ‘રાત શુરૂ હોતી હૈ આધી રાત કો, બેલા મહેકા આધી ..‘ઉત્સવ’માં કમલ હાસન, રીમા લાગૂ, નીના ગુપ્તા, શેખર સુમન અને અમજદ ખાને પણ અભિનય કર્યો છે.

X
Renowned artist Karnad with versatile talent

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી