પરદે કે પીછે / વેબસાઈટ પર અશ્લીલતા અને સરકારી પ્રતિબંધ

Pornography and government ban on the website

જયપ્રકાશ ચોક્સે

Mar 19, 2020, 08:06 AM IST

અશ્લીલતા પીરસતી વેબસાઈટનો વિરોધ થઈ રહ્યો છે. એક અભિયાન ચલાવાઈ રહ્યું છે અને આ વિષય પર રાજ્યસભામાં પણ પ્રશ્નો પુછાયા છે. સરકાર લગભગ 900 વેબસાઈટ્સ પર પ્રતિબંધ લગાવી ચૂકી છે, પરંતુ વેબસાઈટ જંગલી ઘાસની જેમ ઊગી નીકળે છે. યુરોપિયન દેશ સ્વીડન અશ્લીલ ફિલ્મો, ક્લબો અને મેગેઝિનોના પ્રકાશન માટે પ્રખ્યાત છે. સ્વીડનમાં અશ્લિલ પુસ્તકો, ફિલ્મો પર પ્રતિબંધ નથી. પ્રવાસીઓ માટે આ આઝાદી વરદાન છે. ઉલ્લેખનીય છે કે, સ્વીડનમાં સૌથી ઓછા બળાત્કાર થાય છે. ઉલ્લેખનીય છે કે, કંગના રણોતની ફિલ્મ ‘ક્વીન’ના કેટલાક દૃશ્યો સ્વીટનના ફ્રી માર્કેટમાં ફિલ્માવાયા છે.

યાદ આવે છે, ઈન્દોરના માહત્મા ગાંધી માર્ગ પર એક દુકાનમાં વિદેશી મેગેઝિન વેચાતા હતા. મહારાણી રોડ પર એક દુકાનમાં ‘ઈમ્પ્રિન્ટ’ અને ‘એનકાઉન્ટર’ નામની પાક્ષિક મેગેઝિન આવતાં હતાં. જોકે, ગાંધી માર્ગની દુકાનના માલિકને આ પ્રકારના વિવાદાસ્પદ સાહિત્યનું સંકલ્પ કરવું ગમતું હતું. મિત્રોએ પુછ્યું કે, દુકાનદાર અંગ્રેજી જ પુરતું જાણતો નથી તો તે આ પુસ્તકો કેવી રીતે વાંચતો હશે. દુકાનદારે તરત જ જવાબ આપ્યો કે, આ પુસ્તકો વાંચવા માટે અંગ્રેજી ભાષાના જ્ઞાન કરતાં અશ્લીલ માનસિકતા જરૂરી છે. માનવ મગજમાં અશ્લીલતા પ્રત્યે એક સ્વાભાવિક લગાવ છે. મનની બુઝાઈ ગયેલી તંદુરના તળિયામાં કેટલાક કોલસા સતત સળગતા રહે છે. અહીં તહીં શરીરને સ્પર્શ કરવાની ઈચ્છા બળવત્તર હોય છે. હોળી ઉત્સવમાં સ્પર્શની મંજુરી હોય છે. આટલું જ નહીં, ચાલ અને ભાવ ભંગિમા દ્વારા પણ ઈચ્છાઓ અભિવ્યક્ત કરી શકાય છે. ભીડમાં બે સમલૈંગિક એક-બીજાને દૂરથી જ ઓળખી લે છે. તેમના કેટલાક સંકેત હોય છે.

એક સમયે તત્કાલિન વડાપ્રધાન શ્રીમતી ઈન્દિરા ગાંધીએ ભારતની વિદેશી મુદ્રાની અછતને દૂર કરવા માટે અપ્રવાસી ભારતીયોને ફિલ્મ નિકાસ કરવાની મંજૂરી આપી હતી અને દરેક ફિલ્મ માટે ભારતમાં પાંચ હજાર ડોલર જમા કરવાના રહેતા હતા. એ સમયે અસંખ્ય વિવાદાસ્પદ ફિલ્મો ભારતીય થિયેટરોમાં દર્શાવાઈ હતી. એ જ સમયે ઈન્ટરપોલેશન ઓફ ફિલ્મ પ્રિન્ટનો પણ પ્રારંભ થયો, જેના અંતર્ગત વિદેશી અશ્લીલ દૃશ્યો ભારતીય ફિલ્મની પ્રિન્ટમાં જોડી દેવામાં આવતા હતા. ઉલ્લેખનીય છે કે, ફિલ્મમાંથી દૂર કરવામાં આવેલા દૃશ્ય સેન્સર બોર્ડ પૂના ફિલ્મ સંસ્થાને મોકલી આપતું હતું.

મેં એ દૃશ્યોને પૂના ફિલ્મ સંસ્થાના ગોડાઉનમાં શોધી કાઢ્યા, પરંતુ કપાયેલા દૃશ્ય પર ફિલ્મનું નામ ન હોવાના કારણે આ સંશોધન કાર્ય રોકી દેવું પડ્યું હતું. ગોડાઉમાં કચરાની જેમ જ સેલ્યુલોઈડ પડ્યું હતું. ચાલતા સમયે પણ એવો ડર લાગતો હતો કે ક્યાંક તમારો પગ મર્લિન મુનરો કે એલિઝાબેથ ટેલરના બિંબ પર તો નથી પડતો? એ પણ આશ્ચર્યની વાત છે કે, ઈન્ડિયન પીનલ કોડની સેક્શન 292, 293, 294માં અશ્લીલતાની વ્યાખ્યા કરવાથી બચાયું છે. તેમાં લખ્યું છે કે, વેબસાઈટ ડિક્શનરીમાં આપવામાં આવેલી વ્યાખ્યાનો સ્વીકાર કરી શકાય છે. વ્યાખ્યાનો આશય એવો છે કે, અશ્લીલતા અતાર્કિક અને પાખંડમય છે, જે જુગુપ્સા જગાડે છે. તે નૈતિક માપદંડનું અપમાન કરે છે. એવું પણ સુચન કરાયું છે કે, જજ વિવાદાસ્પદ પુસ્તક કે ફિલ્મને બે વખત જૂઓ.

જોકે, આજે માતા-પિતા અને પરિવારની એ જવાબદારી છે કે, તેઓ કિશોરોને સલાહ આપે કે તેમણે આ ઝેરથી બચવાનું છે. અજ્ઞાનના અંધકારમાં માનસિક બીમારીઓ ફેલાય છે.

X
Pornography and government ban on the website

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી