પરદે કે પીછે / કાગળના ફૂલો આજેય મહેકી રહ્યા છે

ગુરુદત્તની ફાઈલ તસવીર
ગુરુદત્તની ફાઈલ તસવીર

Divyabhaskar.com

Jul 10, 2019, 08:08 AM IST

નવમી જુલાઈ ગુરુદત્તનો જન્મદિવસ જતો પણ રહ્યો અને બોલિવૂડમાંથી કોઈએ તેમને યાદ સુદ્ધા ના કર્યા. આ કોઈ અચંબો પમાડે તેવી વાત નથી. આપણે વર્તમાનમાં એટલા રાચેલા છીએ કે ભૂતકાળને યાદ કરવા જ નથી માંગતા. ગુરુદત્ત, રહમાન અને દેવાનંદ પ્રભાત ફિલ્મ કંપનીમાં કામ કરતા હતા. એ દિવસોમાં દેવાનંદે ગુરુદત્તને વચન આપ્યું હતું કે, તેમને તક મળતા જ તેઓ ગુરુદત્તને ફિલ્મનું દિગ્દર્શન કરવા માટેના જરૂરી સાધનો પૂરા પડી આપશે અને તેમણે એવું કર્યું પણ. ગુરુદત્તે પોતાના શરૂઆતી સમયમાં અપરાધ ફિલ્મો બનાવી અને કોઈને ખ્યાલ સુદ્ધા ના આવ્યો કે, આ વ્યક્તિ પોતાના મનમાં 'પ્યાસા' અને 'કાગઝ કે ફૂલ' જેવી ફિલ્મો દબાવીને બેઠો છે અને યોગ્ય સમયની રાહમાં છે. ઉલ્લેખનીય છે કે, તેમણે 1951માં 'કશ્મકશ' નામની વાર્તા લખી હતી અને પોતાની કોમેડિયન માતાને વાંચવા આપી હતી. તેમની માતાને વાર્તા તો ગમી પણ તેની પાર ફિલ્મ બની શકે એ વાતની શક્યતાઓ તેમને ખૂબ ઓછી લાગી હતી.

આ 'કશ્મકશ' જ 'પ્યાસા'ના નામે બની અને ફિલ્મના એક ગીતમાં જ ગુરુદત્તે પોતાના મૃત્યુનો સંકેત આપી દીધો હતો કે, 'યે દુનિયા અગર મિલ ભી જાયે તો ક્યા હૈ'. દુનિયામાં સફળતા અને એશ્વર્યના ખોખલાપણાંથી ગુરુદત્ત સારી રીતે પરિચિત હતા. મીડિયામાં ખૂબ વાતો ઉડી હતી કે, ગુરુદત્તને વહીદા રહેમાન સાથે પ્રેમ થઇ ગયો છે. તેના થોડા વર્ષો પહેલા જ તેમણે ગાયિકા ગીતા દત્ત સાથે પ્રેમ લગ્ન કર્યા હતા. હકીકતે, ગુરુદત્તની ફિલ્મ 'સાહબ, બીવી ઔર ગુલામ'માં એક રૂઢિચુસ્ત સામંતવાદી પરિવારમાં એક વહુ પતિનો પ્રેમ મેળવવા માટે તેના જ ગ્લાસમાંથી દારૂ પીવા લાગી હતી. પતિનો પ્રેમ તો તેને મળી ગયો પણ નશાખોરી તે છોડી ના શકી. બન્યું એવું કે, મીનાકુમારી પણ જીવનભર અત્યંત દારૂ પીતા રહ્યા અને તેમના માટે પાર્શ્વ ગાયકી કરનાર ગીતા દત્તને પણ પીવાની આદત પડી ગઈ. નાગપુરના એક શોમાં ગીતા દત્ત એટલું બધું પી ગયા હતા કે શો કેન્સલ કરવો પડ્યો અને આયોજકોને ભારે નુકસાન વેઠવું પડ્યું. આયોજક ગુરુદત્તને મળ્યા અને તેમણે નુકસાન ભરપાઈ કરી આપ્યું. એ જ રાત્રે તેમણે ઊંઘની ગોળીઓ લઈને પોતાના ઉલજનભર્યા જીવનનો અંત આણ્યો.

પોતાના મૃત્યુના થોડા સમય પહેલા તેઓ 'કનીઝ' નામની પટકથા લખી રહ્યા હતા જે, 'અલીબાબા ચાલીસ ચોર'થી પ્રેરિત હતી પણ આ ફેન્ટસીને તેઓ વર્તમાન સાથે જોડીને વર્તમાનનનું ખોખલાપણું રજૂ કરવા માંગતા હતા. આ માટે તેમણે રાજ કપૂરને અલીબાબાની ભૂમિકા કરવા માટે વાત કરી હતી રાજ કપૂરે આ પ્રસ્તાવ સહર્ષ સ્વીકાર્યો પણ હતો. એ દિવસોમાં ગુરુદત્ત અને રાજ કપૂર ટેનિસ રમવા જતા હતા. એ ભયાનક રાતે ગુરુદત્તે ફોન કરીને રાજ કપૂરને તરત જ પોતાના ઘરે આવવા કહ્યું હતું. તે પોતાની એકલતાના દરિયામાં તણખાનો સહારો શોધી રહ્યા હતા. રાજ કપૂર પોતે નશામાં હતા અને રાત્રે કોઈ ડ્રાઈવર પણ ઉપલબ્ધ ન હતો. આ દુર્ઘટના બાદ રાજ કપૂરે રાત પાળી માટે એક ડ્રાઈવર નિયુક્ત કર્યો હતો.

આ રીતે ગુરુદત્ત જેવા અસાધારણ પ્રતિભા ધરાવતા ફિલ્મકારનું અકાળે મૃત્યુ થયું. જો તેમની ફિલ્મ 'સાહબ બીવી, ગુલામ'માં જે રીતે સામંતવાદી હવેલીનું ખોદકામ દર્શાવાયું છે તે રીતે તેમના જીવન ખંડેરનું જો ખોદકામ કરવામાં આવે તો તેના પાયામાં ઘણી વાર્તાઓના હાડપિંજર મળી આવશે. દરેક વ્યક્તિ કોણ જાણે કેટલીય વાર્તાઓ મનમાં દફન કરીને વિદાય લે છે. જેટલી કથાઓ લખાય છે તેના કરતા વધારે વણલખાયેલી રહી જાય છે. પૃથ્વી આ જ વણલખાયેલી વાર્તાઓની ધરી પર ફરી રહી છે.


ઉલ્લેખનીય છે કે, ગુરુદત્તે ઉદયશંકરની નૃત્ય એકેડમીમાં પ્રવેશ લીધો હતો. અલ્મોડા ખાતે આવેલી આ યુનિક વિદ્યાપીઠમાં દરેક વિદ્યાર્થીએ પોતાના દ્વારા રચેલું નૃત્ય રજૂ કરવાનું રહેતું એટલે કે, વિદ્યાર્થી પોતે જ પોતાનું પ્રશ્નપત્ર બનાવે અને જવાબ પણ જાતે જ લખે. ગુરુદત્તે નૃત્ય પ્રસ્તુત કર્યું જેમાં નાચનારના શરીર પર સાપ છે. સાપની ઝેરીલી ફેણ નાચનારના હાથમાં છે અને તેને પકડી રાખવાં આપ્ર્યાસ સાથે તે નૃત્ય કરી રહ્યો છે. જેમના જીવનમાં દરેક ક્ષણે મૃત્યુનું વિવરણ હોય તેને હમજાદ કહેવાય છે. મનોહર શ્યામ જોશીની 'કુરુકરુ સ્વાહા'માં તેનું વિવરણ અપાયું છે. ગુરુદત્ત જીવનપર્યંત આ હમજાદની મૂંઝવણ જીવતા રહ્યા.

મૃત્યુ જ મનુષ્યનું હમસફર, સાથી છે. આ તડપને ગાલિબે કઈંક આમ કહી છે કે, કોઈ એસી કિરણ હો, જિસકે નીચે વે આપણી પરછાઇ સે પીછા છૂડા સકે. ચેતન આનંદની 'કુદરત' માટે કતીલ શિફાઇએ લખેલું ગીત 'ખુદ કી છુપાને વાલોં કે, પલ પલ પીછા યે કરે જહાં ભી હો મિટે નિશા, વહી જાકે પાંવ એ ધરે ફિર દિલ કા હરકે ઘાવ, અશ્કો સે એ ધોતી હૈ દુઃખ સુખકી હર એક માલા, કુદરત હી પિરોતી હૈ હાથો કી લકીરો મેં, એ જાગતી સોતી હૈ'. યાદ આવે છે. ગુરૂદત્તનાં 'કાગઝ કે ફૂલ' હાજી મહેકે છે જે કરમાઈ જવાનો કોઈ ખતરો નથી.

X
ગુરુદત્તની ફાઈલ તસવીરગુરુદત્તની ફાઈલ તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી