પરદે કે પીછે / ક્રિકેટ વિશ્વકપ: અર્થવ્યવસ્થા અને પર્યટણ

પ્રતિકાત્મક તસવીર
પ્રતિકાત્મક તસવીર

Divyabhaskar.com

Jul 09, 2019, 07:56 AM IST

દાયકાઓ પહેલા દેવઆનંદ અને માલા સિન્હા અભિનીત ફિલ્મ 'લવ મેરેજ'માં હીરો ક્રિકેટ ખેલાડીના રૂપમાં પ્રસ્તુત થયો પરંતુ પહેલા દ્રશ્ય પછી ફિલ્મમાં ક્રિકેટનું ક્યાંય વર્ણન નથી. વર્ષ 2000માં આમિર ખાન અને આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'લગાન'ને ક્રિકેટ પ્રેરિત ફિલ્મ કહી શકાય છે પરંતુ તેનો મૂળ ભાવ સાધનહીન વ્યક્તિની સાધન સંપન્ન પર જીત છે. વાસ્તવમાં આ ફિલ્મમાં આમિર ખાનનો કાયાકલ્પ થયો છે અને તેણે સામાજિક ઉદ્દેશ્યની ફિલ્મો કરવાની શરૂઆત કરી. 'ઠગ્સ ઓફ હિંદોસ્તાન'માં તે રસ્તામાં ભટકી ગયો હતો પરંતુ દરેક વ્યક્તિનું ક્યારેક-ક્યારેક ભટકવું શક્ય છે. દરેક મુકામ પર ભટકી જવાનો ડર બન્યો રહે છે. હવે ક્રિકેટ મોટો વ્યવસાય બની ચૂક્યો છે. એક સમયમાં ખેલાડીને કપડાં ધોવાના નામ પર પ્રતિ મેચ 300 રૂપિયા આપવામાં આવતા હતા પરંતુ હવે તે કરોડોમાં રમી રહ્યા છે. આઇપીએલ તમાશા ક્રિકેટથી આ ફેરફાર આવ્યો છે. વિરાટ કોહલી વિશ્વના અમીરોની લિસ્ટમાં સામેલ થઈ ગયો છે. તેની સાથે ક્રિકેટ હવે બારમાસી થઈ ગયું છે. પહેલા આ માત્ર શિયાળામાં રમવામાં આવતી હતી. હવે તો ઉનાળાના તડકામાં પણ રમવામાં આવે છે કારણ કે કોલ્ડડ્રિંક્સ બનાવનારી કંપનીઓ પ્રાયોજક છે. હજારો ગામમાં વીજળી નથી પહોંચી પરંતુ લાખો વોલ્ટ વીજળી અને કરોડો લિટર પાણી આ રમતમાં વ્યર્થ જાય છે.

બજાર અને જાહેરખબરની તાકતો એટલી શક્તિશાળી છે કે ઇંગ્લેન્ડના ક્રિકેટ મેદાનોની નીચે નળિયા પાથરીને પાણીનું ડ્રેનેજ કરવામાં આવ્યું છે જેથી તેના ભેજથી બોલ ફરે નહીં. પીચ શું મનુષ્ય સુદ્ધાંનું ચરિત્ર બદલવામાં આવી રહ્યું છે. ટીમો પહાડ જેવો સ્કોર ઊભો કરે કારણ કે દર્શકો આ પસંદ કરે છે. તેમને ઓછા રનની ગેમમાં વધુ મજા નથી આવતી. ક્યારેક સમાનતા આધારિત રહેલી આ રમતને હવે બેટિંગનું સ્વર્ગ બનાવી દેવામાં આવ્યું છે. એક સારી વાત એ સામે આવી છે કે અફગાનિસ્તાન અને બાંગ્લાદેશ જેવા સાધનહીન દેશોની ટીમોએ ખૂબ સારું પ્રદર્શન કર્યુ છે. અફગાનિસ્તાને ભારતની ટીમને ઓલમોસ્ટ હરાવી દીધી હતી પરંતુ કદાચ પોતાની અનપેક્ષિત જીતના રોમાન્ચથી ધ્રુજતા ત્રણ ખેલાડીઓએ છેલ્લી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી. ક્યારેક-ક્યારેક જીતને સામે જોઇને સાધનહીન વ્યક્તિ ઉત્સાહિત થઈ જાય છે.

દક્ષિણ ભારતમાં બનેલી એક ફિલ્મમાં એક ગામના લોકો નિર્મમ શાસકો વિરુદ્ધ સશસ્ત્ર વિદ્રોહ કરે છે. છેલ્લા દ્રશ્યમાં ક્રૂર સાધનહીન શાસક ઘૂટંણિયે આવી રહ્યો છે અને ગરીબ ક્રાંતિકારીના હાથમાં તલવાર છે પરંતુ દાયકાઓથી ગુલામી સહન કરતા વ્યક્તિના અર્ધજાગૃત મનમાં એટલો ડર બેસી ગયો છે કે તે તલવાર ફેંકી દે છે. 'મેટ્રિક્સ' ફિલ્મમાં સાહસી અવતારમાં સામાન્ય માનવી પ્રગટ થયો છે પરંતુ પોતાની શક્તિ અને પોતાના જન્મના ઉદ્દેશ્યથી અજાણ તે ક્રૂર શાસકની ગુલામી કરવા લાગે છે. આ નરાધમ વૃત્તિ અને મનોગ્રંથિએ ગણતંત્ર વ્યવસ્થાને સામંતવાદી બનાવી દીધી છે. કેટલા મહાન સમુદ્ર મંથનથી ગણતંત્ર વ્યવસ્થાનો ઉદય થયો હતો પરંતુ તેનાથી નીકળેલા અમૃત પર હવે ગણતરીના લોકોનો અધિકાર રહી ગયો છે અને ચૂંટણી કુંભમાં ભીડ એ નક્કી કરી રહી છે કે પુણ્ય કોના ખાતામાં જમા થશે.

ઉલ્લેખનીય છે કે વર્તમાનમાં ઇંગ્લેન્ડની અર્થવ્યવસ્થા સંકોચાઇ ગઈ છે પરંતુ વિશ્વકપના કારણે એવરેજ કરતા વધુ પ્રવાસીઓ ઇંગ્લેન્ડ આવ્યા છે. આ કારણે અર્થવ્યવસ્થા સારી થઈ રહી છે. ઇંગ્લેન્ડમાં પર્યટક કાયમ આવતા રહે છે કારણ કે તેમણે પોતાની સાંસ્કૃતિક વિરાસતને ખૂબ મહેનતથી સાંચવીને રાખી છે. આજે પણ શેક્સપીયરનો નિવાસ એવી રીતે રાખવામાં આવ્યો છે કે તે પોતાના આવવા પર ફરીથી લખવાનું શરૂ કરી શકે છે. ઇંગ્લેન્ડના શહેર વિકસિત છે પરંતુ તેના ગ્રામ્ય વિસ્તાર આજે પણ પોતાની ગરિમા અને પરંપરાને છાતીએ વળગાવીને રાખે છે. આપણાં કિલ્લા ખંડહેર બની ગયા છે અને ઐતિહાસિક મહત્વના દસ્તાવેજ ખોવાઇ ગયા છે. શાસ્ત્રીય સંગીતના વાદ્ય યંત્ર શોધવા પર પણ નથી મળી રહ્યા. માતા સરસ્વતીના હાથમાં વીણા જાણે ક્યાં જતી રહી. હવે તો તેમના હાથે ખાતાવહી પકડાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. ઇતિહાસ કાયમ વિજેતાના દ્રષ્ટિકોણથી લખવામાં આવે છે પરંતુ કેટલીક પ્રામાણિક ઘટનાઓને પણ કાલ્પનિક જણાવવામાં આવી રહી છે. 'અંધેરે કી ગોદ મેં દુબકા હૈ ઇતિહાસ, ભૂગોલ કા પ્રકાશ સીમિત કિયા જા રહા હૈ, મનુષ્ય કી ઘુરી પર હી ઘુમતી હૈ પૃથ્વી, ઇતિહાસ અને ભૂગોલ.'

X
પ્રતિકાત્મક તસવીરપ્રતિકાત્મક તસવીર
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી