પરદે કે પીછે / માલકૌંસ આધારિત ફિલ્મ ગીત, પાર્શ્વ ગાયનમાં સૂરની ચાલાકી

parde ke piche by jayprakash chauksey

Divyabhaskar.com

Jul 08, 2019, 08:14 AM IST

સુશોભિત સક્તાવતે કેટલાક યાદગાર ફિલ્મી ગીતો પર વિવેચન અને અનુચિંતન પ્રસ્તુત કર્યું છે. તેમના પુસ્તક 'માયા કા માલકૌંસ'માં .પણ પુસ્તક માત્ર માલકૌંસ આધારિત ગીતો પર નથી.એવું મનાય છે કે ભગવાન શિવ ક્રોધમાં તાંડવ કરી રહ્યા હતા ત્યારે માતા પાર્વતીએ તેમના ગુસ્સાને શાંત કરવા માટે રાગ માલકૌંસનો પ્રયોગ કર્યો હતો. માટે શિવ ભક્તોનું આ પ્રિય રાગ હોવાનું મનાય છે, તેમજ ગળામાં જેમણે સર્પ ધારણ કર્યો છે તેને પણ માલકૌંસ કહેવાય છે. શંકર-જયકિશનનો પ્રિય રાગ ભૈરવી રહ્યો છે, પરંતુ તેણે ફિલ્મ 'શ્રી 420'નું 'રમૈયા વસ્તાવૈયા' અને ફિલ્મ 'ચોરી ચોરી'નું 'યે રાત ભીગી ભીગી' ગીત રચ્યા છે જે માલકૌંસથી પ્રેતિત છે.રાહુલ દેવ બર્મને પણ ફિલ્મ 'અાંધી'માં 'ઇસ મોડ સે જાતે હૈ કુછ સુસ્ત કદમ રસ્તે, કુછ તેજ કદમ રાહેં' માલકૌંસથી પ્રેરિત હતું. લેખકે પોતાના સમાજના પણ સંકેત આપ્યા છે. દાખલા તરીકે તે લખે છે કે ફિલ્મ 'શ્રી 420'નું 'રમૈયા વસ્તાવૈયા'ગીત ઝૂંપડપટ્ટી અને ફૂટપાથ પર જીવન ગુજારતા સાધન વિહોણા લોકોના ચહેરા ખુશીથી ચમકી રહ્યા છે. માનો તે ગરીબોને ડીંગો બતાવી રહ્યા છે, પણ 2019માં સાધન વિહોણા લોકોના ચહેરા ઓલવાયેલા દીવાની માફક છે, કારણ કે તેમણે હવે આશા જ છોડી દીધી છે.

કેટલી સરકારો અાવી ને ગઇ પણ તેમની સ્થિતિ તો ખરાબ જ થતી ગઈ. સુશોભિતે દરેક ગીતના સમયે પાત્રની મનોદશાનું વર્ણન કર્યું છે. ફિલ્મકાર પાત્રના અવચેતનમાં પ્રતિક્ષણ થતાં પરિવર્તનને આ ગીતોના માધ્યમથી જ પ્રસ્તુત કરે છે. પુસ્તકમાં ગીત પહેલા પસાર થયેલા દૃશ્યના વિવરણની સાથે ભવિષ્યમાં ઘટનારી ઘટનાનો સંકેત પણ હોય છે. દરેક ક્ષણમાં, વિગત, વર્તમાન અને ભવિષ્ય આમ ત્રણેય બાબતો હાજર છે. સુશોભિત લખે છે કે કંઠસ્વરોનું પોતાનું એક અંગત વ્યક્તિત્વ હોય છે.પરંતુ જે પાત્રો પર ગીત ફિલ્માવવામાં આવે છે એ પાત્રોના અંગત વ્યક્તિત્વને અનુરૂપ તેમને પોતાના કંઠસ્વરોને બદલવાના હોય છે. જેમ કે સ્વરને જો ચિત્રોની માફક માની લઇએ તો એક તસવીર પર બીજી તસવીર સુપર ઇમ્પોઝ કરવાની માફક કામ કરાય છે. મન્ના ડે રાજ કપૂર માટે પાર્શ્વ ગાયન કરતા હતા તો અવાજમાં પ્રેમના ભાવ ઉત્પન્ન કરતા હતા, અને જ્યારે ડેવિડ ધવન માટે 'લપક ઝપક તૂ આ રે બદરવા' ગાય છે ત્યારે પોતાના સ્વરને બદલી દે છે.

આ જ વાતની પ્રશંસા કરવા માટે આપણે રફી સાહેબને સાંભળવા રહ્યા.ફિલ્મ 'પ્યાસા'માં રફી સાહેબે 'યે કૂચે યે ગલિયા'માં ગજબની સંવેદના રજુ કરી છે અને આ ફિલ્માં જોની વોકર પર ફિલ્માવાયેલા ગીત 'તેલ માલિશ ચંપી'અલગ અંદાજમાં ગાયું છે. જાણવું રહ્યું કે દેવકીનંદન ખત્રીના ઉપન્યાસોમાં જાસૂસ દુશ્મનને કોઇ સુગંધિત પદાર્થ સુંઘાડીને બેભાન કરે છે. ચાલાક વ્યક્તિ પળે-પળમાં વેશ બદલવામાં માહિર હોય છે.આમ તો બધા જ ગાયક આવું કરતા હોય છે પણ સ્વર બદલવામાં આશા ભોંસલેનો કોઇ જવાબ નથી. પાર્શ્વ ગાયક-ગાયિકાઓ સ્વરના માધ્યમથી પાત્રની મનોદશાની અલગ-અલગ વ્યાખ્યા પ્રસ્તુત કરે છે. પાર્શ્વ ગાયન વિદ્યામાં એક છળ આ છે કે પાત્રનો અવાજ તેમને બનવાનું હોય છે. આ વિસંગતિને આપણે આર બાલ્કીની ફિલ્મ 'શમિતાભ'માં જોઇ ચૂક્યા છીએ.

એક મૂંગી વ્યક્તિને લોકોની સામે ગાવાની મહત્ત્વાકાંક્ષા છે તો બીજુ પાત્ર તેનો અવાજ બને છે. ફિલ્મ 'ચોરી ચોરી'નાગીત 'એસેમ મેં કહીં ક્યા કોઇ નહીં, ભૂલે સે જો હમકો યાદ કરે, ઇક હલ્કી સી મુસ્કાન સે જો સપનો કા જહાં આબાદ કરે', યે રાત ભીગી ભીગી.. શૈલેન્દ્ર રાગની વચ્ચે વિરહને લક્ષમાં લે છે.તે દુનિયા-એ ફાનીની વિવશ ચેતનાના અતૂટ ગીતકાર છે અને દરેક રાગાત્મકતાની ભાવુક ક્ષણોમાં પણ તેમની નજર સંગોગની અંદર વિયોગના મહાન અજર-અમર નિયમ પર ટકી રહે છે. કોઇ વાતને તે 'શ્રી 420'ના 'પ્યાર હુઆ એકરાર હુઆ ફિર પ્યાર સે ક્યોં ડરતા હૈ દિલ'માં પણ તે વ્યક્ત કરી ચુક્યા છે.थथથોડા સમય પહેલા નાગપુરના મનોજ ચોપડાનું ઉપન્યાસ 'સાજ ઔર આવાજ' વાંચ્યું. તેમણે ફિલ્મી ગીતોની રેકોર્ડિંગમાં સેક્સોફોન વગાડનારની વ્યથા ખુબ સારી રીતે વર્ણવી છે.ઉપન્યાસમાં સેક્સોફોન એક પાત્ર તરીકે રજુ કરવામાં આવ્યું છે.

X
parde ke piche by jayprakash chauksey
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી