તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

'રાહોં કે દિએ આંખો મે લિએ ચલતા ચલ'

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
ફિલ્મ છિછોરેની તસવીર - Divya Bhaskar
ફિલ્મ છિછોરેની તસવીર

ફિલ્મ 'છિછોરે' લોકોનું ખૂબ ધ્યાન ખેંચી રહી છે કે 'જોયા ફેક્ટર' જેવી રોચક ફિલ્મને દર્શક નથી મળી રહ્યો. ટાઇટલથી આભાસ થાય છે કે જાણે તે હાસ્ય ફિલ્મ છે અથવા યુવા વર્ગની મોજ મસ્તીની ફિલ્મ છે પરંતુ ફિલ્મમાં એક સામાજિક ખુલાસો કરાયો છે. વર્તમાન સમાજ કોઇ પણ કીંમત પર સફળ થવા માંગે છે. તેને સાધનોની પવિત્રતાનું ધ્યાન નથી. યેન કેન પ્રકારે સફળતા પ્રાપ્ત કરવી છે. જીવનમાં આગળ વધવા માટે જો લોકોના માથા પર પગ મૂકીને ચાલવું પડે તો એ હિંસા પણ વાજબી છે. સમાજ બે વર્ગોમાં વહેંચાઇ ગયું છે-સફળ વર્ગ અને અસફળ વર્ગ. જાતિ પ્રથાથી વહેંચાયેલો સમાજ હવે વધુ વહેંચાઇ ગયો છે. અંગ્રેજોએ ભારતને વિભાજિત કરીને બસો વર્ષ રાજ કર્યું. વર્તમાનમાં પણ એ જ રસ્તે જઇ રહ્યું છે. 'છીછોરે'ફિલ્મ સંદેશ આપે છે કે સફળતા અને નિષ્ફળતા જીવનનો અનિવાર્ય અંગ છે. નિષ્ફળતાથી નિરાશ થવાની જરૂર નથી. એક સીમિત અર્થમાં ગીતાનો સંદેશો દોહરાવવામાં આવ્યો છે કે કર્મ કરતા રહો અને ફળની ચિંતકા ન કરો. પ્રકાશ મહેરાના સહયોગી નિર્માતાના પુત્રે પરીક્ષામાં નિષ્ફળ થવાથી આત્મહત્યા કરી લીધી. શવયાત્રાના સમયે વિશ્વવિદ્યાલયનો ખાસ અધિકારી આવ્યો અને તેણે જણાવ્યું કે પરિમામની જાહેરાતમાં ભૂલ થઇ ગઇ હતી. એ છાત્ર પ્રથમ શ્રેણીમાં ઉત્તીર્ણ થયો છે. એક સત્ય ઘટના આ રીતે છે કે એક મેધાવી છાત્ર આઠમાં ધોરણ સુધી પ્રથમ આવે છે. એક સરકારી અધિકારીની બદલી થઇ છે અને તેનો અસાધારણ રૂપે પ્રતિભાશાળી પુત્ર નવમાં ધોરણમાં પ્રથમ આવે છે. દસમી પરીક્ષાનું પરીણામ પણ એવું જ આવે છે. અત: આઠમાં ધોરણ સુધી પ્રથમ આવનાર છાત્ર પોતાનાથી વધુ હોંશિયાર છાત્રની હત્યા કરી દે છે. આપણી શિક્ષા અને પરીક્ષઆ પ્રણાલીથી જીવનના આદર્શ મૂલ્યોને ફગાવી દીધા છે અને ગળા કાપ હરિફાઇને ધર્મયુદ્ધની માફક બનાવી દીધું છે. ઇમ્તિયાઝ અલીની ફિલ્મ 'લવ આજ ઓર કલ'ના પ્રારંભના દૃશ્યમાં નાયક પાર્ટીના સામાન માટે મિત્રોને મળે છે. મિત્રો પાર્ટીનું કારણ જાણવા માંગે છે. તે જવાબ આપે છે કે તેણે પોતાની પત્નીને છૂટાછેડા આપ્યા છે. પત્નીનો કોઇ વાંક ન હતો. તે કર્તવ્યપરાયણ, સુંદર અને સારી પત્ની હતી પરંતુ તેનાથી ઉબાઇ જવાના કારણે પતિએ છૂટાછેડા આપ્યા. કાલ એ પણ સંભવ છે કે કોઇ વ્યકિત ત્રાસથી મુક્ત થવા માટે હત્યા કરી દે. સમાજ સનસનીખેજ કાર્યોનો આદિ થઇ ચુક્યો છે. શું સામાન્ય જીવન વિતાવવું હવે એક અપરાધ છે? દરેક કામમાં થ્રિલ શોધ‌વી મનુષ્યના એકાંકીપણાને ઉજાગર કરે છે. વાચકોને ચોંકાવવા માટે કહી શકીએ કે આ સમય દેખાડો કરવાનો છે.વિપરીત શબ્દોની સાથે ઉપયોગ કરવાથી વાચકોને આશ્ચર્યમાં મૂકી શકાય છે પરંતુ તેની સ્વતંત્ર વિચાર પ્રક્રિયાને તીવ્ર બનાવી ન શકાય. છિછોરેનું કટેલું સામ્ય રાજકુમાર હિરાનીની થ્રી ઇડિયટ્સ થી છે પરંતુ આ પ્રકરણ નકલનો નથી. છેછોરે એક મૌલિક રચના છે. એક પ્રતિભાશાળી હોકી પ્લેયર રેફરીના એક નિર્ણયથી નારાજ હતો. તેના દ્વારા મરાયેલા ગોલને ઓફ સાઇડ અપાયો. ખેલના આગલા ચરણમાં તે બધા પ્લેયરોને ચકમો આપી ગોલપોસ્ટ સુધી પહોંચે છે. ગોલકીપરને પણ થકવી દે છે પરંતુ ગોલ નથી કરતો. એ રેફરી તરફ જોતા બોલને મેદાનની બાહર ધકેલી દે છે. અન્યાય વિરુદ્ધ આ પ્લેયરનો આવેશ છે. છિછોરેના પાત્ર પણ જીતને સુનિશ્ચિત કર્યા બાદ પણ જાણીજોઇને હારી જાય છે. અયાન રેંડના ઉપન્યાસ ફાઉન્ટન હેડમાં સર્વત્ર વ્યાપત નિમ્નસ્તરીય મીડિયોક્રિટીથી નારાજ નાયિકા ડોમનિક પોતાના સયમની સૌથી બોગસ વ્યક્તિ સાથે લગ્ન કરે છે. એ બોગસ વ્યક્તિ સાથે વિવાહ કરીને તે પોતાને સજા અાપી રહી છે, કારણ કે હલકટાઇના સ્વર્ણકાળમાં જન્મ લેવાનો દંડ તેેને ભોગવવો જ જોઇએ. થોડાક સમય બાદ સનસનીખેજ પરંતુ સમાજના નૈતિક ઉત્થાનના વિરુદ્ધ ઊભેલા એક મીડિયા બાદશાહને ડોમનિક ગમે છે. તે તેના પતિને ખૂબ પૈસા કમાવાનો અવસર આપીને તેની જ રજામંદીથી તેની પત્ની સાથે વિવાહ કરી લે છે. ડોમનિકે તેની રીતે હલકાપણાનો પ્રતિવાદ કર્યો. આ ઉપન્યાસ કહે છે કે જીવનમાં માત્ર ત્રણ સદગુણ છે-યોગ્યતા, કાર્ય પ્રતિ સમર્પણ અને મૌલિકતા. એક અર્થમાં આ નોવલ જનતા વિરોધી રચના છે. શું એ સાધારણ લોકોને જીવવાનો અધિકાર નથી? આમ પૂજા તેમજ આરતી શેટ્ટીની ઝોયા ફેકટર પણ પરિશ્રમ અને પ્રતિભાને આદર આપત લકી મેસ્કોટ નામક ભ્રમને ધ્વસ્ત કરે છે.

અન્ય સમાચારો પણ છે...