પરદે કે પીછે / 'નમક હરામ' નમક હલાલ અને નમકીન

'Namk Haram' Namk Halal and Namkine

જયપ્રકાશ ચોક્સે

Jan 04, 2020, 07:25 AM IST
ફિલ્મકાર સુરેન્દ્ર મોહન માટે રાહી માસૂમ રઝાએ 'નમક' નામની પટકથા લખી હતી, પરંતુ સુરેન્દ્ર મોહનના રહસ્યમય રીતે પલાયન કરી ગયા પછી 'નમક' બની નહીં. પોલીસ દ્વારા ઊંડી તપાસ બાદ પણ સુરેન્દ્ર મોહનનું આ રીતે અદૃશ્ય થઈ જવું અને તેમનો મૃતદેહ પણ ન મળવો એક વણઉકેલ્યો કોયડો રહ્યો. ઉલ્લેખનીય છે કે, મહાત્મા ગાંધીએ 'નમક સત્યાગ્રહ' કર્યો હતો. કુદરત દ્વારા આપવામાં આવેલા મીઠાને બનાવવાનો અધિકાર પ્રજાને છે, પરંતુ તત્કાલિન સરકારે તેના પર પ્રતિબંધ લગાવી દીધો હતો. ઉદ્યોગપતિ બજારમાં સફંદ રંગનું મીઠું વેચવા લાગ્યા હતા.
ચાર આનાનો માલ નયનરમ્ય પેકેડમાં રૂ.14માં વેચાવા લાગ્યો છે. આ બજારે આરોગ્ય માટે ફાયદાકારક રોકસોલ્ટને બજારમાંથી ગાયબ કરી નાખ્યું છે. મનુષ્યના પરસેવા અને અશ્રુનો સ્વાદ પણ નમકીન હોય છે. ફિલ્મ કલાકારો રડવાનું દૃશ્ય લેવાનો શોટ લેતા પહેલા આંખોમાં ગ્લીસરીન લગાવે છે. મીના કુમારીએ રડવાની એટલી બધી ફિલ્મોમાં અભિનય કર્યો હતો કે, તેઓ ઈશારો મળતાં જ ગ્લીસરીન લગાવ્યા વગર જ રડવા લાગતાં હતાં. ક્યારેક તો કારણ વગર પણ તેમની આંખમાંથી આંસુ આવી જતા હતા. જયશંકર પ્રસાદની કવિતા કંઈક આવી છે, 'ધનીભૂત પીડા થી, મસ્તક મેં સ્મૃતિ-સી છાઈ. દુર્દિન મેં આંસુ બનકર, વહ આજ બરસને આઈ.' કોઈ સેવક રોજી-રોટી આપનારી વ્યક્તિને નુકસાન પહોંચાડે છે ત્યારે તેને 'નમક હરામ' કહે છે. રોટી હરામ કહેતા નથી.
અંગ્રેજ કવી ટેનીસન કહે છે કે, 'ટિયર્સ આઈડલ, ટિયર્સ આઈ નો નોટ વ્હોટ ધે મીન...' શરીર વિજ્ઞાન કહે છે કે, આંખની સંરચનામાં ટિયર ડક્ટ હોય છે. કેટલાક લોકોના ડિયર ડક્ટ એટલા સંવેદનશીલ હોય છે કે, હવાના તેજ પ્રવાહના કારણે પણ વહેવા લાગે છે. આ પ્રકારના ટિયર ડક્ટની સર્જરી પણ કરવામાં આવે છે. કેટલાક લોકોના આસુ એટલા સંવેદનશીલ હોય છે કે હવાના તીવ્ર પ્રવાહના કારણે પણ વહેવા લાગે છે. આ રીતે ડક્ટની શલ્ય ચિકિત્સા પણ કરવામાં આવે છે. સર્જન મેન્યૂફેક્ટરિંગ ડિફેક્ટને દૂર કરે છે. કેટલાક લોકો દુખી હોવા છતાં પણ આંસુ વહાવી શકતા નથી. એટલું જ નહીં કેટલાક લોકો દુખના સમયે આંખોથી આસુ ન વહાવી શકવાના કારણે તેમને ડાયરિયા થઈ જાય છે. જોકે આસુ શરીરના અન્ય ભાગથી વહેવા લાગે છે. ક્યારેક-ક્યારેક કોઈ સ્ત્રીનું આકર્ષક શરીર હોવા પર તેને નમકીન કહેવામાં આવે છે. સાંવલી સલોની સ્મિતા પાટિલને નમકીન કહેવામાં આવતું હતું. ગુલઝારે 'નમકીન' નામની ફિલ્મ પણ બનાવી હતી.
ગુલશન બાવરાએ અમિતાભ બચ્ચન અને જીનત અમાન અભિનીત ફિલ્મ 'પુકાર'માં ગીત લખ્યું હતું કે હીરો દરિયામાં સ્નાન કરે છે તો દરિયાનું પાણી વધુ ખારું થઈ જાય છે. ઉલ્લેખનીય છે કે દરિયાના પાણીથી મીઠું કાઢીને તેને મનુષ્યના પીવાલાયક બનાવવાની વૈજ્ઞાનિક પ્રણાલી અત્યંત મોંઘી છે અને માત્ર ઇઝરાઇલની સરકાર જ આ ખર્ચ ઉઠાવી શકે છે. હોલિવૂડની ફિલ્મ સોલ્ટની હીરોઇન રશિયામાં જન્મેલી અમેરિકાની નાગરિક છે. તે રશિયાના પ્રેસિડન્ટની હત્યાના પ્રયાસમાં નિષ્ફળ રહી. તેની સાતે જ તે અમેરિકા દ્વારા મિસાઇલ છોડવાના કામને પણ રોકી દે છે.
કંઈક આવી જ રીતે આપણી ફિલ્મ એક થા ટાઇગરમાં પણ પ્રસ્તુત કરવામાં આવી છે. હિટલરના સમયમાં યહૂદિયોનું લોહી અને આસુ બંને વહાવવામાં આવ્યા. કેટલાક લોકોએ ભવિષ્યવાણી કરી છે કે ત્રીજા વિશ્વ યુદ્ધ પાણી માટે લડવામાં આવી શકે છે. દુખી વ્યક્તિના ગાલ પર આસુ સુકાય જવાથી એક લીટી જેવું બની જાય છે. જેવું કોઈ સુકાયેલું સરોવર હોય. યાદ આવે છે બિમલ રાયની મધુમતિમાં શૈલેન્દ્રનું ગીત 'મેં નદિયા ફિર ભી મેં પ્યાસી, ભેદ યે ગહરા બાત જરા સી.' કબીરના ખજાનાએ દરેક દાયકામાં કવિયોને સમૃદ્ધ કર્યા છે. કબીરની વિવિધ રંગોની ચુનરિયાને આજના સમયમાં એક જ રંગ કરવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે.
સાર્વજનિક સભામાં આસુ વહાવવાની કળા કેટલાક નેતાઓએ શીખી લીધી છે. કહાવત પણ છે કે મગરમચ્છના આસુ જે દર્દ આપે છે દવા આપવાનો માત્ર દાવો પણ કરે છે. એક અન્ય કહેવત છે કે 'ચિડિયા ચુગ ગઈ ખેત, અબ પછતાવે સે ક્યા ફાયદા' વર્ષોના અનુભવની મિક્સીથી કહેવત નીકળે છે. મીઠું ત્રણ પ્રકારનું હોય છે - સમુદ્રી મીઠું, રોક સોલ્ટ અને મનુષ્યની આંખનું મીઠું. મનુષ્ય પણ ત્રણ પ્રકારના હોય છે - નમક હલાલ, નમક હરામ અને નમક ચોર અથવા નમક પર કર લગાવનારા.
કેટલીક બિમારીઓના ઈલાજ માટે ડોક્ટર સલાહ આપે છે કે, નમકના સેવનથી બચો, પરંતુ નમક એક એવું મિનરલ છે, જે ન મળવાથી શરીર નબળું પડી જાય છે. પ્રજાએ અત્યાચાર અને મોંઘવારીને સમયમાં પણ આંસુ ન સારવા જોઈએ. આજે આંસુઓને સાચવી રાખીને જ પ્રજા પોતાની શક્તિનો વેડફાટ અટકાવી શકે છે. બિસ્મિલે લખ્યું છે કે, 'દેખના હે ઝોર કિતના બાજુએ કાતિલ મેં હૈ'. લાંચ ન લેનારા વફાદાર વ્યક્તિના સંઘર્ષનું વર્ણન કરતી કથા મુનશી પ્રેમચંદે 'નમક કા દરોગા'માં લખી છે. અંગ્રેજીમાં ન લખવાના કારણે તેઓ નોબેલ પ્રાઈઝથી વંચિત રહી ગયા હતા.
X
'Namk Haram' Namk Halal and Namkine

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી