પરદે કે પીછે / 'સડક-2' સાથે નિર્દેશન ક્ષેત્રે મહેશ ભટ્ટનું પુનરાગમન

Mahesh Bhatt's comeback in the field of directing with 'Road-2'

જયપ્રકાશ ચોક્સે

Jan 16, 2020, 07:47 AM IST
સંજય દત્તે મહેશ ભટ્ટને વિનંતી કરી કે તેઓ "સડક-2'નું દિગ્દર્શન કરે. મહેશ ભટ્ટે ફિલ્મ દિગ્દર્શન કરવાનું છોડી દીધું હતું અને પોતાના પરિવારની નિર્માણ કંપની "વિશેષ ફિલ્મ્સ' માટે વિષયની પસંદગી કરીને પોતાના સહયોગીઓને દિગ્દર્શન કરવાની તક આપતા હતા. મોહિત સુરી અને વિક્રમ ભટ્ટને તેમણે અનેક તક આપી છે. એક રીતે તેઓ રિમોટ કન્ટ્રોલ દ્વારા ફિલ્મો બનાવતા રહ્યા છે. "વિશેષ ફિલ્મ્સ' કંપનીમાં સર્જનનું કામ મહેશ ભટ્ટ કરે છે અને મુકેશ ભટ્ટ મૂડી તથા વિતરણનું કામ સંભાળે છે. બંને ભાઈઓમાં આંતરિક સમજ છે. મહેશ કોઈનું કામ ન કરવાનું બહાનું એવી રીતે કરે કે, મુકેશની ઈચ્છા નથી અને મુકેશ પણ આ જ રીતે મહેશ ભટ્ટને જવાબદાર ઠેરવે છે. જોકે, બધા જ નિર્ણય તેમની આંતરિક સહમતિથી જ લેવાતા હોય છે. મહેશ ભટ્ટના પિતા નાનાભાઈ ભટ્ટ પણ ફિલ્મનિર્માતા હતા અને તેમણે વિવિધ ભાષાઓમાં લગભગ 100 ફિલ્મો બનાવી હતી. નાનાભાઈ ભટ્ટે એક જુનિયર કલાકાર સાથે બીજા લગ્ન કર્યા હતા. એ સમયે બે લગ્ન કરવા આજની જેમ ગેરકાયદે ન હતું. મહેશ ભટ્ટ યુવાનીમાં એગ્રી યંગ મેન તરીકે પોતાને રજુ કરતા હતા. એ સમયમાં મહેશે કેટલાક માત્ર ચોંકાવનારા કરતા હતા, જેમ કે ખુદને ગર્વ સાથે ગેરકાયદે સંતાન જણાવવું. તેમના પિતા નાનાભાઈ ભટ્ટ આ વાતનું ખંડન કરતા બંનેના કાયદેસરના લગ્નના દસ્તાવેજ જાહેર કરી દીધા હતા.
એક સમયે મહેશ ભટ્ટ, વિનોદ ખન્ના અને પરવીન બાબી આચાર્ય રજનીશને સાંભળવા દર અઠવાડિયે પુના જતા હતા. આચાર્ય રજનીશના ઓરેગન જવા સમયે મહેશનો તેમનાથી મોહભંગ થઈ ચૂક્યો હતો. મહેશ પોતાની આંતરિક બેચેની દૂર કરવા થોડા સમય માટે યુ.જી. કૃષ્ણમૂર્તિના દર્શાવેલા માર્ગ પર પણ ચાલ્યા હતા. મહેશ ભટ્ટે "નયા દોર' નામની ફિલ્મ બનાવી હતી, જે મારિયો પુજોની નવલકથા "ગોડફાધર'થી પ્રેરિત હતી. તેમણે શબાના આઝામી અને વિનોધ ખન્ના સાથે "રંગ હઝાર' ફિલ્મ બનાવી હતી. નિષ્ફળ ફિલ્મોના કારણે તેમની નિર્માણ કંપની પર દેવું વધી ગયું હતું. એ સમયે ટી-સીરીઝના માલિક ગુલશન કુમારે મહેશને એક પ્રસ્તાવ આપ્યો કે તેઓ ટીવી માટે એક ફિલ્મ બનાવે. ગુલશન પોતાનું સંગીત વેચવાના હેતુ સાથે ફિલ્મ બનાવવા માગતા હતા.
મહેશને એવી ફિલ્મ બનાવવામાં રસ ન હતો, જે સિનેમાઘરોમાં પ્રદર્શિત ન થાય. એ સમયે મુકેશે મહેશ પર દબાણ બનાવ્યું કે, તે ગુલશનનો પ્રસ્તાવ સ્વીકારીને એ રકમથી પોતાની કંપનીનું દેવું ચુક્તે કરી દે, નહીંતર વ્યાજની રકમ કંપનીને ડુબાડી દેશે. મહેશ ભટ્ટે પોતાના પ્રિય વિષય "અનૌરસ સંતાન' પર ફિલ્મ બનાવી. તેઓ દેવામાંથી મુક્ત થઈ ગયા. મહેશ ભટ્ટની કારકિર્દીમાં નિર્ણાયક વળાંક ત્યારે આવ્યો જ્યારે સલીમ ખાન અને જાવેદ અખ્તરના છુટા પડી ગયા પછી સલીમ ખાને થોડા સમય સુધી લખવાનું બંધ કરી દીધું હતું. રાજેન્દ્ર કુમાર પોતાના પુત્ર કુમાર ગૌરવને "લવ સ્ટોરી'માં લોન્ચ કરી ચૂક્યા હતા. પોતાના પુત્રની કારકિર્દી જમાવા માટે તેમણે સલીમ ખાનને ફરીથી લખવા માટે વિનંતી કરી.
સલીમ ખાને ગ્રામ ગ્રીનની લેખેલી પટકથા "ધ થર્ડ મેન'થી પ્રેરિત થઈને "નામ' નામની એક પટકથા લખી. સલીમ ખાને મહેશ ભટ્ટને દિગ્દર્શન માટે આમંત્રણ આપ્યું. ઉલ્લેખનીય છે કે, સંજય દત્તની એક બહેનના લગ્ન કુમાર ગૌરવ સાથે થયા છે. આથી મહેશ ભટ્ટે કુમાર ગૌરવ, સંજય દત્ત અને તેની માતાની ભૂમિકામાં નૂતનને લઈને "નામ' ફિલ્મ બનાવી, જેની સફળતાએ સંજય દત્તને સુપરસ્ટાર બનાવી દીધો. જોકે, મહેશ ભટ્ટ હંમેશાં કંઈક નવું કરવાની ઈચ્છા ધરાવતા હતા. તેમણે અનુપમ ખેર અને સોની રાઝદાન સાથે "સારાંશ' બનાવી. આ ફિલ્મે તેમને સર્જક્તાનો સંતોષ આપ્યો. ફિલ્મ'અર્થ' પણ સાર્થક સફળતા સિદ્ધ થઇ. કથાનો નાયક વિવાહિત ફિલ્મકાર છે.અને પોતાના ફિલ્મની નાયિકાને પ્રેમ કરવા લાગે છે.
ઉલ્લેખનીય છે કે પોતાના પિતાના બીજા વ્યથિત રહેલા મહેશ ભટ્ટએ પોતે બે લગ્ન કર્યાં. તેની એક દીકરીનું નામ શાહીન છે. દેશના ભાગલા પર મહેશ ભટ્ટની "બેગમ જાન'માં વિદ્યા બાલને હૃદયસ્પર્શી અભિનય કર્યો છે. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સફળ રહી ન હતી. આજકાલ મહેશ અને મુકેશ ભટ્ટની "વિશેષ ફિલ્મ્સ' આર્થિક સંકટમાંથી પસાર થઈ રહી છે અને તેઓ "સડક-2'નું નિર્માણ કરી રહ્યા છે. મહેશ ભટ્ટ દિગ્દર્શન ક્ષેત્રે પુનરાગમન કરી રહ્યા છે. તેમણે નવી ઈનિંગ માટે નવો માર્ગ શોધવાનો હતો, એ સડક પર પાછા ફરવાનો કોઈ અર્થ નથી જેના પર તેઓ માઈલો સુધી ચાલુ ચૂક્યા છે.
X
Mahesh Bhatt's comeback in the field of directing with 'Road-2'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી