પરદે કે પીછે / મહાત્મા ગાંધી-જવાહરલાલ નેહરુનું 'સમગ્ર પ્રકાશન'

Mahatma Gandhi-Jawaharlal Nehru's 'Complete Release'

જયપ્રકાશ ચોક્સે

Jan 08, 2020, 07:49 AM IST
મહાત્મા ગાંધીના સમગ્ર પ્રકાશન પછી પંડિત જવાહરલાલ નેહરુના લેખનકાર્યનું સમગ્ર પ્રકાશન પણ થઈ ચુક્યું છે. મહાત્મા ગાંધીના સમગ્રનું સંકલન અને સંપાદન 1960માં શરૂ થયું હતું. પંડિત નેહરુના સમગ્ર પર 1972માં કામ શરૂ થયું. આ દરમિયાન અનેક સંપાદકોએ કામ કર્યું, પરંતુ માનધવન.કે. પલટ એકમાત્ર ફુલટાઈમ સંપાદક રહ્યા. આ કામમાં નાણાની અછત કાયમ રહી અને છેલ્લા કેટલાક વર્ષથી તો સાવ અભાવ છે. નેહરુના સમગ્રનો પ્રથમ ખંડ 1946 સુધીનો છે અને બીજો ભાગ 2 સપ્ટેમ્બર, 1946થી 27 મે, 1964 સુધીનો છે. દરેક પુસ્તકમાં સરેરાશ 600થી 800 પાનાં છે અને કુલ 15 પુસ્તક છે.
ઉલ્લેખનીય છે કે, નેહરુ સમગ્રમાં તેમણે લખેલાં ત્રણ પુસ્તકો "ડિસ્કવરી ઓફ ઈન્ડિયા', "ગ્લિમ્સેસ ઓફ વર્લ્ડ હિસ્ટ્રી' અને "આત્મકથા'નો સમાવેશ કરાયો નથી. કેમ કે આ પ્રકાશિત રચનાઓ ખૂબ જ વેચાઈ છે અને પશ્ચિમની કેટલીક યુનિવર્સિટીના અભ્યાસક્રમમાં પણ સામેલ છે. મીડિયામાં આ વખતે એવી ચર્ચા છે કે, ચાલુ વર્ષે 26 જાન્યુઆરીની પરેડમાં બધા રાજ્યોનાં ટેબ્લોનો સમાવેશ કરાશે નહીં. ઉલ્લેખનીય છે કે, બધા જ રાજ્ય પોતાના ટેબ્લોની સંપૂર્ણ, સચિત્ર માહિતી કેન્દ્ર સરકારને મોકલે છે. કહેવાઇ રહ્યું છે કે, કેરળના પ્રસ્તાવિત ટેબ્લોની થીમ ધર્મનિરપેક્ષાત હતી અને તેને મંજૂરી મળી નથી.
આ તો તંત્રની ઈમાનદારી છે કે, જે આદર્શમાં તેનો વિશ્વાસ નથી, તેનું પ્રદર્શન ન થાય. બંગાળ સરકારે પણ આ ઝાંખી મોકલવાની ના કહી દીધી છે. ઉલ્લેખનીય છે કે, તત્કાલીન વડાપ્રધાન નેહરુએ રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘને પણ 26 જાન્યુઆરીની પરેડમાં સામેલ કરવાની ઈચ્છા 1963માં વ્યક્ત કરી હતી. માધવન કે. પલટ કહે છે કે, એવું કહેવાય છે કે નેહરુને ગુસ્સો વધુ આવતો હતો, પરંતુ તેમના લેખનકાર્યમાં ક્યાંય આક્રોશ નથી, પરંતુ પ્રજા માટે ચિંતા છે.
આક્રોશથી પર ઘણું જાણવાની આકાંક્ષા તેમનામાં પ્રબળ હતી. નેહરુના સમગ્રમાં તેમના હાથે લખેલા હિન્દીના કાગળોનો પણ સમાવેશ કરાયો છે. ક્યાંક નેહરુએ ફ્રેન્ચ, જર્મન અને અરેબિક શબ્દોનો પણ ઉપયોગ કર્યો છે. સમગ્રમાં મૂળની સાથે-સાથે તેના અનુવાદ પણ પ્રકાશિત કરાયા છે. સંસદમાં ભાષણ સાંભળતા સમયે નેહરુ કાગળ પર કેટલાક ચિત્રો પણ બનાવતા હતા. આ રેખાચિત્રો અસ્પષ્ટ છે અને તેનાથી સ્પષ્ટ થતું નથી કે તેને બનાવતા સમયે તેમના મગજમાં શું ચાલતું હશે.
પોતાનાં મૃત્યુ પહેલાં ટેસ્ટામેન્ટમાં તેમણે ગંગાનું વિવરણ એક કવિની જેમ કર્યું છે, "અલસ ભોર મેં મથર ગતિ સે બહતી ગંગા ઔર સંધ્યા કે સાયોં મેં સાંવલી-સહમી સી ગંગા.. બાઢ કે સમય રૌદ્ર રૂપ ધારણ કરતી હુઈ ગંગા, શીતલ ઋતુ મેં કોહરે કી શાળ ઓઢે હુઈ ગંગા...' મહાન વ્યક્તિઓના જીવનમાં હંમેશાં કેટલીક ગુપ્ત વાતો હોય છે, પરંતુ નેહરુ સમગ્રના સંપાદકનો વિચાર છે કે, નેહરુએ ક્યારેય પણ કશું પણ ગુપ્ત રાખ્યું નથી. જરા પણ ખચકાટ વગર દરેક બાબત જાહેર કરી છે.
'ગુણ-અવગુણ કા ડર, ભય કૈસા, જાહિર હો, ભીતર તુ હૈ જૈસા...' આ પંક્તિઓ સંગીતકાર રવીન્દ્ર જૈનની લખેલી છે પણ, નહેરુના વ્યક્તિત્વને ખૂબ સારી રીતે વ્યક્ત કરે છે. ઉલ્લેખનીય છે કે, નેહરુએ ભારતમાં આંતરરાષ્ટ્રીય ફિલ્મ ફેસ્ટિવલની શરૂઆત કરી હતી. તત્કાલીન ફિલ્મ કલાકારો નિયમિત રીતે તેમને મળવા જતા હતા. નેહરુના સૂચન બાદ જ રાજ કપૂરે ફિલ્મ "અબ દિલ્લી દૂર નહીં' બનાવી હતી. નહેરુએ એ ફિલ્મના અંતિમ દ્રશ્યની પરવાનગી પહેલા આપી હતી. જોલ, તેમના એક સાથી મંત્રીના વિરોધના કારણે તેમણે રાજ કપૂરને ના કહેવી પડી હતી. 1947થી 1964 સુધી ફિલ્ન નિર્માતાઓએ નેહરુના સ્વપ્નના ભારતને સિનેમા દ્વારા અભિવ્યક્ત કરવાનો પ્રયાસ કર્યો હતો. આજે પણ કેટલાક નિર્માતાઓ રાગ દરબારી અભિવ્યક્ત કરી રહ્યા છે. કેટલાક અભિનેતાઓ સીએએના ભાગલાવાદી મુદ્દા પર મૌન છે, કેમ કે તેમને સમાનાંતર સરકાર ચલાવનારા તોફાની તત્વોનો ડર લાગે છે.
મહાન ફિલ્મકાર શ્યામ બેનેગલે "ડિસ્કવરી ઓફ ઈન્ડિયા'ને નાના પડદા પર ફિલ્મ સ્વરૂપે રજૂ કર્યું હતું. આ શ્યામ બેનેગલનું જીનિયસ છે કે, તેમણે નેહરુના ઉદાત્ત વિચારોને રજુ કરવા માટે પુસ્તકના પ્રકાશનના વર્ષો પછી લખાયેલા એક નાટકની મદદ લીધી હતી. સરકાર મન મારીને ગાંધીજીનો વિરોધ કરતી નથી, કેમ કે ગાંધીજીની છબી એક સંત જેવી છે, પરંતુ બુદ્ધિજીવી નેહરુ તેને સરળ શિકાર લાગે છે. આ પ્રાયોજિત નેહરુ વિરોધી કાળમાં સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી અને રાહુલે એ તમામ સંસ્થાઓ જેવી કે, ભાખડા-નાંગલ ડેમ, ભિલાઈ સ્ટીલ, એટોમિક એનર્જી ફાઉન્ડેશન, આઈઆઈટી સંસ્થાઓ, એચએસટી વગેરેની મુલાકાત લેવી જોઈએ, જેને નેહરુ આધુનિક ભારતનું તીર્થ માનતા હતા. નેહરુવાદના માધ્યમથી કોંગ્રેસ પુનરાગમન કરી શકે છે.
X
Mahatma Gandhi-Jawaharlal Nehru's 'Complete Release'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી