પરદે કે પીછે / ઋતુ પતંગબાજીની, માંજો રંગવાની

latest article by jayprakash chauksy

જયપ્રકાશ ચોક્સે

Jan 14, 2020, 08:10 AM IST

પતંગ ઉડાવવાનો ઉત્સવ આવી ગયો. આકાશમાં રંગ-બેરંગી વિવિધ આકારની પતંગો હવામાં ઊડતી જોવા મળશે. એક સમયમાં પતંગબાજ પોતાના માંજા જાતે તૈયાર કરતા હતા. હવે તૈયાર માંજા ઇન્સ્ટન્ટ નૂડલ્સની જેમ ઉપલબ્ધ છે. પતંગના પેંતરા વિચિત્ર છે. ખેલાડી જાણે છે કે કેટલી ઢીલ આપવાની છે અને ક્યારે દોર ખેંચી લેવાની છે. પતંગબાજ સાથે તેની ફિરકી પકડનારો સાથી હોય છે. પહેલો ભાગ માંજાથી બંધાયેલો હોય છે, બીજા ભાગમાં સામાન્ય દોરી હોય છે. ચાલાક પતંગબાજ કાચ્ચી દોરીવાળા ભાગ પર જ પોતાના માંજાથી પેંચ લડાવે છે. કેટલાક લોકો કપાયેલી પતંગને લૂટવાનો આનંદ ઉઠાવે છે. કપાયેલી પતંગની પાછળ ભાગતા લોકો પરસ્પર ગૂંચવાઇ જાય છે અને જે કપાયેલી પતંગ માટે તમામ મહેનત કરી હતી તે પરસ્પર વિવાદમાં ફાટી જાય છે. ઉડાવતા પહેલા પતંગમાં દોરીથી ત્રિકોણ બનાવવામાં આવે છે. સંતુલન હોવું જરૂરી છે. જો પતંગ એક તરફ નમેલી હોય તો તે સરખી કરવામાં આવે છે. પતંગની બનાવટમાં વચ્ચે વાંસની મોટી છડ હોય છે. કમાન અપેક્ષાકૃત પાતળી રાખવામાં આવે છે.

સંજય લીલા ભણસાલીની સલમાન ખાન અને એશ્વર્યા રાય દ્વારા અભિનીત ફિલ્મ 'હમ દિલ દે ચુકે સનમ'માં પતંગ ઉડાવવાનો દ્રશ્ય છે અને સમવેત સ્વરમાં ગાયેલું ગીત છે - 'ઢીલ દે દે દે રે ભૈયા'. ગુલશન નંદાના ઉપન્યાસથી પ્રેરિત આશાજીને શ્રેષ્ઠ અભિનય માટે પુરસ્કાર પ્રાપ્ત થયો હતો. નિ:સહાય સ્ત્રીને કપાયેલી પતંગ માનવામાં આવે છે અને લોકો તેને લૂંટવા ઈચ્છે છે. ગુલશન નંદાના ઉપન્યાસોમાં ભાવનાઓનું એવું મિશ્રણ હતુ કે પ્રેમના પતંગિયાની પાંખ ગૂંચવાઇ જતી. તેઓ લોકપ્રિયતા હાંસલ કરવા ઈચ્છતા હતા. આ પ્રકારના લેખક દરેક દાયકામાં થયા છે. આજે પણ બગુલા ભગત વેચાઈ છે. દિલીપ કુમારને પતંગ ઉડાવવાનો શોખ હતો. પોતાની એક્ટિંગની જેમ આ ગેમમાં પણ તેઓ પારંગત હતા. તેમની છત પર બનેલા એક રૂમમાં વિવિધ શહેરોથી પ્રાપ્ત માંજા રાખેલા હતા.

અલમારીના ત્રણ ભાગમાં વિવિધ સાઇઝની પતંગો એવી રાખેલી હતી જાણે વાંચનાલયમાં પુસ્તકો રાખેલી હોય છે. તેમણે અમદાવાદ, જયપુર વગેરે શહેરોથી માંજા અને પતંગ મંગાવી હતી. પતંગબાજી પર તે લાંબા ભાષણ આપતા હતા. સલમાન ખાનને પણ પતંગ ઉડાવવાનો શોખ છે. જ્યારે ફિલ્મ સિટી અથવા આઉટડોર જાય છે ત્યારે પોતાની સાથે પતંગબાજીનો સામાન, કંચા અને ગિલ્લી ડંડા પણ લઈ જાય છે. ઉલ્લેખનીય છે કે ફિલ્મ 'સુલ્તાન'માં સલમાન ખાન અભિનીત પાત્ર પતંગ લૂટવામાં માહેર માનવામાં આવે છે અને શરત લગાવીને પતંગ લૂટે છે. પ્રેમમાં તેની પતંગ અનેક વખત કપાઇ ચૂકી છે પરંતુ આ પતંગોને લૂટવા માટે ક્યારેય દોડ્યા નથી. જોકે, પતંગબાજી, કંચા રમવા વગેરે પોતાના બાળપણને સાચવીને રાખવાનું જતન છે.

દિલીપ કુમાર પણ પોતાના પાડોશી સાથે પતંગબાજી એક બોટલ બિયરનો દાવ લગાવીને કરતા હતા. બંને પાડોશીઓ પાસે હાર-જીતનો હિસાબ ડાયરીમાં લખેલો રહેતો હતો અને સીઝન ખતમ થવા પર જીતેલી બોટલની બિયર તે સાથે બેસીને પીતા હતા. પતંગબાજના હાથો પર માંજાથી કટ થઈ જવાના નિશાન બની જતા હતા. શું આ નિશાનથી ભાગ્ય રેખા પણ પ્રભાવિત થાય છે? ઉલ્લેખનીય છે કે એક સમયમાં સમલાન ખાન, નરેન્દ્ર મોદી સાથે પતંગ ઉડાવતા તસવીરોમાં કેદ થયા હતા. હવે બંને તે પતંગબાજીને ભૂલી ગયા હશે. જોકે, આંતરરાષ્ટ્રીય આકાશમાં ડોનાલ્ડ ટ્રમ્પ અને મોદીજીની કપાયેલી પતંગો વિપરીત દિશામાં ચાલતી હવાઓથી થપ્પડ ખાઇ રહી છે. નીચે લૂંટનારા લોકોનું ઝુંડ નારેબાજી કરી રહ્યું છે.


પતંગો પર નેતાઓની તસવીર લગાવવામાં આવે છે. ભારતીય બજારમાં કેવી રીતે ચીનમાં બનેલી પતંગો આવી જાય છે. જ્યાં સુધી ભારતીય બજાર ચીની માલથી ભરેલો રહેશે ત્યાં સુધી ચીન આપણાં પર ફોજી આક્રમણ નહી કરે. હવે બજાર જ કુરુક્ષેત્ર છે. પતંગ ઉડાવવાની મોસમમાં પક્ષી વિચલિત થઈ જાય છે. તેને ઉડતી પતંગ આતંકવાદીઓ સમાન લાગે છે. તેમના ક્ષેત્રનું અતિક્રમણ થઈ જાય છે. પક્ષી આ નવા બાજથી ડરી જાય છે. શાહીન એક પક્ષી હોય છે. દિલ્હીના શાહીન બાગમાં જે છાત્ર આંદોલન કરી રહ્યા છે તેમને સિંહની હિમ્મત હાંસલ છે. દિવસમાં પુરુષ ધરણાં આપે છે, રાતે મહિલાઓ ધરણાંમાં બેસે છે. અલ્લામા ઇકબાલ લખે છે, 'નહીં તેરા નશેમન (ઘર) કસરે ગુંબદ સુલ્તાની મેં, તુ શાહીન હૈ બસેરા કર પહાડો કી ચટ્ટાનોં પર...' ઉલ્લેખનીય છે કે ઇકબાલ સાહેબ શાહીન પક્ષીને સ્વતંત્રતાનું પ્રતીક માને છે.

X
latest article by jayprakash chauksy

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી