પરદે કે પીછે / 'લંબી હૈ ગમ કી શામ પર શામ હી તો હૈ'

latest article by jayprakash chauksey

જયપ્રકાશ ચોક્સે

Dec 03, 2019, 07:23 AM IST

ફિલ્મ કલાકાર સ્વરા ભાસ્કર કેરળથી પ્રકાશિત થતાં 'ધ વીક' માટે અર્થપૂર્ણ લેખ લખે છે. દર સપ્તાહ તે સામાજિક વિષય પર લેખ લખે છે. સ્વરા ભાસ્કરનાં માતા શ્રીમતી ઇરા ભાસ્કર પણ અભ્યાસ કરાવતાં હતાં અને તે એટલાં લોકપ્રિય હતાં કે છાત્ર કાયમ તેમને ચારેય તરફ ઘેરાયેલા રહેતા હતા. વર્તમાનમાં ફિલ્મ સ્ટાર પ્રશંસકોથી ઘેરાયેલા રહે છે. ભૂતકાળમાં શિક્ષક જ સમાજના સૌથી મોટા સ્ટાર હતા. હજી થોડા સમય બાદ તો સારો શિક્ષક એક લુપ્ત થતી પ્રજાતિ થઈ જશે.


તેમને ડાયનાસોરની જેમ શોધવા પડશે. પ્રોફેસર ઇરા ભાસ્કર પોતાના છાત્રોની હોમવર્કની નોટબુકમાં છાત્રો દ્વારા લખેલા જવાબ કરતા વધુ લાંબી નોટ્સ લખતાં હતાં. તેમના છાત્રો કાયમ ઘરે આવીને પણ તેમનાથી શિક્ષા મેળવતા રહ્યા. પ્રોફેસર ઇરા ભાસ્કર ઘરે આવેલા છાત્રોને નાસ્તો પણ કરાવતાં હતાં. ભાસ્કર પરિવારમાં ઇરા અને તેમના છાત્રોને લઈને મજાક પણ ઉડાવવામાં આવતી. પ્રોફેસર ઇરા ભાસ્કર પોતાના સાધનહીન છાત્રોના કપડાં પણ સિલાઈ કરી દેતાં હતાં. વિચાર પ્રક્રિયામાં લગાવેલા ટાંકા હતા અને તે સોલ્યુબલ મટિરિયલ ન હતા.


તેમાંથી કેટલાક છાત્ર જીવનભર ભાસ્કર પરિવાર સાથે સંવાદ બનાવી રાખતા. યાદ આવે છે હબીબ ફૈઝલની રિષિ કપૂર અને નીતૂ સિંહ અભિનીત ફિલ્મ 'દો દૂની ચાર'. આ ફિલ્મમાં ગણિતના ટીચરના જીવનની મુશ્કેલીઓના વિવરણની સાથે પરિવારની એકતા અને સંઘર્ષ ક્ષમતાનું વિવરણ પણ આપવામાં આવતું હતું. ફિલ્મના ક્લાઇમેક્સમાં શિક્ષાને સમર્પિત ટીચર અને જીવનમાં પહેલી વખત પોતાના શિક્ષા મૂલ્ય સાથે એક સમજૂતી કરવા જઈ રહ્યા છે. ઇમાનની રાહ પર પહેલી વખત તેના પગ ડગમગ છે. તે સમયે તેનો એક ભૂતપૂર્વ છાત્ર તેના ચરણ સ્પર્શ કરે છે અને જણાવે છે કે તેમની શિક્ષાના કારણે જ તે સફળ વ્યક્તિ બની શક્યો. આ મુલાકાતથી પોતાના શિક્ષા મૂલ્યો પ્રત્યે તેનો વિશ્વાસ પાછો આવે છે અને ડગમગતા પગ ફરીથી પોતાની શક્તિ મેળવે છે. ગણિત શિક્ષક દુગ્ગલના કેન્દ્રમાં રાખીને બનાવેલી આ ફિલ્મ છે પરંતુ તેમની પત્નીની ભૂમિકામાં નીતૂ સિંહે પોતાની અભિનય ક્ષમતાની જમીન પર પગ અડિખમ રાખ્યા.


એક તરફથી હબીબ ફૈઝલની પટકથાના ઘાટ પર શેર અને બકરી સાથે-સાથે પાણી પીતા દેખાયા છે. હબીબ ફૈઝલ પોતાના 'વનવાસ'થી પરત આવ્યા છે અને ફરી આદિત્ય ચોપરા માટે કામ કરી રહ્યા છે. પ્રોફેસર શ્રીમતી ઇરા ભાસ્કરે પોતાના છાત્રોને સ્વતંત્ર વિચાર પ્રક્રિયા વિકસિત કરતા શીખવ્યું અને તેમાંથી કેટલાકે પોતાના જીવનમાં લોકપ્રવાહની લહેરથી વિપરીત તરીને પણ બતાવ્યું. શ્રીમતી ઇરા ભાસ્કર જેવા જેવા શિક્ષક પોતાના છાત્રોની વિચાર પ્રક્રિયામાં કાયમ મોજૂદ રહે છે. આજે શ્રીમતી ઇરા ભાસ્કરને આ જાણીને ખૂબ તકલીફ થાય છે કે વ્યવસ્થાનો વિરોધ કરનારા છાત્રોને રાષ્ટ્રદ્રોહી અથવા નક્સલવાદી કહીને પોકારવામાં આવે છે અને તેમના પર પોલીસ ડંડા ફટકારે છે.


વ્યવસ્થાએ નેહરૂ વિશ્વવિદ્યાલયની ફી એટલી વધારી દીધી છે કે મધ્યમ વર્ગથી આવેલો છાત્ર પ્રવેશ જ ન લઈ શકે. કોઈ પણ સંસ્થાને સમાપ્ત કરવા માટે આ નવી તરકીબ શોધાઈ છે કે તેને સુમસામ બનાવતા ઇતિહાસમાં ડામી દેવામાં આવે. ખાલી ક્લાસરૂમ, કોરિડોરમાં શાંતિ છવાયેલી રહે. કેટલાક છાત્ર પ્રોફેસર ઇરા ભાસ્કર પાસે આવીને પૂછે છે કે તેમણે શું કરવું જોઈએ. પ્રોફેસર ઇરા ભાસ્કર તેને પોતાના જીવન મૂલ્યો પર અડિખમ રહેવાની પ્રેરણા આપે છે. તેમનો સંકેત હોય છે કે કોઈ રાત એવી નથી જેની સવાર ન હોય, રાત જેટલી પણ અંધારી હશે સવાર એટલી જ ઉજાસથી ભરપૂર હશે. આ બલરાજ સહાની અને નૂતન અભિનીત ફિલ્મનું ગીત છે. તે ફિલ્મમાં નૂતન એક ફિલ્મ સ્ટારની ભૂમિકા અભિનીત કરે છે.


તેમના પરિવારના સભ્યોમાં આ પ્રતિસ્પર્ધા ચાલુ છે કે નૂતનના કમાયેલા રૂપિયાને કોણ વધુ લૂંટી શકે છે. નૂતન અભિનીત પાત્રનો ગાઇડ ગુરુ ફિલોસફરનું પાત્ર બલરાજ સહાની દ્વારા અભિનીત કરવામાં આવ્યું છે. શું અદભુત સામ્યતા છે વાસ્તવિકતા અને કલ્પનામાં કે સ્વરા ભાસ્કર અભિનય ક્ષેત્રમાં સક્રિય છે અને પ્રોફેસર ઇરા ભાસ્કર પોતાના છાત્રોની પ્રેરણા બનેલી છે. તે વિશ્વાસ અપાવે છે કે 'દિલ ઉમ્મીદ નહીં નાકામ હી તો હૈ, લંબી હૈ ગમ કી શામ પર શામ હી તો હૈ.' બધા રાહ જોઇ રહ્યા છે સ્વર્ણિમ સવારની.

X
latest article by jayprakash chauksey

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી