પરદે કે પીછે / ‘હું તને પ્રેમ કરું છું’

'I love you'

Divyabhaskar.com

Feb 14, 2020, 07:52 AM IST
આનંદ એલ. રાયની ફિલ્મ ‘હેપ્પી ભાગ જાયેગી’ના એક દ્રશ્યમાં એવો સંવાદ છે કે, મધુબાલાને એક યુવાન પ્રેમ કરે છે અને તેના પિતા પણ મધુબાલાને પ્રેમ કરતા રહ્યા છે, પરંતુ સવાલ એ છે કે, મધુબાલા કોને પ્રેમ કરતી હતી? મધુબાલાને પ્રેમ કરનારા લોકોનું લિસ્ટ લાંબુ છે - નાગરિકોના રજિસ્ટરની જેમ. મધુબાલાને દિલીપ કુમારથી પ્રેમ હતો અને મધુબાલાના લાલચુ પિતા અતાઉલ્લાહ ખાન પણ આ હકીકત જાણતા હતા. ખાન સાહેબે દિલીપ કુમારને જણાવ્યું કે, તેઓ એક શરતે આ નિકાહની મંજૂરી આપી શકે છે કે, લગ્ન પછી તેઓ બંને માત્ર અતાઉલ્લાહ ખાન દ્વારા બનતી ફિલ્મોમાં જ અભિનય કરશે. દિલીપ કુમાર પોતાના કામમાં સોદો કરી શકે એમ ન હતા. તેમના પિતા પણ તેમના અભિનયથી નારાજ હતા. એક દિવસ પિતા પોતાના પુત્ર દિલીપ કુમારને ગાંધીજી સાથે મૌલાના અબ્દુલ કલામ આઝાદ સાથે મળવા લઈ ગયા અને વિનંતી કરી કે તેને ‘ભાંડગીરી’થી રોકે. તેઓ અભિનયને ‘ભાંડગીરી’ કહેતા હતા. આઝાદ સાહેબે દિલીપ કુમારને કહ્યું કે, જે કોઈ કામ કરો તેને ઈબાદતની જેમ કરજો. મૌલાના સાહેબથી વચનબદ્ધ દિલીપ કુમાર અતાઉલ્લાહ ખાનની વાત કેવી રીતે માનતા.
દિલીપ સાહેબ કાનના કાચા હતા. તેમને પ્રેમનાથે એવું કહ્યું કે મધુબાલા તેને પ્રેમ કરે છે. શંકાની સારવાર તો હકીમ લુકમાન અલી પાસે પણ ન હતી. આ પ્રેમ કહાણી ન બની શકી. મધુબાલા દિલીપ કુમારને ભૂલી ગઈ. ‘અરેબિયન નાઈટ્સ’ નામના પોતાના બંગલામાં દિલીપ કુમારે એક નાનકડું થિયેટર બનાવ્યું હતું. મધુબાલા હંમેશાં મુગલ-એ-આઝમમાં અનારકલી અને સલીમના પ્રેમ દ્રશ્યવાળી રિલ જોતી હતી. દિલીપ કુમાર ગંભીર ભૂમિકા કરતા હતા અને તેઓ પોતાના જીવનમાં હંમેશા મૌન રહેવાનું જ પસંદ કરતા હતા. જીવનમાં કેરમ બોર્ડમાં દિલીપિયા ગંભીરતાની રીલથી અથડાઇને ક્વીન મધુબાલા કિશોર કુમારની પોકેટમાં જઈને પડી. છેલ્લા અનેક વર્ષોથી દિલીપ કુમાર પોતાની યાદશક્તિ ગુમાવી ચૂક્યા છે. આ સ્થિતિમાં શક્ય છે કે, કોઈ દિવસ તેઓ પોતાની બેગમ સાયરા બાનોને મધુબાલા કહીને પોકારે. ઉલ્લેખનીય છે કે મધુબાલાનો જન્મ 14 ફેબ્રુઆરી 1933માં થયો હતો.
રાજ કપૂર અને નરગિસની પ્રેમ કહાણી ‘બરસાત’થી શરૂ થઈ હતી. ‘બરસાત’ના એક દ્રશ્યમાં રાજ કપૂરના એક ખભામાં વાયોલિન તો બીજા ખભે નરગિસ છે. જાણે કે સંગીત અને સૌન્દર્યથી તેમનું જીવન રોશન છે. આ દ્રશ્યનું સ્થિર ચિત્ર તેમની ફિલ્મોની ઓળખ બની ગયું. આર. કે. સ્ટૂડિયોની તે ઓળખ બની ગયું હતું. થોડા સમય પહેલા જ આર. કે. સ્ટૂડિયો વેચાઈ ચૂક્યો છે. એવા સમાચાર છે કે, એ સ્થાને કેટલીક બહુમાળી ઈમારતો બની રહી છે અને આ ઈમારતો પર પણ આર. કે.નું ઓળખ ચિન્હ બનાવવામાં આવ્યું છે. ફિલ્મમય ભારતમાં આવું શક્ય છે. રાજ કપૂર અને નરગિસે 9 વર્ષના ગાળામાં 17 ફિલ્મોમાં અભિનય કર્યો છે. તેમની લવ સ્ટોરી દશેય દિશાઓમાં ગૂંજતી હતી. અશોક કુમાર અને નલિની જયવંતે કેટલીક લવ સ્ટોરીમાં અભિનય કર્યો હતો. અશોક કુમાર પરિણીત વ્યક્તિ હતા. નલિની જયવંત અને અશોક કુમાર બંને ચેમ્બુરમાં રહેતા હતા. અભિનય છોડ્યા પછી ઘણી વખત નલિની જયવંત અશોક કુમારના ચોકીદાર પાસેથી અશોક કુમારના ખબર-અંતર પૂછતા રહેતા હતા અને ક્યારેક ટિફિન પણ આપી આવતા હતા. ડાઈનિંગ ટેબલ પર વ્યંજન જોઈને અશોક કુમાર જાણી જતા હતા કે કયું પકવાન નલિની જયવંતના ઘરેથી આવ્યું છે. ભોજન માત્ર મસાલાથી નથી બનાવવામાં આવતું. તેમાં શરીરની ગંધનો વઘાર પણ હોય છે, નલિની જયવંતના ફેન્સમાં હાસ્ય કલાકાર રાધાકૃષ્ણ પણ સામેલ હતા. રાધાકૃષ્ણે આપઘાત કર્યો પરંતુ એ વિશ્વાસથી નથી કહી શકાતું કે કારણ નલિની જયવંત જ હતાં. તેમની બનાવેલી એક ફિલ્મમાં ખૂબ નુકસાન થયું હતું.
નૌકાદળના અધિકારીની પુત્રી કલ્પના કાર્તિકે દેવ આનંદ સાથે કેટલીક ફિલ્મોમાં અભિનય કર્યો હતો. દેવ આનંદને એવો ભ્રમ થયો કે તેમના મોટાભાઈ ચેતન આનંદ પણ કલ્પના તરફ આકર્ષિત છે. તેમણે સ્ટૂડિયોમાં જ પંડિત બોલાવીને લંચ બ્રેકમાં કલ્પના સાથે લગ્ન કરી લીધા હતા. એવું શક્ય છે કે, એ પંડિત સાચો પંડિત ન હતો પરંતુ ફિલ્મોમાં પંડિતની ભૂમિકા ભજવતો હતો. દેવ આનંદ હંમેશાં ઉતાવળમાં રહેતા હતા. પટકથા લખાયેલા કાગળની શાહી સુકાય તે પહેલાં જ તેઓ સેટ લગાવી દેતા હતા. સેટ પર શૂટિંગ પૂરું કરતાં પહેલા તેને સંપાદિત કરીને ફિલ્મ પ્રદર્શિત કરી દેતા હતા. પ્રદર્શિત ફિલ્મનું પરિણામ આવતા પહેલા જ નવી ફિલ્મમાં જોતરાઈ જતા હતા. ઉલ્લેખની છે કે કલ્પના કાર્તિક બાન્દ્રા ખાતેના ચર્ચમાં પ્રાર્થના કરવા દરરોજ આવતી હતી. એ પ્રાર્થના હતી કે પ્રાયશ્ચિત એ કોઈ નથી કહી શકતું.
બોની કપૂર પોતાની મોટા બજેટની ફિલ્મ ‘મિસ્ટર ઈન્ડિયા’માં ટોચની અભિનેત્રી શ્રીદેવીને કરારબદ્ધ કરવા ઈચ્છતા હતા. ચેન્નઈ જઈને તેમણે શ્રીદેવીની માતાનો સંપર્ક કર્યો અને કહ્યું કે તેઓ પટકથા સાંભળી લે. તેમને રાહ જોવાનું કહેવામાં આવ્યું હતું. દરરોજ રાત્રે બોની કપૂર શ્રીદેવીના બંગલાના ચક્કર કાપતા હતા. એવું પણ શક્ય છે કે, એ સમયે શ્રીદેવી પણ ઊંઘ ન આવવાના કારણે ઘરમાં આંટા મારતી હોય. શક્ય છે કે, આકાશમાં ફરતા કોઈ યક્ષે તથાસ્તુ કહીને આ જોડીને આશીર્વાદ આપ્યો હોય. વર્તમાનમાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટની લવ સ્ટોરી ચર્ચામાં છે. એવા સમાચાર છે કે નીતૂ કપૂરે પણ આ સંબંધને પસંદ કર્યો છે. રિશી કપૂરના સંપૂર્ણ સાજા થઈ ગયા પછી શહેનાઈ વાગશે. એવું પણ શક્ય છે કે, અયાન મુખરજીની ફિલ્મ ‘બ્રહ્માસ્ત્ર’ની રજૂઆતના સમયે લગ્ન થઈ જાય. ફિલ્મ ઉદ્યોગમાં કલાકારો એક-બીજા સાથે લાંબો સમય પસાર કરે છે. આઉટડોર શૂટિંગ પણ વિદેશોમાં થાય છે. આથી કલાકારમાં પ્રેમ સંબંધ અન્ય ક્ષેત્રોની સરખામણીમાં ઝડપથી બંધાઈ જાય છે.
X
'I love you'

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી