પરદે કે પીછે / માનવીની જીવવાની ઈચ્છા અને મૃત્યુનો ભય

Humans desire to live and fear death

જયપ્રકાશ ચોક્સે

Mar 20, 2020, 07:46 AM IST
રાજકુમાર હિરાનીની ફિલ્મ ‘3 ઈડિયટ્સ’માં આઈઆઈટીનો ડીન શિસ્તપ્રિય વ્યક્તિ છે અને તેને એવો ભ્રમ છે કે કંઈક નવું કરવું પરીક્ષામાં સારા માર્ક લાવવા કરતાં વધુ જરૂરી નથી. વિદ્યાર્થી માત્ર ગોખી લે છે અને આ રીતે પરીક્ષા માત્ર યાદશક્તીની બની જાય છે, નહીં કે જ્ઞાનની. ફિલ્મના હીરોને આ બાબત સામે વાંધો છે. તે અને તેના મિત્રો આંતરિક વાતચીતમાં ડીનને ‘વાઈરસ’ કહીને સંબોધિત કરે છે. ભારતીય સિનેમામાં ‘વાઈરસ’ શબ્દનો પ્રથમ વખત ઉપયોગ થયો હતો. કોરોનાવાઈરસે આપણને જીવનને જોવાનો એક નવો દૃષ્ટિકોણ આપ્યો છે. હવે આપણે વિચારવા લાગ્યા છીએ કે, જીવનનો હેતુ શું છે, આપણાં પોતાના અસ્તિત્વનો શો અર્થ છે. આ દાર્શનિકતા આપણા સ્વયંસ્ફૂર્ત વિચાર નથી, પરંતુ આપણી મજબૂરી છે.
કમ્પ્યૂટરમાં પણ વાઈરસ પ્રવેશી જાય છે અને કમ્પ્યૂટરને વાઈરસ મુક્ત કરવાની કેટલીક રીતો છે. કમ્પ્યૂટરમાં વાઈરસ સામે લડવાની તાકત પણ ઉમેરી શકાય છે. રમતગમતના ક્ષેત્રમાં પણ વાઈરસ હોય છે. તે પોતાનું શ્રેષ્ઠ આપી શકતો નથી. તાજેતરમાં જ ન્યૂઝીલેન્ડ-ભારત ક્રિકેટ સીરીઝમાં આપણો પરાજય રણનીતિ બનાવવાના ક્ષેત્રમાં જ થયો છે. આપણાં શ્રેષ્ઠ બોલરો અને બેટ્સમેનો પોતાની શ્રેષ્ઠ પ્રદર્શન કરી શક્યા નહીં. મેડિકલ ક્ષેત્રમાં વાઈરસ પર જાગૃતિ અંગ્રેજીના કવિ પી.બી.એસ શૈલીના મૃત્યુ પછી આવી, પરંતુ તેનો અર્થ એ નથી કે કવિનું મૃત્યુ કોઈ બીમારીના કારણે થયું હતું. કવિ હોવું અત્યંત જોખમભરી વાત છે. પીબીએસ શૈલીની કવિતાઓ ‘સ્કાઈલાર્ક’, ‘વેસ્ટ વિન્ડ’, ‘પ્રોમેથિયસ અનબાઉન્ડ’ વગેરે અત્યંત લોકપ્રિય છે. તેમની કવિતા ‘ઓજીમંડિઆસ’નો આશય એવો છે કે, સૃષ્ટિમાં સૌથી મોટો કર્તા મનુષ્ય છે. આ વિચાર ‘અહમ બ્રહ્માસ્મિ’ નામની ટેવથી પ્રેરિત છે. મનુષ્ય સૃષ્ટિનો કેન્દ્ર અને કર્તા છે. કીટાણુઓ સાથે લડી શકાય છે, કેમ કે તે દેખાય છે. વાઈરસ ઓછેવત્તે અંશે ‘મિસ્ટર ઈન્ડિયા’ જેવો છે. દિખાઈ ન દેનારા શત્રુ સામે લડવું અત્યંત અઘરી બાબત છે. શરીરની બીમારી સામે લડવાની ક્ષમતા ઘટી જાય છે. આપણી સામુહિક વિચારધારમાં વાઈરસે પ્રવેશ કરી લીધો છે.
ઝેર ભરેલી રાજકીય વિચારધારાના કારણે આપણે અંધકારયુગમાં પહોંચી ગયા છીએ. આંધળા લોકોમાં કાણો રાજા હોય છે. તેના અંધત્વથી વધુ ભયાવહ તેનું બહેરા હોવું છે. કોઈ તકલીફ તેના બહેરા કાને સંભળાતી નથી. સંકુચિતતા આપણી જીનેટિક બીમારી રહી છે. વૈચારિક ઉદારતા આપણી સામુહિક મૃગતૃષ્ણા રહી છે. આજે તો હરિયાળી પણ શંકાસ્પદ દેખાઈ રહી છે.
બિસ્મિલના અનુસાર જીને કી તમન્ના હમારે દિલ મેં હૈ’. જીવનની જેમ જ મરવાની ઈચ્છા પણ આપણાં અવચેતનમાં ફરતી રહે છે. ડેથ વિશ નામની ફિલ્મ શ્રૃંખલા પણ બની ચૂકી છે. એક ફિલ્મમાં રજુ કરાયું છે કે, મનુષ્ય મૃત્યુને પણ વિનંતી કરે છે કે, તેને એક સપ્તાહની મોહલત આપી દે, કેટલાક અધુરા કામ કરવાના છે. સંભવત: એ દિવસે મૃત્યુ દયા દેખાડવા માગતી હતી. મૃત્યુના મૂડી હોવાના કારણે વ્યક્તિને એક સપ્તાહની મોહલત મળી જાય છે. એ વ્યક્તિ સંપૂર્ણ તાકાત સાથે પોતાના અધુરા કામ પૂરા કરવા લાગી જાય છે. તેનો ઉત્સાહ, જુસ્સો અને ભલમનસાઈ જોઈને મૃત્યુ પોતાનો વિચાર બદલી નાખે છે. પાછા ફરી રહેલા મૃત્યુનો પગરવ તેને સંભળાઈ જાય છે અને તે ફરીથી પોતાની જુની મોજ-મસ્તીમાં આવી જાય છે. મનુષ્ય નહીં બદલાઈને પણ બદલાયા હોવાનો ભ્રમ રચવામાં હોંશિયાર છે.
તાજા સમાચાર એવા છે કે, ઈટાલીમાં એક દિવસમાં 500 વ્યક્તિ કોરોનાનો ભોગ બન્યા છે. કલ્પના કરો કે કબ્રસ્તાનમાં પણ કેવી અછત સર્જાઈ હશે? શું કબ્રસ્તાન માટે વધારાની જમીનની ફાળવણી થશે અને કોરોનાનો કેર સમાપ્ત થાય ત્યાર પછી એ ફાળવાયેલી જમીન પર ફાઈવસ્ટાર હોટલ ખોલવામાં આવશે કે સિનેમાઘર બનાવાશે.
X
Humans desire to live and fear death

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી