પરદે કે પીછે / અંધ વ્યવસ્થામાં આબાદીનો હાઉ

How to live in the blind system

Divyabhaskar.com

Jul 12, 2019, 07:44 AM IST

અડિયાર જુલાઈ વિશ્વ વસ્તી દિવસ તરીકે ઉજવવામાં આવે છે. ત્રીસ વર્ષ પહેલા વિશ્વની આબાદી 500 કરોડને પર કરી ગઈ ત્યારે આબાદીને નિયંત્રિત કરવાના ઉદ્દેશ્યથી વસ્તી દિવસ મનાવવાનો નિર્ણય લેવાયો હતો. કેરળના કેસી જકારિયાની સલાહ પર યુનાઇટેડ નેશનસદ્વારા વસ્તી દિવસ મનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો. આબાદી વધવાનો શ્રેય ફિઝિયોલોજી ને જાય છે. જાનલેવા બીમારીઓની દવા શોધી લેવાઈ. કહી શકાય કે, કુનેન, પેનિસિલિન અને એનેસ્થેસિયા સૌથી મહત્વપૂર્ણ શોધ રહી છે. વૃદ્ધ થઇ રહેલી પૃથ્વી પર જનતાની ત્વચા અને વાળના રંગમાં પણ ભારે પરિવર્તન થઇ રહ્યું છે.

અમેરિકા આજે પણ રંગભેદના પૂર્વગ્રહથી મુક્ત થયું નથી. આ જ રીતે સુવર્ણ વાળ વાળી મહિલાઓને વિશેષ માનવામાં આવતી હતી અને હોલિવૂડમાં ફિલ્મ પણ બની હતી 'જેન્ટલમેન પ્રિફર બ્લોન્ડ'. શશી કપૂરના દીકરા કરણ કપૂરના વાળ સુવર્ણ છે અને તે માત્ર બે જ ફિલ્મોમાં કામ કર્યા બાદ લંડનમાં સ્થાયી થઇ ગયા જ્યાં તેઓ એક અખબાર માટે ફોટોગ્રાફી કરતા હતા. એકવાર તેમને મધ્યપ્રદેશમાં રાજમાતા વિજયા રાજેની તસવીર લેવા માટે મોકલવામાં આવ્યા હતા. આજકાલ તેઓ અમેરિકામાં સ્થાયી થયા છે અને વોશિંગટન પોસ્ટ માટે તસવીરો ખેંચે છે. કપૂર કેમેરાની સામે કે પાછળ સક્રિય હોય છે. ફિલોસોફર બર્ગર્સને કહ્યું હતું કે, મનુષ્ય મન પણ કેમેરાની જેમ જ સંચાલિત થાય છે. મનુષ્યની આંખો કેમેરા લેન્સની જેમ કામ કરે છે અને તેના દ્વારા લેવાયેલી તસવીરો માનવ મગજમાં સ્મૃતિપટ પર સ્ટોર થાય છે, જેને કોઈ વિચાર વિડીયોમાં ફેરવી આપે છે. અત્યારે સુવર્ણ વાળ ધરાવતા લોકોની સંખ્યા ઘટી રહી છે.

કેટલાંક વર્ષો પૂર્વે એક ટીવી સિરિયલનું મુખ્ય પાત્ર એક કાળી ત્વચા ધરાવનાર છોકરી હતું, જેના ગુણોથી પ્રભાવિત થઈને એક પૈસાદાર પરિવારનો મોટો દીકરો તેના પ્રેમમાં પડે છે. ક્લાઈમેક્સમાં બતાવવામાં આવે છે કે, તે ગરીબ છોકરી ખૂબ જ ગોરી હતી જેના કારણે લોકોની ખરાબ નજર હંમેશા તેની ઉપર રહેતી હતી. તેનાતી બચવા માટે તે ઘરની બહાર નીકળતા પહેલા પોતાના ચહેરા પર પેઇન્ટ કરતી હતી. આ રીતે કાળી ત્વચા તેનુંય રક્ષા કવચ બની ગઈ. પુરુષ લંપટતા ઘણો ત્રાસ કરે છે. કાળા કે શ્યાં વર્ણન પુરુષ ગોરી ત્વચા વળી છોકરી સાથે લગ્ન કરવા ચાહે છે જેથી તેની આગામી પેઢી ગોરી જન્મે. ફિલોસોફર નિરદ ચૌધરીનું વખય છે કે, ભારતીય જનતા ને મેલા,તમાશા, નદીઓ અને ગોરા રંગનો ખૂબ મોહ છે.

આપણા પુરાણોમાં સંતુલન સાધવાનો પ્રયત્ન કરાયો છે કે રામ ગોરા વર્ણના છે તો કૃષ્ણ શ્યામ છે. જૂઆતે ઉંમરની ભઠ્ઠીમાં તપીને મનુષ્ય સોનાની જેમ નિખરે છે ત્યારે તેના વાલોમાં ચાંદી આવી જાય છે. કહેવત છે કે, વાળ તડકામાં ધોળા નથી થયા પણ, શરીરનો મોટો ભાગ ઢંકાયેલો રહે છે, જેમાં કાળા વાળ હોય છે. જો કે, તડકાને વાળના રંગ સાથે કોઈ નિસ્બત નથી. આ વિરોધાભાસ ઉલ્લેખનીય છે કે, ગોરા લોકો પોતાનો રંગ તામ્ર વર્ણ કરવા ઈચ્છે છે એટલે જ તો ગોવાના બીચ પર વિદેશી માનુનીઓ તડકામાં શેકાતી દેખાય છે એટલે કે, અમુદ્રમાં માછલીઓ કરતા વધારે વિદેશી મહિલાઓ તડકામાં ત્વચા પાકી કરવાનો પ્રયત્ન કરે છે. હકીકતે, સૂર્યના કિરણોથી મનુષ્યને શક્તિ મળે છે. સૂર્ય કિરણોમાં સૌથી વધુ વિટામિન ડી છે. 'ડૉક્ટર' સૂર્યના કારણે જ મોટાભાગના બેક્ટેરિયા મરી જાય છે.

એક ફિલ્મમાં મહેમૂદ પર શંકર-જયકિશન પર ગીત ફિલ્માવાયું હતું, 'કાલે હૈ તો ક્યા હુઆ દિલવાલે હૈ'. એક ગોરી ત્વચા વળી છોકરીને સંબોધીને પંકજ ઉધાસે એક ગઝલ ગાઈ હતી, 'ચાંદી જૈસા રંગ હૈ તેરા, સોને જૈસે બાલ, એક તું હી ધનવાન હૈ ગોરી, બાકી સબ કંગાલ'. આપણા મોટાભાગના સ્ટાર ટકલા છે, તેમણે વિદેશમાં જઈને વાળના પ્રત્યારોપણ કરાવ્યું છે. એક લાંબી બાજી રમનાર સ્ટાર, જે અગણિત બીમારીઓ બાદ આજે પણ સક્રિય છે, 1992થી વિગ પહેરી રહ્યા છે, જેની સાચવણીમાં ખૂબ સાવધાની રખાય છે. તેમણે અડધો ડઝન વિગ બનાવીને રાખી છે. વિગ અને ચોકઠાનું ખાસ ધ્યાન રાખવું પડે છે. આ જ રીતે પોતાના વ્યક્તિત્વમાં જે 'હાથીની જેમ ખાવાના અલગ અને દેખાડવાના અલગ'ની થિયરી છે તેનાથી બચવા પણ સાવધાની વર્તવી જોઈએ.

મહાન અમેરિકન ગાયક પોલ રોબસન અશ્વેત નાગરિક હતો. આપણી પોતાની રાષ્ટ્રીય ગાયિકા લતા મંગેશકર ગરિમામય વ્યક્તિત્વના મલિક છે પણ, એ રીતે તેમને સુંદર ના કહી શકાય. ત્વચાના રંગનો માધુર્ય સાથે શું સંબંધ? આ સૃષ્ટિનું સંતુલન છે. એક સમયે રાજ કપૂર લતાને લઈને 'સત્યમ શિવમ સુન્દરમ' બનાવવા ઇચ્છતા હતા. જો રાજ કપૂર પોતે હીરોનું પાત્ર ભજવતા હોત તો શક્ય છે કે, લતા મંગેશકર અભિનય માટે રાજી થઇ જાત પણ જદ્દનબાઈ જેવી મહાન ગાયિકાની પુત્રી નરગિસ તો પાર્શ્વગાયન કરી શકતી ન હતી.

જનસંખ્યા સીમિત કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. પૃથ્વી એટલી વિશાળ છે કે, વધી રહેલી વસ્તીને રોટી, કપડાં અને મકાન તો આપી શકે છે પણ અસમાનતા આધારિત વ્યવસ્થા આમ થવા દેવા ઇચ્છતી નથી. હજારો એકડ વેરાન જમીનને ફળદ્રુપ બનાવી શકાય એમ છે. સંપૂર્ણ આબાદી પૃથ્વીની માત્ર દસ ટકા જમીન પર વસેલી છે. જેને વિભાજીત કરીને ફેલાવવાનો પ્રયત્ન કરાઈ રહ્યો નથી. હંમેશા આપણે માત્ર લાક્ષણિક ઈલાજ કરીએ છીએ. ક્યાંક એમ ના બને કે ના જન્મેલા શિશુઓ પોતાની સમાંતર દુનિયા બનાવી લે?

X
How to live in the blind system
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી