પરદે કે પીછે / ઇતિહાસ પ્રેરિત ફિલ્મી કલ્પનાઓ

History inspired film fantasies

જયપ્રકાશ ચોક્સે

Jan 11, 2020, 07:55 AM IST
અજય દેવગણની ઇતિહાસ પ્રેરિત ફિલ્મ 'તાન્હાજી' રિલીઝ થઇ છે. પહેલી ઇતિહાસ પ્રેરિત ફિલ્મ શાંતારામની 'ઉદયકાલ' ગત સદીના ત્રીજા દાયકામાં બની હતી. ઇતિહાસ પ્રેરિત 'મુગલ-એ-આઝમ' આ પ્રકારની ફિલ્મોમાં સૌથી સફળ અને બહુચર્ચિત રહી છે. આશુતોષ ગોવારિકરની હ્રિતિક રોશન અને ઐશ્વર્યા રે અભિનીત 'જોધા-અકબર' ને આપણે 'મુગલ-એ-આઝમ'ની પ્રિક્વલ માની શકીએ છીએ. અકબરના લગ્ન બાદ તેમના પુત્ર સલિમનાં વિદ્રોહની કથા આવે છે. મોગલ ઇતિહાસમાં અનારકલીનો કોઈ ઉલ્લેખ નથી. આ પાત્રને ઇતિહાસકારો કાલ્પનિક મને છે પણ લાહોરમાં એક અનારકલી બજાર છે. ઉલ્લેખનીય છે કે, સંકેતો સ્પષ્ટ છે કે, અનારકલીનું અસ્તિત્વ હતું. મનુષ્ય ઇતિહાસમાં પરાજય પામનારની દીકરી સાથે વિજયી થનાર વિવાહ કરે છે.
રાજકુમાર સંતોષીની ફિલ્મ 'લજ્જા'ના એક દ્રશ્યમાં અનિલ કપૂર અભિનીત પાત્ર કહે છે કે, સમારોહમાં હાજર જાનૈયાઓ અને દીકરી પક્ષ વાળાને સરળતાથી ઓળખી શકાય છે. તેમના શરીરની લઢણ જ બધું અભિવ્યક્ત કરી દે છે. શાસક પોતાના દરબારી પાસે ઇતિહાસ લખાવે છે. વિજેતા અને પરાજિત પોત-પોતાની સગવડ મુજબ ઘટનાનું વિવરણ લખે છે. યુદ્ધમાં લડનાર અને લોહીલુહાણ થનારા સામાન્ય સૈનિકોની દ્રષ્ટિએ ઇતિહાસ લખવો જોઈએ. દરેક યુદ્ધ બાદ જનતા મોંઘવારીના ઉંબરે ઉભી રહી જાય છે. ઘટનાને વર્ણવવાની બજારની પોતાની રીત છે.
જરૂરી વસ્તુઓનો અભાવ અને મોંઘવારી યુદ્ધના એ પરિણામો છે જે સામાન્ય માણસ સહન કરે છે. નવરા બેઠેલા ગપ્પા હાંકનાર ઇતિહાસમાં મસાલો ભભરાવે છે. ઇતિહાસને ગરીમામંડિત કરતા તેને રોમૅન્ટિસાઈઝ કરવામાં આવે છે. તટસ્થતાથી ક્યારેય ઇતિહાસ લખાયો નથી. જેમ કે, ભારતમાં અકબર નાયક છે તો પાકિસ્તાનમાં ઔરંગઝેબ નાયક છે. માયથોલોજીને પણ ઇતિહાસનો સ્ત્રોત બનાવવામાં આવે છે. વણલખાયેલા ઇતિહાસમાંથી જન્મે છે લોક વાયિકાઓ અને લોક ગીત. કેટલાક ઇતિહાસકારો લોકવાયિકાઓથી પ્રેરિત થઈને ઘટનાનું વર્ણન પ્રસ્તુત કરે છે.
ઐતિહાસિક ઇમારતોના નિર્માણની ગાથામાં ક્યારેય એ અનામ મજૂરોનો ઉલ્લેખ નથી થતો, જેની પાસે એ ઇમારત બનાવડાવામાં આવી હતી. રક્તથી લખાયેલો ઇતિહાસ ઉપલબ્ધ છે. માનો કે, જનતાના પરસેવાથી કશું લખાયું જ નથી. બાદલ સરકારન નાટક 'બાકી ઇતિહાસ'માં એક જ ઘટનાના ઘણા કાલ્પનિક વર્ણનોની પોળ ખોલવામાં આવી છે. હકીકતે, બધા જ વર્ણનો આધિ હકીકત, અડધી કલ્પના હોય છે. ઇતિહાસ જૂનો દારૂ છે, જેને નવી બોટલોમાં ભરીને નવું લેબલ ચિપકાવીને વારંવાર વેચવામાં આવે છે. વેચનારને શા માટે ગુનેગાર સમજવો જયારે ખરીદનાર જ દોશી છે.
આ વાતને ઇતિહાસવિદ્દ આર્નોલ્ડ ટૉયનબી આમ વર્ણવે છે કે ,બોટલ અને લેબલ જૂના છે, દારૂ નવો છે. આજકાલ પ્રચારિત દેશપ્રેમ આર્નોલ્ડ ટૉયનબીની વાતની જેમ પ્રસ્તુત કરાયો છે. આજે દિવસેને ડીબ્સએ જીવન પણ એક સંગ્રામ જેવું થઇ રહ્યું છે, સામાન્ય માણસ પાસે કોઈ બખ્તર કે ઢાળ પણ નથી. ઈચ્છા શક્તિ જ તેનું કવચ છે. જાણે ક્યારે કોઈ સાધુનો વેશ ધારણ કરીને આપણી પાસેથી એ કવચ દાનમાં માંગી લે. જનતા દાનવીર છે અને વ્યવસ્થા સાધુ વેશ ધારણ કરનાર ભિક્ષુક જેવી છે. ભૂગોળ પણ ઇતિહાસની છેડછાડથી બદલાઈ જાય છે. 'તાન્હાજી' શિવાજી મહારાજના જમણા હાથ જેવા હતા.
આ ફિલ્મમાં તેમની પત્ની કાજોલે પણ અભિનય કર્યો છે. ફિલ્મી વ્યવસાયમાં મૂડીની રક્ષા રાજ્યની રક્ષાની જેમ જ સમસ્ત શક્તિથી કરાય છે. શોભના સમર્થની પુત્રી તનૂજાની દીકરી છે કાજોલ. શોભના સમર્થ ફિલ્મ ઉદ્યોગમાં પહેલી આધુનિકા રહી છે. તનુજા પણ ખૂબ બિન્દાસ્ત હતી. નૂતન આ પરિવારની શ્રેષ્ઠ કલાકાર રહી છે. અનીસ બઝમીની મનોરંજક ફિલ્મ 'પ્યાર તો હોના હી થા'માં અજય અને કાજોલે અભિનય કર્યો હતો. અજય અને કાજોલ માટે આ ફિલ્મનું ટાઇટલ સત્ય ઠર્યું. જૂના સમયમાં કિલ્લા પર જાડો રસ્સો ફેંકીને ચડાઈ કરવામાં આવતી હતી પણ, આ જ પ્રકારનો એક જીવ પણ પોતાની પકડ માટે જાણીતો છે. કિલ્લા પર ફતેહ બાદ તે રસ્સાના છેડાને અંગારાનો સ્પર્શ કરાવીને તેને તેના સ્થાનેથી હટાવવામાં આવતું. જનતાએ પણ એ રસ્સાની જેમ જીવનને પકડી રાખ્યું છે.
X
History inspired film fantasies

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી