તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણીનો વધુ વપરાશ અને હિન્દી ફિલ્મો 'નીચા નગર, 'દો બૂંદ પાની'

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

'કૌન બનેગા કરોડપતિ'ના એક એપિસોડમાં એવો ખુલાસો થયો કે ભારત પાણીની અછત અને વેડફાટના મામલે અગ્રણી દેશ છે. ધરતીની નીચે જળ મળવાનું સ્તર ઘટૂ રહ્યું છે. આ વર્ષે તમામ સ્થળે સરેરાશ કરતા વધુ વરસાદ થયો હોવા છતાં પાણીના હાર્વેસ્ટિંગ અંગે અજાણ હોવાને કારણે આપણે પાણીનું સંચય નથી કરી શક્યા. ઇન્દોરમાં વિભાવરી નામની સંસ્થા આ કામ કરી રહી છે. ઘરોમાં પાણીના નળ બંધ કર્યા પછી પણ તેમાંથી પાણી ટપકતું રહે છે અને ટીપા-ટીપા પાણીનો અર્થ આપણે સમજતા નથી. વર્ષો પહેલાં એક વિચારકે આ શંકા વિયક્ત કરી હતી કે ત્રીજુ વિશ્વયુદ્ધ કદાચ પાણી માટે લડાશે. પાણીની જરૂરિયાત ગ્રામીણ ક્ષેત્રમાં વધુ છે પરંતુ મહાનગરોને પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે. મહાનગરોમાં સંપન્ન વ્યક્તિઓ રહે છે અને મોટાભાગના કોર્પોરેટના વડામથકો પણ મહાનગરોમાં છે. દેશની બેન્કથી જે ધન નીકળે છે, તે આડી અવળી શેરીઓમાંથી થઇ મહાનગરોમાં પહોંચે છે.    છેલ્લા એક દાયકાથી શેખર કપૂર 'પાની' નામની ફિલ્મ બનાવવા માટે રોકાણકારોને મળી રહ્યા છે. પરંતુ તે પોતાની સ્ક્રિપ્ટ કોઇને સંભળાવતા નથી તેથી કોઇ નિર્માતા રોકાણ માટે આગળ નથી આવતા. ક્યારેક ક્યારેક તેઓ એક કે બે દૃશ્યો સંભળાવે છે. પરંતુ તેનો પરસ્પરનો કોઇ સંબંધ સાંભળનારને દેખાતો નથી. નોંધનીય છે કે શેખર કપૂર દેવઆનંદની બહેનના સુપુત્ર છે અને વ્યવસાયે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ છે. તેઓ લંડનની પોતાની નોકરી છોડી મુંબઇમાં શબાના આઝમીની સહાયતાથી 'માસૂમ' બનાવવામાં સફળ રહ્યા. એક અમેરિકી ફિલ્મથી પ્રેરિત આ ફિલ્મ વખાણાઇ અને રૂપિયામાં ચાર આનાનો નફો પણ કર્યો.    શબાના આઝમી અને જાવેદ અખ્તરે નિર્માતા બોની કપૂરને શેખર કપૂરની ભલામણ કરી અને તેમણે શ્રીદેવી -અનિલ કપૂર અભિનિત 'મિ. ઇન્ડિયા' બનાવી . આ ફિલ્મે બહુ કમાણી કરી ત્યાર બાદ શેખર કપૂરે કોઇ ફિલ્મ પુરી કરી નથી. એ પણ નોંધનીય છે કે શેખર કપૂરના મામા ચેતન આનંદે ફ્યોદોર દોસ્તોવસ્કીના 'લોઅર ડેપ્થ'થી પ્રેરિત થઇ ફિલ્મ 'નીચા નગર' બનાવી હતી. આ ફિલ્મના પ્રદર્શન માટે વિતરકો નહતા અને નિર્માતાએ ફિલ્મની પ્રિન્ટ પોતાના કપડાના ગોડાઉનમાં ફેંકાવી દીધી હતી. કોઇ ઓળખીતાની ભલામણથી પંડિત જવાહરલાલ નેહરુએ ફિલ્મ જોઇ અને તેના પ્રદર્શનની જવાબદારી લીધી. પંડિત નેહરુએ ફિલ્મકાર એલેક્ઝાન્ડર કોરબાને ફલામણ કરી ફિલ્મની ઇંગ્લેન્ડમાં રિલીઝ શક્ય બનાવી. આ વિષયની સંપૂર્ણ માહિતી અને નેહરુ તેમજ ચેતન આનંદ વચ્ચેના પત્રવ્યવહારની બધી વિગત ઉમા આનંદના પુસ્તક 'ધ પોએટિક્સ ઓફ ચેતન આનંદ ફિલ્મ્સ'માં ઉપલબ્ધ છે.   રાજસ્થાનમાં પાણીની સમસ્યા પર ખ્વાજા એહમદ અબ્બાસે સિમી ગ્રેવાલ અભિનિત ફિલ્મ ' દો બૂંદ પાની' બનાવી હતી. કહેવાય છે કે ચંદ્ર પર પાણી નથી. તેથી ત્યાં જીવન પણ સંભવ નથી. ચેતન આનંદની નીચા નગર પર્વત પર રહેતો ધનાઢ્ય શખસ નીચે વસતીમાં રહેતા લોકોને પાણી માટે તરસાવી દે છે. પાણીનો સંચય પર્વત પર એક વિરાટ ટેન્કમાં કરાયો છે. 'નીચા નગર'ની રિલીઝના દાયકાઓ પછી અમિતાભ બચ્ચન અભિનિત 'મિ. નટવરલાલ'માં પણ એજ પ્રકારનું જ દૃ્શ્ય છે. નોંધનીય છે કે સીમેન્ટના રોડના નિર્માણને કારણે વરસાદનું પાણી ધરતીની નીચે પહોંચી શકતું નથી. આ કહેવાતા વિકાસમાં જ વિનાશના બીજ રોપાઇ રહ્યા છે. સીમેન્ટના રોડની બંને બાજુ જળ એકત્રિત થઇ જમીનની નીચે પહોંચે આ સાધારણ વાતની પણ અવગણના થઇ. કૃષિપ્રધાન કહેવાતા ભારતમાં બહુ ઓછી જમીન પર ખેતી થઇ રહી છે. કૃષિ ક્ષેત્રનો વિસ્તાર કરવાથી અનાજની ઉપજ વધી શકે છે. ભૂખ એક સુનિયોજિત વ્યવસાયનો હિસ્સો છે. વોટર હાર્વેસ્ટિંગ માટે પ્રોત્સાહન અપાઇ રહ્યું છે. ઘરોથી મકાનનો ટેક્સ ઓછો લેવાય છે, જે ઘરોએ વરસાદનું પાણી સંચિત કરાય છે. જેમાં ઘરની છત પર ઢોળાવ આપી પાણી નીચે આવને છે, જેથી તે જમીનની નીચે જઇ શકે, તેના માટે સામાન્ય પ્રયાસ કરવો પડે છે. આ કોઇ સ્પેસ ટેક્નોલોજી નથી. આશુતોષ ગોવારિકરની ફિલ્મ 'સ્વદેશ'માં એક દૃશ્ય છે કે હોડી પર સવાર લોકો તરસ્યા છે, એટલે પાણી પાસે હોવા છતાં તરસ્યા છે. નોંધનીય છે કે ઇઝરાયેલે એ દેખાડી દીધું કે સમુદ્રનું પાણી પીવાલયક બનાવી શકાય છે. પરંતુ તે પ્રક્રિયા મોંઘી છે અને ગરીબ દેશ તેને અપનાવી શકતા નથી. કેટલા આશ્ચર્યની વાત છે કે પૃથ્વીના ત્રણ-ચતુર્થાંસ ભાગમાં સમુદ્ર છે અને માનવ વસાહત માટે મર્યાદિત વિસ્તાર છે. હવે વિજ્ઞાન દ્વ્રારા જ નવા પ્રકારના સુમુદ્રનું મંથન કરાઇ રહ્યું છે. અંધવિશ્વાસ અને કુરિવાજોના કારણે પણ પાણીનો વેડફાટ થાય છે. યાદ આવે છે મહાકવિ કબીરની પંક્તિઓ, 'પાની કેરા બિલબિલા, અસ માનસ જાત, દેખત હી બુઝ જાયેગા જ્યો તારા પ્રભાત'.

અન્ય સમાચારો પણ છે...