પરદે કે પીછે / ઓસ્કરથી આઇફા સુધી

From Oscars to Ifa

Divyabhaskar.com

Jan 02, 2020, 07:46 AM IST
મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથની પહેલથી આઇફા એવોર્ડ ઇન્દોરમાં યોજવામાં આવી રહ્યા છે. શક્યતા છે કે આ સમારોહ માર્ચમાં યોજાશે, તેમાં મુંબઈ ફિલ્મ ઉદ્યોગના સ્ટાર્સ સામેલ હશે. આ તમાશા પર થયેલા ખર્ચ તમાશાના ટેલિવિઝન પ્રસારણ અધિકારથી નીકળી જાય છે. આઇફા વિવિધ શહેરોમાં આ જલસો આયોજિત કરે છે. સંસ્થાએ વિદેશોમાં પણ આયોજન કર્યુ છે. એક ઇવેન્ટ મેનેજમેન્ટ કંપની બધુ કામ જુએ છે. તેમના અનુભવ અને અભ્યાસ આયોજનને સફળ બનાવે છે. સમારોહ એવો અહેસાસ કરાવે છે જાણે આકાશના તારા ધરતી પર ઉતરી આવ્યા છે.
હોલિવૂડમાં ઓસ્કર પુરસ્કાર સમારોહ વર્ષ 1928થી કરવામાં આવી રહ્યા છે. બીજા વિશ્વયુદ્ધના સમયે સમારોહ આયોજિત નહોતું કરવામાં આવ્યું. હિન્દુસ્તાનમાં ફિલ્મફેર પત્રિકાએ પુરસ્કાર સમારોહ આયોજિત કરવાનું શરૂ કર્યુ. તેને ફિલ્મ ઉદ્યોગનો વિશ્વાસ પણ પ્રાપ્ત થયો. પહેલા એક કમિટી વિજેતાઓનું સિલેક્શન કરતી હતી. પછી વાચકોના મતના આધાર પર નિર્ણય કરવામાં આવવા લાગ્યા. વર્ષ 1964માં લક્ષ્મીકાંત-પ્યારેલાલને ફિલ્મ 'દોસ્તી'ના સંગીત માટે પુરસ્કાર મળ્યો. તે વર્ષ શંકર-જયકિશનની 'સંગમ' પણ સ્પર્ધામાં સામેલ હતી.
થોડા વર્ષ પછી લક્ષ્મીકાંતે ખુલ્લમ ખુલ્લા સ્વીકાર કર્યુ કે તેમણે મતપત્ર મોકલવાનું કામ કેટલાક 'સેવકો'ની મદદથી કર્યુ હતું. આ રીતે પુરસ્કાર સમારોહની પહેલી ગડબડ સામે આવી. ઇરવિંગ વેલેસના ઉપન્યાસ 'પ્રાઇઝ'માં આ ઉજાગર કરવામાં આવ્યું કે નોબેલ પ્રાઇઝ સુદ્ધાંમાં ગડબડ કરવામાં આવે છે. દરેક પુરસ્કાર મેળવવા માટે નિષ્ણાતોની સેવા લેવામાં આવે છે. મારિયો પુજોના ઉપન્યાસ 'ગોડફાધર'માં સંગઠિત ગુનાના નેતા પોતાની પસંદના વ્યક્તિને ઓસ્કર અપાવવા માટે મુખ્ય અધિકારીના પ્રિય ઘોડાનું કપાયેલું માથું તેના બેડ પર રખાવી દે છે. ઓસ્કર મંચ પર સરકારનો વિરોધ પણ કરવામાં આવે છે. મહાન કલાકાર માર્લિન બ્રેંડોએ અમેરિકાના મૂળ નિવાસી રેડ ઇન્ડિયન્સ પર કરેલા અત્યાચારનો વિરોધ આ મંચથી કર્યો હતો. રેડ ઇન્ડિયન્સના કચડી નાખવાની દાસ્તાં ફિલ્મ 'હાઉ ધ વેસ્ટ વાજ વન'માં પ્રસ્તુત કરવામાં આવી હતી.
ગત કેટલાક વર્ષોમાં આ પ્રકારના સમારોહ અનેક સંસ્થાઓ કરી રહી છે. કલાકાર સમારોહના મંચ પર નાચવા-ગાવા માટે મોટી રકમ માંગે છે. સતત પાર્શ્વ ગાયન માટે પુરસ્કાર પ્રાપ્ત કરનારી લતા મંગેશકરે એનાઉન્સમેન્ટ કરી કે હવે તે પુરસ્કાર નહીં લે. તેમનો પાવન ઉદ્દેશ્ય એ હતો કે નવી પ્રતિભાઓને તક પ્રાપ્ત થાય. ઉલ્લેખનીય છે કે ટેનિસના મહાન ખેલાડી બોર્ગ (આખું નામ બિજોન બોર્ગ)એ આર્થિક મુશ્કેલીઓથી ઘેરાઇ જવા પર પોતાના જીતેલા મેડલ અને ટ્રોફી વેચી નાખી. દુર્દિન આવવા પર ભારત ભૂષણ નામના સ્ટાર્સે પણ પોતાની પુસ્તકોનો સંગ્રહ વેચી દીધો હતો. તાનાશાહ હિટલરે જનતાના ઘરમાંથી પુસ્તકો ભેગી કરીને તેને ખુલ્લમ ખુલ્લા બાળી નાખી હતી. તાનાશાહ નબળા હોય છે. તેને તલવારો કરતા વધુ ડર પુસ્તકોથી લાગે છે. થોડા સમય પહેલા દંગાખોરોએ પૂણેની એક લાઇબ્રેરીમાં આગ લગાવી દીધી હતી. દંગાખોર ધર્મના નારા લગાવતા આગચંપી કરી રહ્યા હતા અને એ પણ જાણતા હતા કે લાઇબ્રેરીમાં વેદ, ઉપનિષદ, રામાયણ, મહાભારતની કોપીઓ પણ હતી.
આ પ્રકારના સમારોહમાં સંચાલક કાયમ વ્યર્થની વાતો કરે છે. કેટલીક અશ્લીલ વાતો પણ કરવામાં આવે છે. ટેલિવિઝન પર પ્રસારિત કાર્યક્રમમાં પણ અશ્લીલતા પીરસવામાં આવે છે. કાર્યક્રમને અડધો ડઝન કેમેરાથી શૂટ કરવામાં આવે છે અને માસ્ટર કંસોલ પર બેઠેલી વ્યક્તિની પસંદગી કરે છે. જેમ કે, જ્યારે રણબીર કપૂરને મંચ પર આમંત્રિત કરે છે તો એક કેમેરો દીપિકા પાદુકોણના ચહેરા પર હોય છે. કેમેરાનો ઉપયોગ કરીને ઘાવ પર મીઠું છાંટવામાં આવે છે. આ અભદ્રતા પર તાળીઓ પણ વગાડવામાં આવે છે.
આમિર ખાનની ફિલ્મ 'સિક્રેટ સુપરસ્ટાર'માં પુરસ્કાર મંચથી નાબાલિગ હીરોઇન પોતાની માતાને આદરાંજલિ આપે છે અને કહે છે કે રિયલ સિક્રેટ સુપરસ્ટાર તો તેની માતા છે જેણે તેને જન્મ આપવા માટે લડાઈ લડી. પોતાના ઘર ખર્ચની રકમથી તેને ગિટાર ખરીદીને આપ્યું અને પોતાનો એકમાત્ર સોનાનો દાગીનો વેચીને તેના માટે કમ્પ્યૂટર ખરીદ્યું. ઉલ્લેખનીય છે કે આમિર ખાન કોઈ પુરસ્કાર સમારોહમાં સામેલ નથી થતો.
વર્ષ 1961માં દિલ્હીમાં યોજાયેલા સમારોહમાં ઋષિકેશ મુખરજીની 'અનુરાધા'ને શ્રેષ્ઠતમ ફિલ્મનો પુરસ્કાર મળ્યો અને રાજ કપૂરની 'જિસ દેશ મેં ગંગા બહતી હૈ'ને ઓછું પુરસ્કાર મળ્યું. રાજ કપૂરે મુખરજીને શુભકામનાઓ આપી તો તેમણે કહ્યું કે શ્રેષ્ઠ ફિલ્મનો ગોલ્ડ મેડલ રાજ કપૂર લઈ લે અને પોતાની ફિલ્મ દ્વારા કોઈ એક સિનેમાથી અર્જિત આવક તેમને આપી દે. સારાંશ એ છે કે આપણાં દેશમાં પુરસ્કાર જીતનારી ફિલ્મનો વ્યવસાય પુરસ્કારના કારણે નથી વધતો જ્યારે અમેરિકામાં ઓસ્કર જીતનારી ફિલ્મને ફરીથી રિલીઝ કરવામાં આવે છે અને તે ખૂબ રૂપિયા કમાય છે. આપણી જનતામાં શ્રેષ્ઠતા પ્રત્યે કોઈ ઉત્સાહ નથી. આ કાળખંડ પર ખોખલી ગહરાઇયાં નામની કવિતા અથવા ઉપન્યાસ લખી શકાય છે. જોકે, આઇફા અર્થાત ઇન્ટરનેશનલ ઇન્ડિયન ફિલ્મ અકાદમી. આ સંસ્થા દ્વારા ફિલ્મ પર કોઈ શોધ પ્રોત્સાહિત નથી કરવામાં આવતો.
X
From Oscars to Ifa
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી