પરદે કે પીછે / સંકીર્ણતાના સમયમાં સૈનિકોના જીવનથી પ્રેરિત ફિલ્મો

Films inspired by the lives of soldiers in times of crisis

જયપ્રકાશ ચોક્સે

Jan 20, 2020, 07:26 AM IST
થોડા વર્ષ અગાઉ રાહુલ બોઝ અભિનિત ફિલ્મ 'શૌર્યા' રીલીઝ થઈ હતી. ગયા અઠવાડિયે 'કોર્ટમાર્શલ' નામના નાટકનું એક ફિલ્મ સંસ્કરણ ટીવી પર પ્રદર્શિત કરાયું હતું. બંને રચનાઓમાં થોડી સમાનતા છે. જાતી-જ્ઞાતિએ આપણને વહેંચી નાખ્યા છે અને આ સદીઓથી ચાલતું આવ્યું છે. આપણને રાજકીય આઝાદી મળી ગઈ છે, પરંતુ આર્થિક આઝાદીના અભાવમાં તે પોતાનો અર્થ ગુમાવી રહી છે. નિદા ફાઝલીએ લખ્યું છે, 'ઝંઝીરોં કી લંબાઈ તક હૈ તેરા સારા સૈર સપાટા'. કેટલાકને બે ફૂટની સાંકળથી બાંધવામાં આવ્યા છે તો કેટલાકની સાંકળો થોડી વધુ લાંબી કરાઈ છે.
'શૌર્યા'માં ઘટનાક્રમ કંઈક એવો છે કે, સ્કૂલે જતા બે વિદ્યાર્થીઓનું દફ્તર ચકાસવામાં આવે છે, પરંતુ તેમાં પુસ્તકો-નોટબૂક સિવાય બીજું કશું મળતું નથી. એક સીનિયર અધિકારી પોતાના જુનિયરને કહે છે કે, આ વિદ્યાર્થીઓને ગોળી મારી દો અને તેમના દફ્તરમાં કેટલાક હથિયાર મુકી દો. સિપાહી નિર્દયી અધિકારીને ગોળી મારી દે છે. ફિલ્મનો મોટોભાગ 'કોર્ટમાર્શલ'ના સ્વરૂપમાં રજૂ કરાયો છે. ટીવી પર રજૂ થયેલી 'કોર્ટમાર્શલ'નું કેન્દ્રીય પાત્ર સેનામાં ઘોડેસવાર છે. તેની જાતિ અને માતા-પિતા અંગે બે તથાકથિત ઊંચી જાતિમાંથી આવેલા અધિકારીઓ હંમેશાં તેની મજાક ઉડાવતા રહે છે. 5 હજાર મીટરની દોડમાં પણ બંને અધિકારી તેની સામે હારી ગયા છે. એક દિવસ ઘોડેસવારને બોલાવીને કહેવાય છે કે, તેની માતાનો બળાત્કાર થયો હતો અને તેનો જન્મ થયો હતો. આ જૂઠ તેને કાંટાની જેમ ચૂભે છે અને તે બંને અધિકારીઓ પર ગોળી ચલાવે છે. એક મરી જાય છે, બીજો ગંભીર રીતે ઘાયલ થાય છે.
'કોર્ટમાર્શલ'માં ઘોડેસવારનો બચાવ કરનારો વકીલ પુરાવા સાથે એ સાબિત કરે છે કે, તેણે કોઈ અપરાધ કર્યો નથી. સેનાના કેમ્પસમાં પ્રવેશ કરનારી વ્યક્તિને એ દિવસે કોડ પૂછવામાંં આવે છે અને ખોટો જણાવતાં કે જણાવવાનો ઈનકાર કરવાની સ્થિતિમાં તેમના પર ગોળી ચાલી શકે છે. ઉલ્લેખનીય છે કે, દરરોજ કોડવર્ડ બદલાઈ જાય છે. આ વ્યવસ્થા કેમ્પસમાં ઘુસણખોરોને રોકવા માટે કરવામાં આવે છે. સેનામાં જાતિ-જ્ઞાતિના ભેદભાવનો પ્રવેશ કરવો સમગ્ર રાષ્ટ્ર માટે ચિંતાની બાબત છે. સેનામાં બઢતી લાયકાત, શિસ્ત અને ટ્રેક રેકોર્ડ જોઈને આપવામાં આવે છે. આજે અધિકારીઓના રાજકીય વલણને નિર્ણાયક બનાવી દેવાયો છે. સંસ્થાઓ અને આદર્શોનું તુટવું દુ:ખદ છે, પરંતુ સેના નામની સંસ્થાનું ધર્મનિરપેક્ષ રહેવું અત્યંત જરૂરી છે.
ઉલ્લેખનીય છે કે, ગુલામીના સમયમાં ઊચ્ચ અધિકારીના આદેશ પર પોલીસવાળા આઝાદી માટે લડનારા પર લાઠીચાર્જ કરતા હતા. આઝાદી મળ્યા પછી લાઠી ખાનારા મંત્રી બની ગયા અને લાઠી મારનારાએ હવે તેમને સલામ કરવી પડે છે. 'માટી કહે કમ્હાર સે તુ ક્યા રોંદે મોય, એક દિન ઐસા આએગા, મૈં રૌંદૂગી તોય'. આપણને દરરોજ કબીરવાણીની જરૂર પડી રહી છે. મણિરત્નમની શાહરૂખ અને મનીષા કોઈરાલા અભિનીત ફિલ્મ 'દિલ સે'માં રજુ કરાયું છે. ઉત્તર-પૂર્વના રાજ્યોમાં તૈનાત કેટલાક સૈનિકોએ બળાત્કાર કર્યા છે, લૂંટફાટ તેમની ટેવ બની ગઈ છે. આ ફિલ્મમાં એ.આર. રહેમાને મધુર ગીત બનાવ્યા હતા. સેનાની વિચાર પ્રક્રિયામાં વિજેતા અને પરાજિતની મનોવૃત્તિઓ સદીઓથી ઠૂંસવામાં આવી છે, જ્યારે યુદ્ધના હોમમાં બંનેના હાથ દાઝે છે. રાકેશ ઓમપ્રકાશ મહેરાની ફિલ્મ 'ભાગ મિલ્ખા ભાગ'માં આ અંગે મનોરંજનક દૃશ્ય રચાયા છે.
ચિંતા એ વાતની છે કે, જ્યારે સમગ્ર માનવ સંસારમાં જાતિ-જ્ઞાતિના ભેદભાવની લહેર દોડી રહી હોય ત્યારે સેનાને આવા ટાપુના સ્વરૂપમાં કેવી રીતે જોઈ શકાય, જે એ લહેરોથી બચેલું રહે? અમેરિકન ફિલ્મ 'એન ઓફિસર એન્ડ એ જેન્ટલમેન'નો ચરબા ટીનુ આનંદે અમિતાભ બચ્ચન અભિનીત ફિલ્મ 'મેજર સાહબ'માં રજુ કર્યો હતો. મૂળ ફિલ્મમાં સીનિયર અધિકારી ગોરો છે અને જુનિયર અશ્વેત અમેરિકન છે. અબ્રાહમ લિંકનની આત્મા પર પ્રહાર કરતા ગોરો અધિકારી અશ્વેત અધિકારી પર અત્યાચાર ગુજારે છે. અત્યાચારની અગ્નિમાં જુનિયર અધિકારીનું ચરિત્ર વધુ સારું બને છે. જોકે, સેનાની પૃષ્ઠભૂમિ પર ઓછી ફિલ્મો બની છે. આજે જ્યારે પ્રજાને જ પ્રાચીન અફીણ ચખાડીને આદર્શથી વિમુખ કરી દેવાઈ છે, ત્યારે આપણે સેના પાસે આ પ્રકારની સંકીર્ણ માનસિક્તાથી બચવાની અપેક્ષા કેવી રીતે રાખી શકીએ.
X
Films inspired by the lives of soldiers in times of crisis

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી