પરદે કે પીછે / બહેનાચારા પર ફિલ્મો અને ત્વચાની સરહદ

Films and skin border on sorority

Divyabhaskar.com

Sep 11, 2019, 07:47 AM IST

'લિપસ્ટિક અંડર બુરખા'નામની અત્યંત મનોરંજક ફિલ્મ બનાવનારી અલંકૃતા શ્રીવાસ્તવ, ભૂમિ પેડનેકર અને કોંકણા સેન શર્મા અભિનીત શર્મા અભિનીત ફિલ્મ 'ડોલી ઔર કિટ્ટી' બનાવવા જઈ રહી છે. આ બે બહેનોના જીવન અને પરસ્પર સ્નેહને પ્રદર્શિત કરનારી ફિલ્મ છે. બહેનોમાં ક્યારેક પરસ્પર ઈર્ષ્યાની નકારાત્મકતા પણ સામેલ થઇ જાય છે. ભાઈઓના સંબંધો પર અનેક ફિલ્મો બની છે પણ, પુરુષ પ્રધાન સમાજ અને સિનેમામાં બહેનચારો ખૂબ ઓછો દર્શાવાયો છે. નૂતન અને તનુજા તેમજ મધુબાલા અને ચંચલ સગી બહેનો સક્રિય રહી છે અને નૂતન આપણી શ્રેષ્ઠ કલાકાર રહી છે. નૂતને યુવા રોમેન્ટિક ભૂમિકાઓની લાંબી ઇનિંગ રમી સાથે જ, 'સુજાતા' અને 'બંદિની'માં અદભુત અભિનય કર્યો. બિમલ રોયની 'બંદિની'ને નૂતનની 'મધર ઇન્ડિયા' કહી શકાય.

ઉંમરલાયક હોવા છતાં તેમણે સુભાષ ઘઈની 'કર્મા' અને અમિતાભ બચ્ચનની 'સોદાગર'માં કામ કર્યું. ગુરુદત્તની છેલ્લી ફિલ્મનું નામ હતું 'બહારે ફિર ભી આયેગી' જે તેમના મૃત્યુ બાદ તેમના ભાઈએ પૂરી કરી. તે પણ બે બહેનો વચ્ચેના પરસ્પર પ્રેમ અને વૈમનસ્યની વાર્તા હતી. હકીકતે, આ ફિલ્મ બંગાળી ભાષામાં બનેલી ફિલ્મ 'પ્રેસિડેન્ટ'થી પ્રેરિત હતી. પિતાના મૃત્યુ બાદ મોટી બહેન પિતાનો કારોબાર સંભાળે છે અને તે એક યુવાન મેનેજરને નિયુક્ત કરે છે જેની સાથે તે પ્રેમમાં પડે છે પણ તે એ વાટે અજાણ છે કે, તેની નાની બહેન પણ એ યુવા મેનેજરના પ્રેમમાં છે. બન્ને બહેનો હકીકત માલૂમ પડતા જ એકબીજા માટે ત્યાગ કરવાની હોડમાં ઉતરી જાય છે. બહેનચારો પ્રેમ કરતા વધારે ગહેરો છે તે સાબિત કરવાની રમત શરુ થઇ જાય છે.

શોભા ડેની નવલકથા 'સિસ્ટર્સ' રોચક છે. શેઠ ધન્નાલાલના મૃત્યુ બાદ તેમ્નનું વસિયતનામું વંચાય છે. એ જ સમયે સિગરેટ પીટી એક આધુનિકા પ્રવેશ કરે છે. તેનો દાવો છે કે, તે શેઠની સબકી દીકરી છે અને તે સાબિત કરવા તેની પાસે જરૂરી પુરાવા પણ છે. તે શેઠની પ્રેમિકાની દીકરી છે. બન્ને બહેનો વચ્ચે દાવ-પેચ ચાલે છે અને 'સાવકી'ના દાવ-પેચથી જ શેઠની દીકરી સમજી જાય છે કે, તેની રણનીતિ પર તેના પિતાની અસર ચોખ્ખી વર્તાય છે. બંને બહેનો સમાધાન કરી લે છે અને મળીને પિતાનો વ્યવસાય સંભાળીને લોભિયા અને નકામાં સંબંધીઓના પાખંડો ખુલ્લા પાડીને તે લોકોને જેલભેગા કરે છે. કરીના અને કરિશ્મા કપૂરને લઈને શોભા ડેની આ નવલકથા પર પ્રેરિત વાર્તા લખી શકાય છે. અલંકૃતા શ્રીવાસ્તવની ફિલ્મો શોભા ડેની નવલકથા પરથી પ્રેરિત નથી.

હોલિવૂડમાં બે બહેનો પર બનેલી એક ફિલ્મમાં પિતાના મૃત્યુ બાદ હિલ સ્ટેશન પર બનેલી એક નાનકડી હોટલનું સંચાલન બે બહેનો કરે છે. એક સંગીતકાર ત્યાં કામ કરવા લાંબો સમય સુધી રૂમ ત્યાં ભાડે રાખીને રહે છે. સંગીતકાર અને મોટી બહેન વચ્ચે પ્રેમસંબંધ બંધાય છે. સંગીતકાર પોતાની રચના પૂરી કરે છે. તે લગ્ન કરીને મહાનગરમાં જતા રહ્યા છે. થોડા મહિનાઓ બાદ તેઓ નાની બહેનના ખબર-અંતર પૂછવા આવે છે. તેમને જાણ થાય છે કે, તેમના ગયા બાદ નાની બહેને હોટલ વેચી દીધી છે અને ચર્ચમાં નન બની ગઈ છે. તેમને નાની બહેનની ડાયરીમાંથી જાણવા મળે છે કે, તે પણ મનોમન સંગીતકારને પ્રેમ કરતી હતી. તે બંને ચર્ચમાં જઈને તેને મળે છે અને મોટી બહેન પ્રસ્તાવ મૂકે છે કે, તે પોતાના પતિને છૂટાછેડા આપીને તેના લગ્ન તેની સાથે કરાવશે.

નાની બહેન કહે છે, હવે તે નન બની ગઈ છે અને હવે તે દુઃખી તેમજ અસહાય લોકોની સેવા કરવાને જ જીવન કર્તવ્ય માને છે. હવે સાંસારિક જીવનનો લોભ તેને ડગાવી નહી શકે. તે પોતાની મોટી બહેન અને તેના પતિના સુખી લગ્નજીવન માટે પ્રાર્થના કરશે. નાની બહેનના કથનને દેર્શાવતી બે ફિલ્મોનું વર્ણ કંઈક આ પ્રકારે છે. ઉલ્લેખનીય છે કે, ઈતિહાસ પ્રેરિત ફિલ્મ 'બેકેટ'માં બ્રિટનના રાજા પોતાના બાળ સખાને ચર્ચનો પ્રધાન બનાવે છે જેથી બન્ને મળીને દેશના નિરંકુશ શાસક બની જાય. ચર્ચ પ્રધાનનું કહેવું છે કે, પ્રભુની સેવામાં આવ્યા બાદ હવે તેની કોઈ વ્યક્તિગત મહત્વકાંક્ષાઓ રહી નથી જો રાજા ચર્ચના કામમાં દખલ કરશે તો તે તેનો વિરોધ કરશે. બેકેટની વાર્તા ઋષિકેશ મુખરજીની રાજેશ ખન્ના અને અમિતાભ બચ્ચન 'નમક હરામ'માં પ્રસ્તુત કરાઈ હતી.

આ જ વિષયવસ્તુ પર ટીએસ એલિયટે પણ 'મર્ડર ઇન કેથેડ્રલ' નામનું પદ્યનાટક લખ્યું છે. બેકેટમાં રિચર્ડ બર્ટને રાજાની ભૂમિકા અને પીટર ઓ'ટૂલે ચર્ચ પ્રધાનની ભૂમિકા ભજવી હતી. 'બેકેટ'ની સાથે જ ટીએસ એલિયટના નાટક 'મર્ડર ઇન કેથેડ્રલ'થી પણ ફિલ્મ બની હતી. બન્ને રચનાઓ સત્તા બે થામાં સમેટાઈ જાય ત્યારના ભયાવહ પરિણામોને દર્શાવે છે. જનતાએ તો હવે પોતાની ત્વચાની હદમાં જ રહેવાનું છે. ત્વચામાં ઠેર-ઠેર ઘા પડ્યા છે પણ હજી સુધી ત્વચા કાયમ છે એ વાતે સંતોષ રાખવાનો છે. ત્વચા પર લાગેલા ઘામાંથી જ દિવ્યપ્રકાશ શરીરમાં પ્રવેશ કરે છે.

X
Films and skin border on sorority
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી