પરદે કે પીછે / મૃત્યુ ડ્રેસ રિહર્સલ વ્યવસાય!

Death dress rehearsal business!

જયપ્રકાશ ચોક્સે

Nov 08, 2019, 07:30 AM IST

દક્ષિણ કોરિયાની એક કંપનીએ નવો વ્યવસાય શરૂ કર્યો છે જીવિત મનુષ્યને કફન ઓઢાવીને 10 મિનિટ સુધી શબપેટીમાં સૂવડાવવામાં આવે છે અને જમીનદોસ્ત કરવાનું નાટક કરવામાં આવે છે. કંપનીનો દાવો છે કે આ અનુભવ પછી જીવનનું મહત્વ સમજમાં આવે છે અને મનુષ્ય પોતાના પૂર્વાગ્રહ અને સંકીર્ણતાથી મુક્ત થઈને શ્રેષ્ઠ સમય વીતાવે છે. તેને 'હોલોન હીલિંગ સેન્ટર'માં 25 હજાર લોકો રૂપિયા ચૂકવીને મૃત્યુ પૂર્વનો અનુભવ પ્રાપ્ત કરી ચૂક્યા છે.

આ અનુભવથી પસાર થયા પછી એક યુવકે નોકરી છોડી પોતાનો સ્વતંત્ર વ્યવયાસ શરૂ કરી દીધો. મૃત્યુ પૂર્વ મૃત્યુનો અનુભવ પ્રાપ્ત કરીને લોકોએ પોતાનો વ્યવસાય અને જીવનશૈલી બદલી લીધી છે. યક્ષના એક પ્રશ્નના જવાબમાં યુધિષ્ઠિર કહે છે કે સૌથી વધુ આશ્ચર્યની વાત એ છે કે મૃત્યુ અટળ હોવાના સત્યને જાણતા હોવા છતાં પણ મનુષ્ય તેના વિશે કંઈ વિચારવા નથી ઈચ્છતા.

સંજય લીલા ભણસાલીની હ્રિતિક રોશન અભિનીત ફિલ્મનો હીરો અસાધ્ય રોગનો શિકાર છે અને તે પોતાની મૃત્યુનો દિવસ અને સમય નજીક જાણીને પોતાના મિત્રોને બોલાવીને સેલિબ્રેશન કરે છે. ખાકસરની ફિલ્મ 'શાયદ'નો કેન્સરથી પીડાતો હીરો પોતાની પત્નીને બાધ્ય કરે છે કે તે ઝેરનું ઇન્જેક્શન તેને લગાવી દે 'કે યહ દર્દ અબ સહા નહીં જાતા.' તે પત્નીને આગ્રહ કરે છે કે તે તેને જ્યારે ઝેર આપે ત્યારે દુલ્હનનો શ્રૃંગાર કરે! પાર્શ્વમાં દુષ્યંત કુમારના ગીતનો પ્રયોગ કરવામાં આવ્યો હતો. ફિલ્મમાં ઝેરી દારુના કારણે અનેક લોકો મૃત્યુ પામે છે. ક્ષિપ્રા નદીના કિનારે સૈંકડો ચિતાઓનો દ્રશ્ય ફિલ્માવવામાં આવ્યો હતો.

આ દ્રશ્યમાં પણ દુષ્યંતના લખેલા ગીતનો પ્રયોગ કરવામાં આવ્યો હતો, 'વહ દેખો ઉસ તરફ ઉજાલા હૈ, જિસ તરફ રોશની નહીં જાતી કે યહ જિંદગી ઇસ તરહ સે જી નહી જાતી.' 'માધુરી'ના સંપાદક અરવિંદ કુમારે આ દ્રશ્યમાં દુષ્યંતની ગઝલના ઉપયોગની પ્રશંસા કરી હતી. વાસ્તવમાં દુષ્યંત કુમારનો સંદેશ તો એવો હતો કે દેશની રાજધાની દિલ્હીમાં અજવાળું છે પરંતુ જ્ઞાનનો પ્રકાશ નથી. ઉલ્લેખનીય છે કે સતી પ્રથાના પ્રતિબંધિત થયા પછી ક્યાંક આ કુપ્રથા ખાનગી રીતે ચાલુ છે. વાસ્તવિકતા તો એવી છે કે વિધવાને અફીણ સૂંઘાવી દેવામાં આવે છે જેથી તેને વાસ્તવિકતાનું ભાન ન રહે અને નશામાં વિધવા સ્ત્રીને સતી બનાવી દેવામાં આવે છે.

આમિર ખાન અભિનીત ફિલ્મ મંગલ પાંડેમાં એક સતી દ્રશ્ય છે. એક અંગ્રેજ ઓફિસર તે સ્ત્રીના પ્રાણોની રક્ષા કરીને તેને પોતાના ઘરે રાખે છે. ગામના લોકો લાકડીઓ લઈને તેના બંગલાને ઘેરી લે છે પરંતુ તે હવામાં એક ફાયર કરીને ભીડ ભગાવી દે છે. મહિલા અને અંગ્રેજ ઓફિસરને એક-બીજાથી પ્રેમ થઈ જાય છે. બંગાળી ઉપન્યાસકાર તારાશંકર બંધોપાધ્યાયની રચના 'આરોગ્ય નિકેતન' એક નાડી વૈદ્યની જીવન કથા છે. નાડી નિદાન નામના શાસ્ત્રને આપણે ગુમાવી દીધો છે.

ઉપન્યાસમાં વર્ણન છે કે એક બીમારનું મૃત્યુ થોડા જ દિવસોમાં થવાનું છે પરંતુ આ વાત સગા-સંબંધીઓને કેવી રીતે કહેવામાં આવે. વૈદ્ય બીમારની પત્નીને માછલીનું માથું ખાવાની સલાહ આપે છે. આ સૂક્ષ્મ સંકેત છે કારણ કે બંગાળમાં વિધવાને માછલી ખાવાની પરમિશન નથી હોતી. માછલીનું માથું ખૂબ જ સ્વાદિષ્ટ તથા શક્તિવર્ધક માનવામાં આવે છે. આ વિરોધાભાસ જુઓ કે માછલી ખાવાથી સ્મરણ શક્તિનો ‌વિકાસ થાય છે પરંતુ સ્વયં માછલીની યાદશક્તિ માત્ર 7 સેકેન્ડ સુધી જ બની રહે છે.

પોતાના આ ભુલક્કડપણાંના કારણે માછલી સરળતાથી પકડાઇ જાય છે, સરળતાથી પકાવી શકાય છે અને તરત પચી પણ જાય છે. એવુ માનવામાં આવે છે કે હાથીની સ્મરણ શક્તિ સૌથી વધુ હોય છે. કોઈ વ્યક્તિ હાથીને તકલીફ આપે છે તો વર્ષો પછી પણ ભીડમાં ઊભી તે વ્યક્તિને ઓળખીને તેને પોતાની સૂંડથી ઉપાડી લે છે. ભોપાલના ડૉક્ટર શિવદત્ત શુક્લાની સ્મરણ શક્તિ હાથી કરતા વધુ છે. તમે કોઈ જૂના ગીતની અડધી લાઇન કહો તો તે આખું ગીત સંભળાવી દે છે. દરેક વ્યક્તિનું પોતાનું સ્વતંત્ર જીવન અને વિચારશૈલી હોય છે. તેથી બધાનું મૃત્યુ સમાન નથી હોય શકતું. મૃત્યુ મૌલિકતા પ્રધાન છે.

મૃત્યુ પાસે ડિવાઇન જસ્ટિસની ભાવના નથી કારણ કે સારા લોકોને ખરાબ મૃત્યુ મળે છે. કેટલાક નસીબદાર ઊંઘમાં જ મૃત્યુ પામે છે. ગાલિબનો શેર છે - 'મૌત કા એક દિન મુત્મઇન હૈ, નીંદ ક્યો નહીં આતી રાત ભર...!'કેટલાક લોકો પ્રાર્થના કરી શકે છે કે તે સંપૂર્ણ ભાનમાં મૃત્યુ સાથે આલિંગનબદ્ધ થવા ઈચ્છે છે. મૃત્યુને પોતાની ગુમ થઈ ગયેલી પ્રેમિકા માની શકો છો. મૃત્યુ અને શારીરિક અંતરંગતાની ક્ષણમાં આ સમાનતા છે કે બંને અનુભવમાં તમે સમય અને સ્થાન બોધથી મુક્ત હોવ છો. શૈલેન્દ્ર આપણને આશ્વાસન આપે છે, 'મર કર ભી યાદ આયેંગે, કિસી કે આંસુઓ મેં મુસ્કુરાયેંગે જીના ઇસી કા નામ હૈ.'

X
Death dress rehearsal business!

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી