પરદે કે પીછે / નાટકમાં નૃત્ય અને અંતરિક્ષના પ્રયોગ

Dance and space experimentation in drama

જયપ્રકાશ ચોક્સે

Oct 10, 2019, 07:41 AM IST

બેંગ્લુરુમાં 28 સપ્ટેમ્બરે એક અનોખું નાટક રજુ થયું, જેમાં ટેકનોલોજીનો પ્રયોગ કરાયો. સ્ટેજના પાછલા ભાગ પર એક પડદો હતો, જેની પર ફિલ્મ દર્શાવાઇ શકે છે. 'અંતરિક્ષ સંચાર'એ વિજ્ઞાન , કળા તેમજ કેટલીક અન્ય વિદ્યાઓનું ફ્યૂઝન રજુ કર્યું. અહીં સુધી તો થ્રી ડી ટેકનોલોજીનો પ્રયોગ પણ કરાયો. કળા અને સંસ્કૃતિ ક્ષેત્રમાં કોઇ સીમા હોતી નથી. જ્યારે એક સદીનો અંતિમ દિવસ આવે છે અને રાતના બાર કલાકે આપણે બીજી સદીમાં પ્રવેશીએ છીએ, તો વીતેલી સદીની કેટલીક વાતો આગામી સદીમાં કાયમ રાથીને નવી સદીની પ્રવૃત્તિઓ મેળ ખાતી હોય છે. બદલાતી સદીઓની વચ્ચે કોઇ સીમેન્ટ અને પથ્થરની દિવાલો નથી હોતી. બસ દીવાલ પર લાગેલા કેલેન્ડરના પાના બદલી દેવાય છે. ચોરસ ઘડિયાળમાં પણ કાંટા ગોળ જ ફરે છે.

મહાન ગણિતજ્ઞ રામાનુજનની માતા સીતા દેવી ભારતનાટ્યમમાં કુશળ હતી. તેમની નૃત્ય મુદ્રાઓને જોતી વખતે રામાનુજનના મનમાં અંતરિક્ષના રહસ્યો જાણવાની ઇચ્છા જાગી. નૃત્ય મૂદ્રાઓ શૂન્યમાં રેખા ચિત્ર બનાવે છે. ગણિતની શાખાઓ છે અંક ગણિત, બીજ ગણિત અને રેખા ગણિત. મનુષ્ય કલ્પના અંતરિક્ષથી પણ આગળ જઇ શકે છે. વિજ્ઞાનની દરેક શોધ પહેલા કલ્પના જ હોય છે. સતત પ્રયોગ દ્વારા કોઇ સત્ય સિદ્ધ કરાય છે. બાથટબમાં એક વિજ્ઞાનિકના મનમાં વિચાર આવ્યો અને તે યૂરેકા યુરેકાની બૂમ પાડતો નિર્વસ્ત્ર જ પ્રયોગશાળામાં પહોંચી ગયા. મેડમ ક્યૂરી પ્રયોગ કરતા-કરતા, નિષ્ફળ થતાં થતાં નિરાશ થઇ ગઇ અને પ્રયોગ બંધ કરવાનું નક્કી કરી તે આરામ ખુર્શીમાં બેસી ગઇ. તેમની થાકેલી આંખોની પાંપણ પર નિંદ્રાનું રંગીન પતંગિયું બેસી ગયું. તેમણે ઊઠીને વિચાર કર્યો કે વધુ એક પ્રયાસ કરીએ. સફળતાએ તેમના મસ્તક પર એ ટકોરા માર્યા અને તે સફળ થયા. જે રીતે તમે પારાને હાથોમાં પકડી નથી શકતા, એ જ રીતે કલ્પના મુઠ્ઠીમાં બંધ ન થઇ શકે. કદાચ એટલે કંજૂસ વ્યક્તિ કલ્પના નથી કરી શકતા, કારણ કે તે સિક્કાથી ભરેલી મુઠ્ઠીને ખોલી નથી શકતા. બંધ મુઠ્ઠી મંદબુદ્ધિનું પ્રતિક છે.

આ અનોખી પ્રસ્તુતિ મદુરાઇના એક મંદિરના પ્રાંગણમાં રજુ કરાઇ. પૂજા એ પ્રકારે પણ કરી શકાય છે. માયથોલોજીને ચૂંટણી પ્રચારનો એક ભાગ બનાવી દેવાયો છે પરંતુ તેનો પ્રયોગ વિજ્ઞાન સંદર્ભમાં પણ કરી શકાય છે. આમ 1895માં લુમિયર બંધુઓએ હરતી-ફરતી તસવીરો લેતા કેમેરાની શોધ કરી. તેમના પ્રદર્શનમાં દર્શકના રૂપમાં જોર્જ મેલિએ પણ હાજર હતા. તેમણે 1902માં 'જર્ની ટૂ મૂન'નામની ફિલ્મ બનાવી.

આ રીતે ફિલ્મનો સંબંધ વિજ્ઞાન ફેન્ટસીથી બન્યો અનો 1967માં સ્ટીવન સ્પિલબર્ગે અંતરિક્ષ ફિલ્મોનું નિર્માણ શરૂ કર્યું. તેમની ફિલ્મ 'ઇટી' એ વિદ્યાની એક માઇલસ્ટોન સાબિત થઇ. રાકેશ રોશનને પણ અંતરિક્ષમાંથી આવેલા પ્રાણીને લઇને ફિલ્મ બનાવી. તેમણે તેને જાદુ કહીને સંબોધિત કર્યો. તેમની ફિલ્મમાં બતાવાયેલા કમ્પ્યૂટરમાં 'ઓમ'ની ધ્વનિ જોડીને તેમણે તેને માયથોલોજીની સાથે જોડી.

મહાન કલાકાર ઉદયશંકરને કલ્પના નામની ફિલ્મ બનાવી હતી,જેની કથા એક નૃત્ય કાર્યક્રમની આસપાસ ફરે છે, જેમાં ભારતની તમામ નૃત્ય શૈલીને રજુ કરાઇ હતી. ઉદયશંકરની અલમોડા સ્થિત નૃત્ય સ્કૂલમાં ફિલ્મકાર ગુરુદત્તે પણ શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. ગુરુદત્ત પોતાની ફિલ્મોના ગીત અને નૃત્યને અનોખી રીતે રજૂ કરતા હતાં. આમ બેંગ્લુરુના કાર્યક્રમમાં જયાલક્ષ્મીએ નૃત્ય કર્યું અ્નએ તેમના પુત્ર અવિનાશ કુમારે સ્ટેજ ડેકોરેશન કર્યું. દક્ષિણ ભારતમાં આયોજિત સાંસ્કૃતિક કાર્યક્રમ રાજનીતિથી સંપૂર્ણ રીતે મુક્ત હોય છે. દક્ષિણ ભારતમાં સૌથી વધુ મંદિર છે. અને તેના પરિસરમાં સતત કાર્યક્રમો યોજાતા હોય છે. એટલું જ નહીં પૂરા ભારતમાં સૌથી વધુ એકલ સિનેમાઘર પણ દક્ષિણ ભારતમાં છે. બાકી ભારતની પ્રાદેશીક સરકારો સિનેમાઘરોની સંખ્યા વધે તેવા પ્રયાસ નથી કરતી.

એક નાની અમથી વાત એ છે કે બંદૂકનું લાયસન્સ પિતાના મૃત્યુ બાદ પુત્રના નામે થતું પરંતુ સિનેમાઘરના માલિકના મૃત્યુ બાદ લાયસન્સ બેકાર બને છે અને વારસને નવેસરથી પ્રયાસ કરવા પડે છે. ટીવી પર પ્રસ્તુત નૃત્ય પ્રતિયોગિતામાં ભાગ લેનાર વિચિત્ર રજૂઆત કરે છે. નૃત્ય રજૂ કરનાર એક્રોબેટ્સ કરે છે. ફાલતુ મુદ્રાઓની પ્રશંસા કરાય છે.

X
Dance and space experimentation in drama

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી