પરદે કે પીછે / શફાખાના, દવાખાના, તહખાના

article on sonakshi sinha new movie

જયપ્રકાશ ચોક્સે

Jul 11, 2019, 07:42 AM IST

પોતાની આગામી ફિલ્મમાં સોનાક્ષી સિંહા અભિનીત પાત્રના પરિવારના લોકો પેઢીઓથી ખાનદાની શફાખાના (સેક્સ ક્લિનિક) ચલાવે છે અને હવે તેના ભાગે આ જવાબદારી આવે છે. પુરુષોની નબળી નસનો ઈલાજ આ શફાખાનામાં થાય છે. પણ, આ પુરુષપ્રધાન સમાજમાં પુરુષો પોતાની નસ સ્ત્રીઓના હાથમાં આપે તે વાત પચે એવી નથી. આ જ રીતની પટકથામાં એક લવ સ્ટોરી પણ વણી લેવાઈ છે. 'વિકી ડોનર' પછી સમાજની શેતરંજી નીચે છુપાયેલી વાતો સિનેમાના પરદે રજૂ થઇ રહી છે. દક્ષિણ ભારતીય એક ફિલ્મની હિન્દી આવૃત્તિ આનંદ એલ.રાયે 'શુભ મંગલ સાવધાન' નામથી બનાવી હતી. હાસ્યસભર ફિલ્મ હોવાને કારણે ભદ્ર સમાજને ફિલ્મમાં કશું અભદ્ર લાગ્યું નહિ.

હકીકતે, શારીરિક બીમારીઓ જે હમણાં શોધાઈ રહી છે તે બધી માનવ મગજની અજાણ ગલીઓમાં છુપાયેલી રહી છે. દીપ મહેતાની ફિલ્મ 'ફાયર' આ શ્રેણીની ફિલ્મ રહી. પ્રકાશ ઝાની એક ફિલ્મમાં તેનો સૂક્ષ્મ સંકેત અપાયો હતો. સદીઓ પૂર્વે વાત્સ્યાયાનના 'કામસૂત્ર'માં તેનું વિવરણ છે અને એ જ સમયમાં ચીનમાં ભારતના ઇતિહાસનું પુસ્તક લખાયું હતું. લેખક સર રિચર્ડ બેટને 19મી સદીના અંતિમ ચરણમાં લંડનમાં કામસૂત્ર સંસ્થાના સંગઠન દ્વારા પૈસા એકત્ર કરીને કામસૂત્રનો અંગ્રેજી અનુવાદ કરાવ્યો હતો અને પશ્ચિમમાં આ વિષયનો 'સૂર્યોદય' થયો હતો. થોડા દાયકા બાદ અમેરિકામાં તેના વિધિવત અધ્યયનનો પ્રારંભ થયો અને કીન્સે રિપોર્ટ દ્વારા ધૂમ મચી ગઈ, જેની અસર લાંબા સમય સુધી રહી છે. આ સંબંધની વરવી વાસ્તવિકતા એ છે કે, મોટાભાગની સ્ત્રીઓ ચરમસીમાંથી વંચિત રહી જાય છે.

ઉલ્લેખનીય છે કે, આ ગુપ્ત રોગોના કહેવાતા ઈલાજની જાહેરાતો શહેરોમાં દીવાલો પર લખેલી હોય છે એટલે કે, આપણે સામે પણ આવીએ છીએ તો ડરી ડરીને. જો કે, જડીબુટ્ટીના નામે પ્લેસેબો જ આપવામાં આવે છે. પ્લેસેબો એટલે કે, દવા કે કેપ્સ્યુલ ખાલી કરીને તેમાં ખાંડ ભરી દેવાય છે અને મજાની વાત એ છે કે, રોગીનો ઉપચાર પણ થઇ જાય છે કેમ કે, મોટાભાગના રોગની શરૂઆત વિચાર પ્રક્રિયાથી જ થાય છે પણ કેટલાંક રોગો વારસાગત પણ હોય છે. રોગમાં સૌથી મોટો રોગ ભયનો હોય છે. હદ તો એ છે કે, ઘા પર ભીની માટીનો લેપ લગાવવામાં આવે છે. શરીરમાં જાતે જ સાજા થવાની કુદરતી ક્ષમતા છે અને સફળતાનો શ્રેય બીજાને અપાય છે. શરીર રૂપક ગાડીનો મિકેનિક શરીર પોતે જ છે. કેટલાંક લોકોનું જીવન જ રસ્તા જેવું હોય છે જેની મરમ્મ્ત થતી જ રહે છે અને આ દરમિયાન અવરજવર પણ ચાલુ જ રહે છે.

આપણી શાળાના અભ્યાસક્રમમાં આ વિષય સામેલ કરાયો નથી જયારે કિશોરવયે આ અજ્ઞાનનો પ્રહાર ઘાતક સાબિત થાય છે. આ વિષય પર ઇરવિંગ વેલ્સની નવલકથા 'સેવન મિનિટ્સ' પ્રકાશ પાડે છે. પશ્ચિમના લેખકોની ઓફિસ હોય છે જ્યાં તેમના ઈશારે કેટલાંક લોકો સતત રિસર્ચ કરતા રહે છે. લેખક આ શોધ દ્વારા મેળવેલી જાણકારીને મનોરંજક ઢંગે લખે છે. એટલું જ નહિ 'બેસ્ટ સેલર'નું પણ વિધિવત ઉત્પાદન થાય છે. સ્ટીવન સ્પિલબર્ગે પહેલા 'જુરાસિક પાર્ક' પર એક ખૂબ વેચાતું પુસ્તક લખાવડાવ્યું. પછીથી મોટા સમારોહમાં પુસ્તકના ફિલ્માંકનના અધિકાર ખરીદી લીધા. આ બધા સાથે કારખાનાઓમાં 'જુરાસિક પાર્ક' ફિલ્મ નિર્માણના સાધનોના ઉત્પાદન સાથે તેની સાથે સંકળાયેલા રમકડાંઓનું ઉત્પાદન પણ થતું રહ્યું જેથી ફિલ્મ પ્રદર્શન વખતે જ્યુરાસિકના રમકડાં પણ બજારમાં મળી રહે. આ જ તકનીકનો ઉપયોગ ચૂંટણી આધારિત રાજનીતિમાં પણ થઇ રહ્યો છે.

ઠપ પડેલી વ્યવસ્થા પ્રચારના પરદા પાછળ છુપાવી દેવામાં આવી છે, અને પહેલેથી વિશ્વાસ કરતી જનતાને પ્લેસેબોથી જ લાભ મળી રહ્યો છે. ઉધઈ જયારે કોતરે છે ત્યારે ઉપર નથી દેખાતું પણ મૂળને ઢીલા કરી નાખે છે. સમૂહના મનના તહખાનામાં અંધવિશ્વાસના જાળાં બાજી ગયા છે, કુરીતિઓના ચામાચીડિયાં ઊંધા લટકેલા છે. આ બધી રાતો તહખાનામાં વીતે છે અને દિવસ દરમિયાન ભવનોની ગલિયારીઓમાં ડોલે છે જેને સામાજિક વ્યવહારનો માપદંડ બનાવીને જનતાને વિચારહીન ભીડમાં તબદીલ કરી દેવાય છે. કોઈ ડૉક્ટરે લખી આપેલા નુસખાથી દર્દીને આરામ મળે છે તો લોકો કહે છે ડૉક્ટરના હાથમાં જાદુ છે.

X
article on sonakshi sinha new movie

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી