તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

રંગોની ભાષાનું સંક્ષિપ્ત ગ્રામર

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

પિંક, રેડરોઝ, બ્લેક, બ્લુ અમ્બ્રેલા, બ્લુ, બ્લેક ફ્રાઈડે, બોમ્બે વેલવેટ વેગેરે રંગના નામોની ફિલ્મો બની ચૂકી છે. રંગોનો ઉપયોગ પણ પુરુષ અને સ્ત્રીના પ્રતીકાત્મક સ્વરૂપે કરવામાં આવે છે. જેમાં, પિંક મહિલાઓ સાથે જોડવામાં આવ્યો છે. રાજકીય પક્ષોએ પણ રંગો પર પોતાનો અધિકાર ભાવ જમાવેલો છે. ભગવો જમણેરીઓના રાજકારણનો કલર છે તો ડાબેરીઓને લાલ રંગ પસંદ છે. આપણા રાષ્ટ્રઘ્વજમાં ત્રણ રંગો છે, એટલે જ તિરંગો કહેવાય છે. લાલ રંગનો સ્કાર્ફ ઘણા લોકો પહેરે છે. મહેબૂબ ખાનની ફિલ્મ ‘ઑન’માં નાયિકાનો લાલ રંગનો સ્કાર્ફ હીરો પોતાની પાસે રાખે છે.

આ ફિલ્મ શેક્સપિયરની ‘ટેમિંગ ઓફ શ્રુ’થી પપ્રેરિત હતી અને તેની ખરાબ કોપી સની દેઓલની પહેલી ફિલ્મ ‘બેતાબ’ હતી. ક્રિકેટ ટેસ્ટ મેચ રમાય છે અને ખેલાડીઓ સફેદ કપડાં પહેરે છે. આઈપીએલમાં સફેદ બોળથી રમે છે પણ ખેલાડીઓ રંગબેરંગી કપડાં પહેરે છે. વકીલ અદલાતમાં કાળો કોર્ટ પેહેરે છે અને સફેદ જૂઠ બોલે છે. મહિલાઓ મોટાભાગે લાલા રંગથી પોતાના હોઠ રંગે છે પણ કેટલાંક સમયથી આસમાની અને લીલા કલરની લિપસ્ટિક પણ ઉપયોગમાં છે. આ રીતે નખ પણ રંગાય છે. વાળોને કલર કરવાનું ખાસ્સા સમય પહેલા શરૂ થયું હતું. મહિલાઓને પણ બ્લોન્ડ, રેઢેડ વગેરે કહેવાય છે. પુરુષો દ્વારા સફેદ વાળને કાળો રંગ કરાય છે, શોકના અવસરે પુરુષ બાજુ પર કાળો બેન્ડ બાંધે છે. રાજકુમાર હિરાનીની આમિર ખાન અભિનીત ફિલ્મ ‘પીકે’માં વિધવા દ્વારા સફેદ વસ્ત્ર ધારણ કરવા બુરખાના કલરને લઈને દ્રશ્યો રચાયા છે. એક ક્રિશ્ચિયન મહિલા વિવાહ સમયે સફેદ પહેરે છે અને બીજા ગર્હતિ આવેલી વ્યક્તિ તેને વિધવા સમજી બેસે છે. રંગોની બબાલમાં તેની પીટાઈ થાય છે. 

સ્ટીવન સ્પિલબર્ગની ફિલ્મ ‘શિંડલર્સ લિસ્ટ’ બ્લેક એન વ્હાઇટ ફિલ્મ હતી પણ, એક બાળકને લાલ રંગના સ્કાર્ફમાં બતાવાયો છે. નાઝી રક્તપાતને બ્લેક એન્ડ વ્હાઇટ ફિલ્મમાં લાલ કલરના મફલર દ્વારા રેખાંકિત કરાયું છે. ડાબેરીઓ તો પોતાના કોમરેડને લાલ સલામ કહીને અભિવાદન કરે છે. પાત્રો દ્વારા પહેરાતા પોશાકના રંગો પણ સમજી-વિચારીને પસંદ કરાય છે. ભારતમાં મહેબૂબ ખાનની ‘આન’ અને સોહરાબ મોદીની ‘ઝાંસી કી રાની’ રંગીન ફિલ્મો હતી પણ એ સમયે ટેક્નોલોજી આટલી વિકસિત ન હતી. 1960માં શશીધર મુખર્જીની શમ્મી કપૂર-સાયરાબાનો અભિનીત ‘જંગલી’ ખૂબ સફળ રહી અને ત્યાર બાદ રંગીન ફિલ્મો બનવા લાગી. આપણા મેકઅપ આર્ટિસ્ટને મોડા સમજ આવી કે, રંગીન ફિલ્મો માટે મેકઅપ અલગ રીતે કરવો પડે છે.

શરૂઆતની ફિલ્મોમાં ચટક રંગો થઇ ગયા. નાયકના હોઠ નાયિકા કરતા વધારે લાલ દેખાવા લાગ્યા. ચટકને અંગ્રેજીમાં લાઉડ કહે છે, જે ધ્વનિ માટે ઉપયોગમાં લેવાય છે. 
કુદરત રંગોની હોળી રમે છે. વૃક્ષોના પાનના પણ રંગ બદલાય છે. આકાશ પણ વિવિધ રંગોનું દેખાય છે. કાલા વાદળો વર્ષે છે જયારે માત્ર ગરજનારા વાદળોનો રંગ અલગ હોય છે. ગરજનાર નેતા વરસતા નથી. વાદળો પણ વિવિધ આકારો ધારણ કરે છે. ક્યારેક લાગે કે, આકાશમાં હાથ મસ્તી કરી રહ્યા છે. મસ્તીમાં હાથી સૂંઢમાંથી પાણીનો ફુવારો છોડે છે. એ શું એણે વાદળો પાસેથી શીખ્યું હશે? 
રંગ બોલે છે, સમય કાળો કે ઉજળો હોય છે. ઇન્દ્રધનુષ રાજકીય સરહદોની પર ચાલ્યું જાય છે. ‘બંદિની’માં ગીત છે ‘મોરા ગોરા અંગ લઇ લે, મોહે શામ રંગ દઈ દે, છુપ જાઉંગી રાત હી મેં મોહે પી કે સંગ દઈ દે.’ એક અન્ય ગીત છે, ‘પર્વતો કે પેડો પર શામ કા બસેરા હૈ, સુરમઈ ઉજાલા હૈ, ચંપઈ અંધેરા હૈ’.  
એક ટીવી સીરિયલમાં હિરોઈન એકદમ શ્યામ છે, તેને તિરસ્કૃત કરવામાં આવે છે. છેલ્લે દર્શાવાયું છે કે તે ગોરી અને સુંદર છે પણ, આ પુરુષ પ્રધાન સમાજમાં સુરક્ષિત રહેવા માટે તે દરરોજ પોતાનો રંગ બદલીને નોકરી પર જાય છે. અમેરિકામાં આજે પણ રંગભેદ ચાલે જ છે. સમય સાથે ઓછો થયો છે પણ હજી કાયમ તો છે જ.

અન્ય સમાચારો પણ છે...