પરદે કે પીછે / બેસૂરોના જમાનામાં સ્વર સાધના

DivyaBhaskar.com | Updated - Mar 15, 2019, 09:35 AM
Article by jayprakash choksey

વર્તમાન સમયમાં જૂની ફિલ્મોના ગીત બહુ શોખથી સાંભળવામાં આવે છે. ટેલિવિઝન પર પણ છવાયેલા છે અને સોપ ઓપેરાની કથાઓમાં પણ ગૂંથાયેલા છે. કોપીરાઈટ એક્ટે એ સુવિધા આપી છે કે 18 સેકન્ડ સુધી ગીતનો પ્રયોગ કરવા પર નિયમનું ઉલ્લંઘન નથી થતું. અમુક કાર્યક્રમોમાં આખું ગીત લેવામાં આવે છે અને સંગીત કંપનીને આની કિંમત પણ ચુકવવામાં આવે છે. માધુર્ય અત્યંત સુંદર હોય છે. ફિલ્મ ગીતના રેકોર્ડિંગમાં પણ ઘણું અંતર આવી ગયું છે. પહેલાના જમાનામાં સાજિંદાઓ સંગીતકારે આપેલી નોટ્સ વગાડતા હતા. બધું જ લાઈવ રહેતું. ધ્વનિ અંકન કરનારા સ્ટુડિયોઝમાં 30-40 વાયોલિન વાદકોનું સ્ટ્રીંગ સેક્શન રહેતું, રિધમ સેક્શન અને પરફેક્શન વગેરે. અરેન્જર બધા વાદકોને યોગ્ય જગ્યાએ બેસાડીને કલાકો સુધી રિહર્સલ કરાવતા હતા. સમગ્ર તૈયારી થઇ ગયા બાદ ગાયક-ગાયિકા પણ વાદકો સાથે રિહર્સલ કરતા હતા. ગીતાંકન અઘરું કામ હતું. કોઈ વાદકની નાનકડી ભૂલ થવા પર બીજો પ્રયાસ કરવામાં આવતો હતો.
આ પ્રકારે ગીત રેકોર્ડ કરવામાં બહુ સમય લાગતો હતો. પહેલા સવારે 10 વાગ્યે શરુ કરીને અડધી રાત્રે ગીત રેકોર્ડ થતું હતું. ક્યારેક-ક્યારેક સંગીતકાર વાદકોની ‘રાત શરૂ થાય છે અડધી રાત્રે’ અને બેઠક વહેલી સવાર સુધી જામતી હતી. શાસ્ત્રીય ગાયક એક જ રાગને પ્રસ્તુત કરતા હતા પરંતુ માન્યતા રહી છે કે સમાપન સદૈવ ભૈરવીથી કરવામાં આવતું હતું. રાગનો સંબંધ સમયના પહોરમાં પણ રહ્યો છે અને ભૈરવી વહેલી પરોઢિયે પણ ગવાય છે. એને મધુર માનીને સમાપન એનાથી કરવામાં આવે છે. શંકર-જયકિશન અને રાજ કપૂરનો પ્રિય રાગ ભૈરવી રહ્યો છે પરંતુ એમણે પટકથાની આવશ્યકતાના હિસાબે અન્ય રાગોનો પણ ઉપયોગ કર્યો છે. ને એટલે જ ‘જોકર’ નું ગીત ‘જાને કહાઁ ગયે વો દિન’ શિવરંજનીથી પ્રેરિત છે. સિનેમા સંગીતના સુવર્ણ કાળમાં પણ સંગીતકારો વચ્ચે શ્રેષ્ઠ માધુર્ય રચવાની સ્પર્ધા જામતી હતી પરંતુ એમની વચ્ચે કોઈ શત્રુતાનો સંબંધ નહોતો. જયારે લક્ષ્મીકાંત પ્યારેલાલને તારાચંદ બડજાત્યાની ફિલ્મ ‘દોસ્તી’ નું સંગીત રચવાનું હતું ત્યારે એમણે માઉથ ઓર્ગન વગાડવા માટે રાહુલ દેવ બર્મનની સેવા લીધી કારણકે તેમાં તેઓ સર્વશ્રેષ્ઠ હતા. જ્ઞાતવ્ય છે કે કલ્યાણજી, લક્ષ્મીકાંત અને પ્યારેલાલ, શંકર-જયકિશનની રેકોર્ડિંગ્સમાં વાદક રૂપે કાર્ય કરી ચુક્યા હતા. સંગીત ક્ષેત્ર અંતરિક્ષની જેમ વિરાટ છે, જેમાં પૃથ્વી જેવા અનેક ગોળાઓ સમાયેલા છે. સમગ્ર સૃષ્ટિમાં ધ્વનિ અજરામર છે.
સેક્સોફોન નામના વાદ્યયન્ત્રમાં વાદક પોતાના શ્વાસના ઉપયોગથી સ્વર કાઢે છે. વાંસળી પણ શ્વાસથી સંચાલિત હોય છે. એ વાતને દોહરાવવામાં મને સંકોચ નથી કે ચોથા દશકની ફિલ્મનું ગીત આ પ્રકારે હતું કે ‘વિરહા ને કલેજા યુ છલની કિયા જૈસે જંગલ મેં કોઈ બાંસુરી પડી હો.’ શરણાઈ પણ બેમિસાલ વાદ્ય છે. બિસ્મિલ્લા ખાનને અમેરિકાની એક સંસ્થાએ પ્રસ્તાવ આપ્યો હતો કે તેઓ અમુક વર્ષ અમેરિકામાં રહીને શરણાઈ વાદનનું પ્રશિક્ષણ આપે. બિસ્મિલ્લા ખાન સાહેબ બનારસ છોડવા માટે તૈયાર નહોતા. તેઓ ગંગા ઘાટ પર રિયાઝ કરતા હતા. અમેરિકાના વિશ્વવિદ્યાલયે એમને કહ્યું કે બનારસના ગંગા ઘાટની જેવું સ્થાન પરિસરમાં બનાવી દે તો બિસ્મિલ્લા ખાન સાહેબે કહ્યું કે, ‘હુકમ બનારસ જેવો ઘાટ તો બનાવી લઈશું પણ ગંગા ક્યાંથી મળશે. ખાન સાહેબનું શરણાઈ વાદન તો ગંગાના પ્રવાહની જેમ ધ્વનિ રૂપાંતરણ કરતું રહેતું.
પ્રસિદ્ધ સાહિત્યકાર મનોજ રુપડાની એક લાંબી વાર્તા ‘સાજ-નાસાજ’ છે. એને હાર્પર કોલિન્સના હિન્દી વિભાગે 2010માં પ્રકાશિત કરી હતી. વાર્તાનો નાયક ફિલ્મ ગીતોના રેકોર્ડિંગમાં સેક્સોફોન વગાડતો હતો. એમને મહારત મળી હતી. કમ્પ્યુટર દ્વારા ચાલતી ધ્વનિયોના પ્રયોગના કારણે વાદક બેરોજગાર થઇ ગયા. આ રચનામાં એવા જ વાદકોની કરુણ ગાથા ઊંડી સંવેદના સાથે પ્રસ્તુત કરવામાં આવી હતી. નાયક પોતાનો સેક્સોફોન હંમેશા સાથે રાખતો હતો. આ વાદ્ય એનો સજીવ સાથીદાર હતો. બેરોજગારી સહન કરતા દેવદાસ પણ શરાબી થઇ ગયો છે. એક જગ્યાએ લખ્યું છે કે દશકાઓ સુધી સેક્સોફોન તમે વગાડતા રહ્યા, રોજી-રોટી મેળવતા રહ્યા. દેવ બર્મનના નજીકના સહયોગી મનોહારી શ્રેષ્ઠ સેક્સોફોન વાદક રહયા અને જોધપુરમાં એમના કાર્યક્રમ પહેલા આયોજિત કરવામાં આવતા. મનોહારી એ ફિલ્મી ગીતોને પણ સેક્સોફોન દ્વારા પ્રસ્તુત કરતા હતા જેમાં આ વાદ્ય યંત્રનો ઉપયોગ નથી થયો. ફિલ્મ ઉદ્યોગમાં મોટાભાગના વાદકો ગોવાથી આવતા હતા પરંતુ સંગીતકાર પ્યારેલાલના પિતાએ અન્ય સ્થાનોથી આવેલા યુવાનોને પ્રશિક્ષિત કરીને ગોવાનો એકાધિકાર સમાપ્ત કર્યો. મારી જયપુર યાત્રા સમયે વર્ષા શાહિદે મને ‘સાજ-નાસાજ’ ભેટ સ્વરૂપે આપી. એમનો આભાર વ્યક્ત કરું છું.

X
Article by jayprakash choksey
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App