તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાજોલ અને કરણ જોહર વચ્ચે તકરાર

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

કાજોલને પૂછવામાં આવ્યું કે તે કરણ જોહર દ્વારા લિખિત પુસ્તક વાંચશે તો એમનો તરત જવાબ આવ્યો કે તે નહીં વાંચે. એમને બીજા પ્રકારના રસ ધરાવતા પુસ્તકો વાંચવા ગમશે. કરણ અને કાજોલ વચ્ચેની આ તકરારનું કારણ એ છે કે કાજોલના પતિ અજય દેવગણ અને શાહરુખ ખાનની ફિલ્મો એક જ દિવસે પ્રદર્શિત થઇ અને મોટાભાગના સિનેમાઘરોને લઈને બંને વચ્ચે મનભેદ રહ્યા છે. કરણ જોહર શાહરુખ ખાન સાથે રહ્યા છે. વાત એમ છે કે એમના આ સંબંધોના સમીકરણોનો મામલો બહુ જૂનો છે. બંને ફિલ્મી પરિવારોમાં જન્મેલા સંતાનો છે. કરણ જોહરના પિતા યશ જોહર ફિલ્મ નિર્માતા રહ્યા છે અને કાજોલ, તનુજા અને શોમુ મુખર્જીની દીકરી છે. તનુજા નૂતનની નાની બહેન છે અને એમની માં શોભના સમર્થ પણ અભિનય ક્ષેત્રમાં ઉચ્ચ સ્થાને રહી છે. તનુજાના પતિ શોમુ મુખર્જી શશીધર મુખરજીના દીકરા છે. શશીધર મુખર્જી દેવિકા રાની અને હિમાંશુ રાયની બોમ્બે ટોકીઝ નામની કોર્પોરેટ ફિલ્મ સંસ્થા સાથે જોડાયેલા હતા. 
જયારે આદિત્ય ચોપડા પોતાની પહેલી ફિલ્મ ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’ બનાવી રહ્યા હતા ત્યારે કરણ જોહર પોતાના પિતા સાથે સ્ટુડિયોમાં આવ્યા અને એમને ફિલ્મોનો ચસ્કો લાગી ગયો. શાહરુખ ખાન અને કાજોલે યુવા કરણ જોહરનો ઉત્સાહ વધાર્યો. કરણના પિતા યશ જોહરે એ સમયે લગ્ન કર્યા જયારે તેઓ 42 વર્ષના હતા. કરણ જોહરનું શિક્ષણ સાઉથ મુંબઈમાં થયું, જે ઉચ્ચ વર્ગના રહીશોનું ક્ષેત્ર છે. મુંબઈમાં વિભિન્ન શ્રેણી ભેદ છે. ને તેથી જ પશ્ચિમ બાંદ્રા, જુહુ વગેરે ક્ષેત્રમાં રહેનારા અને પૂર્વ બાન્દ્રામાં રહેતા લોકો કરતા આર્થિક રૂપે સારી સ્થિતિમાં છે. જેવી રીતે સાઉથ મુંબઈમાં રહેનારા પોતાને શ્રેષ્ઠ સમજે છે, એવી જ રીતે પશ્ચિમ ક્ષેત્ર અને પૂર્વ ક્ષેત્રમાં પણ અંતર છે. આ વાત આર્થિક દશા સાથે સામાજિક વ્યવહાર સાથે પણ જોડાયેલી છે. 
‘દુલ્હનિયા’ ના શૂટિંગ દરમિયાન જ કાજોલ અને શાહરુખ ખાને કરણ જોહરને કહ્યું કે તેઓ ફિલ્મ નિર્દેશિત કરે. કરણ જોહરના ફેશનેબલ કપડાં અને ફ્લ્યુન્ટ ઈંગ્લીશ તેમને ગમ્યું. કરણ જોહરે શાહરુખ ખાન અને કાજોલ સાથે ‘કુછ કુછ હોતા હૈ’, ‘કભી ખુશી કભી ગમ’, ‘માય નેમ ઇઝ ખાન’ અને ઋષિકેશ મુખર્જીની ‘આનંદ’ થી પ્રેરિત ‘કલ હો ના હોલ’ પણ બનાવી છે. 
કાજોલ અને અજયની પ્રેમકથા અનિઝ બઝમી દ્વારા નિર્દેશિત ‘પ્યાર તો હોના હી થા’ થી શરૂ થઇ. જણાવી દઈએ કે મારધાડ અને એક્શન દ્રશ્યોના માસ્ટર વીરુ દેવગણના તેઓ પુત્ર છે અને અજય તથા તેમના વિશાળ સંયુક્ત પરિવારમાં સ્ટાર વહુ કાજોલ ખુશી ખુશી રહે છે. કાજોલ પોતાની પસંદ અને નાપસંદ પ્રત્યે અત્યંત સજાગ છે અને એમની ઈચ્છા વિરુદ્ધ કોઈ કામ એમની પાસે ના કરાવી શકાય. એમની મા તનુજા પણ બિંદાસ રહી છે અને એમની મા શોભના સમર્થ તો વીતેલી સદીના પાંચમા દશકામાં પણ સાચા અર્થમાં આધુનિક હતી. અહીં આધુનિક્તાનો અર્થ ફેશન નહીં, વૈચારિક નિજતા અને સ્વતંત્રતા છે. પોતાની કિશોર અવસ્થામાં અંતર્મુખી રહેલા કરણ જોહર હવે જરૂરિયાત કરતા વધારે બોલકા અને વાચાળ છે. ફિલ્મ ઉદ્યોગના દરેક સમારોહમાં તેઓ એંકરિંગ કરે છે. એમણે લગ્ન નથી કર્યા પરંતુ સરોગસીના માધ્યમથી સંતાન પ્રાપ્ત કર્યા છે. મહેફિલોમાં જવા માટે તેમણે નૃત્ય પણ શીખ્યું છે. નવા કલાકારોને લોન્ચ કરવામાં તેમને ગોડફાધરનો ખિતાબ મળ્યો છે. 
એમની ફિલ્મોમાં સમલૈંગિકતાના દ્રશ્ય પણ હોય છે. ક્યારેક ક્યારેક સીધી રીતે તો ક્યારેક ઈશારા સાથે. વિક્રમ શેઠના લોકપ્રિય ઉપન્યાસ ‘અ સુટેબલ બોય’ ના આધારે તેમણે પોતાની આત્મકથા ‘અનસૂટેબલ બોય’ નામથી લખી છે. આ જ પુસ્તકને વાંચવાનો સવાલ પૂછવામાં આવ્યો હતો. કાજોલ ગંભીર સાર્થક સાહિત્ય સાથે હળવી કિશોરવયની ‘મિલ્સ એન્ડ બૂન્સ’ પણ વાંચે છે. એમણે કરણ જોહરનું પુસ્તક વાંચવાની ના કહી દીધી કારણકે તેઓ કરણ જોહરને જ એક પુસ્તક સ્વરૂપે વાંચી ચુક્યા છે અને એમને દોહરાવું પસંદ નથી.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- અધ્યાત્મિક ગતિવિધિઓમાં સમય પસાર થશે. જેથી તમારી વિચારશૈલીમાં નવીનતા આવશે. અન્યની મદદ કરવાથી આત્મિક સુખ મળી શકે છે. વ્યક્તિગત કાર્ય પણ શાંતિથી ઉકેલાઇ જશે. નેગેટિવઃ- કોઇ નજીકના સંબંધી સાથે ...

  વધુ વાંચો