પરદે કે પીછે / કંગના રાણાવત બાયોપિક : શક્યતાઓ અને જોખમ

DivyaBhaskar | Updated - Mar 14, 2019, 10:46 AM
jayprakash choksey column parde ke pichhe on kangana ranaut
કંગના રાણાવત પોતાના જીવન પર ફિલ્મની પટકથા લખી રહી છે. આજકાલ બાયોપિક બનાવવામાં આવી રહ્યા છે. પ્રાયઃ વ્યક્તિના ટોચ પર પહોંચ્યા બાદ બાયોપિક બનાવવામાં આવતી હતી. હાલ તો કંગના રાણાવત અભિનય સાથે દિગ્દર્શન પણ કરી રહી છે. અમુક દિવસો પહેલા એમણે ભોપાલમાં 'પંગા' ફિલ્મનું શૂટિંગ કર્યું છે. આ જ સાથે એમની ફિલ્મ 'મેન્ટલ હૈ ક્યા' નું શૂટિંગ પણ તેના અંતિમ ચરણમાં છે.
પોતાની બાયોપિક બનાવવા માટે કંગના હજુ યુવાન છે. હજુ એમણે ઘણું ચાલવાનું છે પરંતુ કંગના રાણાવત એવી રીતે જીવે છે જાણે કાલનો દિવસ જ નહીં આવે. તેઓ હંમેશા જલ્દીમાં રહે છે.
એક વખત હું ક્યાંક કામથી જઈ રહ્યો હતો અને વૃદ્ધ ટેક્સી ડ્રાઇવર બોલ્યો કે એણે બધાને જલ્દી કરતા જોયા છે પરંતુ ક્યારેય ક્યાંય પહોંચતા નથી દેખાતા. ઘણી ઊંડી દાર્શનિક વાત એણે કરી દીધી. બીજું કે સામાન્ય માણસ દાર્શનિક હોય છે, ભલે એ ક્યારેય કૉલેજ નથી ગયો અને એણે ડોક્ટરેટ નથી મેળવી. દાર્શનિકતા માટે એમને પોતાનું રિઝલ્ટ જ બધા કષ્ટો અને અસમાનતા આધારિત વ્યવસ્થા સહન કરવાની શક્તિ આપે છે. એ બધું જાણીને પણ અજાણ બની રહેવાનો અભિનય કરે છે. આ રીતે સામાન્ય માણસ નટસમ્રાટ બની જાય છે.
કંગના રાણાવતની બાયોપિકની જાહેરાતથી તે લોકો ભયભીત થઇ ગયા છે, જેમણે એમનું શોષણ કર્યું હતું. જે કબાટમાં એમણે પોતાના ગુનાઓની સાબિતી છુપાવી દીધી હતી, એ કબાટમાંથી હવે અમુક અવાજો બહાર આવી રહ્યા છે. યાદ આવે છે ચેતન આનંદની ફિલ્મ 'કુદરત' નું ગીત જે પાકિસ્તાની શાયરે લખ્યું છે ' 'ખુદ કો છુપાને વાલો કા/ પલ પલ પીછા યે કરે/ જહાં ભી હો મીટે નિશાન/ વહીં જાકે પાંવ એ ધર/ ફિર દિલ કે હરેક ઘાવ/ અશ્કો સે યે ધોતી હૈ/ દુઃખ સુખ કી હર એક માલા/ કુદરત હી પિરોતી હૈ/ હાથો કી લકીરો મેં/યે જાગતી સોતી હૈ.'
સર રિચર્ડ એટનબરોની ફિલ્મ 'ગાંધી' ને સર્વશ્રેષ્ઠ બાયોપિક માનવામાં આવે છે.
જ્યારે ફિલ્મકારે બ્રિટિશ રંગમંચના અભિનેતા બેન કિંગ્સલેને સિલેક્ટ કર્યા ત્યારે આ અભિનેતાએ શૂટિંગ પૂર્વની તૈયારીમાં ફક્ત ચરખો ચલાવતા શીખ્યું એટલું જ નહીં ઘણા દિવસો સુધી ઉપવાસ પણ કર્યો. આ ભવ્ય ફિલ્મના બીજા યુનિટના કેમેરામેન ગોવિંદ નિહલાનીએ પોતાના આરામના સમયમાં એક પુસ્તક વાંચ્યું, જેનાથી પ્રેરિત 'તમસ' બનાવવામાં આવી.નકારાત્મક શક્તિઓએ તેના પ્રદર્શન પર રોક લગાવવા માટે કોર્ટમાં અરજી આપી અને ન્યાયાધીશે રવિવારે ચાર કલાકની 'તમસ' જોઈને દૂરદર્શન પર બતાવવાના હકમાં નિર્ણય કર્યો.
રાકેશ ઓમપ્રકાશ મેહરાની 'ભાગ મિલ્ખા ભાગ' ફિલ્મમાં ફિલ્મકાર મિલ્ખા સિંહે બે ઐતિહાસિક દોડના ક્રમમાં અંતર કર્યું. આ કાર્ય ડ્રામેટિક પ્રભાવને વધારવા માટે કરવામાં આવ્યું હતું. સૌથી વધુ સંખ્યામાં બાયોપિક શહીદ ભગત સિંહની બની છે અને આજે પણ એસ.રામ શર્માએ લખેલી અને મનોજ કુમાર અભિનીત ફિલ્મને સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે.
કંગના રાણાવત પોતાની બાયોપિકનું લેખન અને દિગ્દર્શન કરવા જઈ રહ્યા છે. આ એક અત્યંત અઘરું કામ છે. શું તે તટસ્થતા જાળવી શકશે? સ્વયંને પ્રેમ કરતા તટસ્થતા બનાવી રાખવી અઘરી હશે. વ્યક્તિ સૌથી વધુ ખોટું જાત સાથે બોલે છે. ત્યાં સુધી કે પોતાની યાદોમાં પણ તે હેરાફેરી કરે છે.
રાજા-મહારાજાઓ દ્વારા કહેવાયેલા તેમના શિકારના દરેક કિસ્સાઓ ખોટા હોય છે. મોગલ બાદશાહ પોતાના દરબારમાં એક લેખકની નિમણૂંક કરતા હતા, જે એમનું જીવન ચરિત્ર લખતા હતા. આ પ્રકારના પુસ્તક સાચી હકીકત દર્શાવતા ન હતા. આ મામલે ઔરંગઝેબ સાથે ન્યાય નથી થયો. અમર્ત્ય સેને બહુ જ વિશ્વસનીય પુસ્તક લખ્યું છે. ઔરંગઝેબ જૈનાબાદની કન્યાને પ્રેમ કરતો હતો અને એના અમુક પ્રેમગીતો કોલકાતાના વાચનાલયમાં છે. વિભાજન સમયે ઇતિહાસને પણ વહેંચવામાં આવ્યો હતો. આપણે ધર્મનિરપેક્ષ અકબરને અપનાવ્યા અને પાકિસ્તાને ઔરંગઝેબને પસંદ કર્યા અને એ જ કારણથી ઔરંગઝેબને ભારતમાં નાપસંદ કરવામાં આવે છે. આને ઔરંગઝેબની તરફદારી ના સમજો, બસ અમર્ત્ય સેનના લેખની યાદ આવી ગઈ. મોગલ સામ્રાજ્ય પર એસએએ રિઝવીના પુસ્તક 'ધ વંડર ધેટ વોઝ ઇન્ડિયા' ભાગ બે અત્યંત પઠનીય પુસ્તક છે.
jpchoukse@dbcorp.in

X
jayprakash choksey column parde ke pichhe on kangana ranaut
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App