પરદે કે પીછે / ગુરુદેવ ટાગોરની મૂર્તિ પર પથરાવ કેમ?

DivyaBhaskar.com | Updated - Mar 12, 2019, 08:19 AM
Article by jayprakash choksey

આ દુઃખદાયી અને હૃદય વિદારક ખબર છે કે કોલકાતામાં રવીન્દ્રનાથ ટાગોરની મૂર્તિ પર ત્રણ યુવાનો પથ્થર ફેંકતા જોવા મળ્યા અને એમાંથી પકડાયેલા એક યુવકનું નામ મંડલ છે. સાંસ્કૃતિક મૂલ્યોના પતનના સમયમાં વાત આટલી બગડી શકે છે કે ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોર જેવા મહાન વ્યક્તિની મૂર્તિ પર પથરાવ થવા લાગ્યા. જો રાજનીતિ સાથે જોડાયેલા વ્યક્તિની મૂર્તિ પર પથરાવ થાય તો આ ચૂંટણીના સમયની દરિન્દગી કહેવાય. ભારતમાં સાહિત્ય માટે એકમાત્ર નોબેલ પુરસ્કાર મેળવનારા ગુરુદેવે વાર્તાઓ, ઉપન્યાસ અને કવિતાઓ લખવા સાથે ચિત્રકારી પણ કરી છે અને સંગીતના ક્ષેત્રમાં પણ યોગદાન આપ્યું છે.

રવિન્દ્ર સંગીત એક સ્કૂલ પણ છે. ગુરુ રવીન્દ્રનાથ ટાગોરનું સર્જન એટલું વધારે છે કે ચૌર્યાશી હજાર લોકોએ કરેલા અને જોડેલા કામની બરાબરી નથી કરી શકતું. આટલું જ નહીં ગુરુદેવ કોલકાતામાં સ્થાપિત થિએટર્સ કોર્પોરેટના પણ પ્રેરણા સ્ત્રોત રહ્યા છે અને જયારે સંસ્થાની પહેલી સાત ફિલ્મો મોટા દર્શક વર્ગને સિનેમા ઘરમાં લાવવામાં અસફળ રહી, ત્યારે સંસ્થા પર દબાવ વધી ગયો. ગુરુદેવ રવીન્દ્રનાથ ટાગોરે સ્વયં પોતાની રચના ‘નટીર પૂજા’ પર એક ફિલ્મ નિર્દેશિત કરી પરંતુ એ પણ અસફળ થઇ ગઈ. ગુરુદેવે પરામર્શ આપ્યો કે શિશિર ભાદુડીના નાટક ‘સીતા’ થી પ્રેરિત ફિલ્મ બનાવો.

એન્ડરસન નાટક કંપની કોલકાતાની યાત્રા પર આવી હતી અને ગુરુદેવે એમના નાટકોમાં પૃથ્વીરાજ કપૂર અને દુર્ગા ખોટેને અભિનય કરતા જોયા. એમના કહેવા પર જ પૃથ્વીરાજ કપૂર અને દુર્ગા ખોટે અભિનીત ફિલ્મ ‘સીતા’ બનાવી અને ખુબ સફળ રહી. ન્યુ થિએટર્સ ફિલ્મ નિર્માણ સંસ્થા આર્થિક રૂપે સશક્ત થઇ ગઈ. જ્ઞાતવ્ય છે કે આ કંપનીએ કેએલ સહેગલ અભિનીત ‘દેવદાસ’ નું નિર્માણ કર્યું. શરદ બાબુની દેવદાસથી પ્રેરિત આ બીજો પ્રયાસ હતો. 1925માં મૌન સિનેમાના જમાનામાં ‘દેવદાસ’ પ્રેરિત ફિલ્મ બની હતી. ‘દેવદાસ’ બધી ભારતીય ભાષાઓમાં વારંવાર ફિલ્માવવામાં આવી. ‘દેવદાસ’ પ્રેરિત ફિલ્મો બનતી રહેશે, કારણકે પારો અને ચંદ્રમુખી પણ જન્મ લેતી રહે છે. સમાજની સંકીર્ણતા અને કુપમૂંડકતા પણ હિંસક થતી રહી. આજકાલ પ્રેમના વિરોધ અને ઑનર કિલિંગના નામ પર જાતિના સન્માન માટે યુવા પ્રેમીઓની હત્યા કરવામાં આવે છે.

કહેવાય છે કે વિમલ રાય દ્વારા નિર્દેશિત અને દિલીપ કુમાર અભિનીત દેવદાસથી શ્રેષ્ઠ ફિલ્મ બનાવવી શક્ય નથી. દારૂની લતમાં પોતાને ડુબાડીને તે આને સવિનય અવજ્ઞા આંદોલન સમજતો રહ્યો. બંગાળનો યુવા વર્ગ હંમેશા સજાગ રહ્યો છે અને પોતાના ક્રોધને એમણે નક્સલી ગલીઓમાં પણ દેખાડ્યો છે અને પ્રેરક નેતૃત્વ મળતા જ નક્સલી હિંસાનો માર્ગ છોડી દીધો. હાલમાં જ કોલકાતામાં ક્રિકેટ સંગઠન દફ્તર પર નારાજગીના કારણે ઘેરાયેલા લોકોના હુમલાને સામાન્ય બંગાળીજનોએ અસફળ કરી દીધો. સમગ્ર દેશમાં નારાજગી અને નફરતની લહેરો ચાલી રહી છે અને સંભવ છે કે આ લહેરોના વહેણમાં આવીને કોઈ દિશાહીન યુવાને ગુરુદેવની મૂર્તિ પર પથ્થર ફેંક્યો હોય.

આ અજીબ વાત છે કે એક તરફ ભવ્ય મૂર્તિઓ બનવાઈ રહી છે અને બીજી તરફ એક સંપૂર્ણ સજ્જનધર્મીની મૂર્તિ પર પથ્થર ફેંકાય રહ્યા છે. અણધડનો આ કેવો જમાનો છે. શમ્મી કપૂરની ફિલ્મ ‘ઉજાલા’ નું ગીત યાદ આવી રહ્યું છે. ‘વહશત હૈ ફિઝાઓ મેં, યહ કૈસા ઝહર ફૈલા દુનિયા કી હવાઓ મેં’. બંગાળના લોકોને પોતાના સાંસ્કૃતિક વારસા પર ગર્વ રહ્યો છે. ‘ઈંગ્લીશ ઓગસ્ટ’ નામની ફિલ્મમાં એક પાત્રના કથનનો સાર એ છે કે બંગાળીઓ એવું માને છે કે મહાભારત એક મહાન ગ્રંથ છે જેને કોઈ બંગાળીએ નથી લખ્યો. સંભવતઃ ફિલ્મનું નામ ‘ઈંગ્લીશ રિક્વિમ’ છે. અમુક લોકોનું કહેવું છે કે બંગાળ ફક્ત એક પ્રાંત નહીં પરંતુ સંપૂર્ણ રાષ્ટ્ર છે.

તેને અવિભાજ્ય ભારતથી અલગ ના સમજવું જોઈએ, એ ફક્ત પોતાની ભૂમિ પ્રત્યેની આસ્થા છે. શરદ બાબુની જેમ જ ગુરુદેવ ટાગોરના સાહિત્યથી પ્રેરિત ફિલ્મો બની છે. ફિલ્મ આસ્વાદના જાણકારો એ માને છે કે સત્યજિત રાયની સર્વશ્રેષ્ઠ ફિલ્મ ‘ચારુલતા’ છે. મૂળ કથાનું નામ ‘નષ્ટનીડ’ છે. ફિલ્મકાર તપન સિન્હાની ‘ક્ષુધિત પાષાણ’ પણ ગુરુદેવની રચનાથી પ્રેરાયેલી ફિલ્મ છે. આજે કોના હાથમાં પથ્થર છે અને કોણે તેમને ઉકસાવ્યા છે કે ગુરુદેવની મૂર્તિ પર પથ્થર ફેંકે? શું આ યુવા કોઈ પારોને ખોઈને દારૂની લતમાં ખોવાતા યુવાનો છે. શું આ કોઈ નૌકાના ડૂબવાની દુર્ઘટનાથી બચનારા લોકો છે. જ્ઞાતવ્ય છે કે મહાત્મા ગાંધીએ ગુરુદેવને એક પત્ર લખ્યો હતો. જેનો સાર કઈંક એવી રીતે છે કે સ્વતંત્રતા સંગ્રામમાં દેશ પ્રેમનો શંખનાદ કરવો જરૂરી છે પરંતુ સ્વતંત્રતા પ્રાપ્ત કર્યા બાદ દેશપ્રેમનું ઉગ્ર અને હિંસક સ્વરૂપ જન્મી શકે છે. સંભવત આ જ સ્વરૂપે ગુરુદેવની મૂર્તિ પર પથ્થર ફેંક્યા છે.

X
Article by jayprakash choksey
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App