તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

તેરી આંખો કે સિવા દુનિયામેં રખા ક્યાં હૈ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

આનંદના સમાચાર છે કે, ઇરફાન પોતાનો ઈલાજ કરાવીને સ્વદેશ પરત ફર્યા છે. તેમણે દૂરદર્શન પર આવતા નાટકોમાં નાનકડી ભૂમિકાઓ ભજવીને પોતાની યાત્રા શરૂ કરી. ખૂબ જ સંઘર્ષ કરીને આગળ આવ્યા અને જોગાનુજોગ તેમની ફિલ્મ 'લંચ બોક્સ' દેશ વિદેશમાં ખૂબ વખણાઈ. 'પીકુ', 'તલવાર' અને 'જઝબા'માં તેમનું કામ લોકોને ખૂબ ગમ્યું. વિશાલ ભારદ્વાજે શેક્સપિયરની 'મેકબેથ'ને હિન્દીમાં 'મકબૂલ' નામથી બનાવી હતી અને ઈરફાનને આ ફિલ્મ માટે ઘણા એવોર્ડ્સ મળ્યા. 2008માં 'પાનસિંહ તોમર' પણ ઇરફાન ખાનની અભિનય સફર માટે મહત્વપૂર્ણ વળાંક સાબિત થઇ.

ભારતીય સિનેમામાં ચોકલેટી ચહેરાવાળા કલાકાર સાથે ખરબચડા ચહેરા વાળા કલાકારો પર અભિનય ક્ષમતાના કારણે મોટાભગના દર્શકોને પસંદ આવ્યા છે. આપણે એક રીતે ઈરફાન ખાનને ઓમપુરી જેવા કહી શકીએ. ઓમ પુરીની જેમ જ ઈરફાન ખાને પણ વિદેશમાં અંગ્રેજી ભાષામાં બનનારી અનેક ફિલ્મોમાં અવસર મળ્યા. તેમણે 'લાઈફ ઓફ પાઈ', 'સ્લ્મડૉગ મિલિયોનર', 'અમેઝિંગ સ્પાઈડર મેન', 'ધ વોરિયર'માં અભિનય કર્યો એટલે કે, તેમણે રૂપિયા કરતા બધારે ડોલર અર્જિત કર્યા છે.

જયપુરમાં જન્મેલા ઇરફાન ખાન લંડન, વોશિંગટન અને પેરિસમાં પણ પ્રશંસનીય છે. ખબર છે કે, રિશી કપૂર પણ અમેરિકામાં પોતાનો ઈલાજ કરાવીને સ્વદેશ પરત ફરવાના છે. એક કડવી વાસ્તવિકતા એ છે કે, ફિલ્મકાર ઇરફાન ખાન અને રિશી કપૂરને વધારે સમય માટે કરારબદ્ધ કરવામાં સંકોચ અનુભવે છે કેમ કે, તેમને એ પણ ભય હશે કે, ફિલ્મનું શૂટિંગ પછી જો કલાકાર ફરી બીમાર પડી જાય તો તેમની ફિલ્મ રોકાઈ જશે. કલાકારનું શરીર તેની દુકાન જેવું છે જેમાં નાનકડી તિરાડ પડે તો પણ તેની દુકાન બંધ થવાની વાત જોડાયેલી છે. રિશી કપૂર અમીર વ્યક્તિ છે અને તેમનો દીકરો રણવીર કમાઉ દીકરો છે પણ, ઇરફાન ખાન પાસે આ રીતનું કવચ નથી. ઇરફાન મધ્યમ વર્ગના છે અને તેમની સપોર્ટ સિસ્ટમ તો બાળકો દ્વારા રેતીમાં બનાવાયેલા ઘરની જેમ નબળું માની શકાય છે. પ્રતિભા જ તેમની એક માત્ર સંપત્તિ છે. 
ઇરફાન ખાન અભિનીત 'હિન્દી મીડિયમ' આપણી દોષપૂર્ણ શિક્ષા પ્રણાલીના લીરેલીરા ઉડાડે છે. 'ઈંગ્લીશ મીડિયમ'ને સમાજમાં શ્રેષ્ઠતાનું પ્રતીક માનવામાં આવે છે. લડાચ, આપનો દેશ એકમાત્ર છે જ્યાં રાષ્ટભાષાની મજાક ઉડાવાય છે. અંગ્રેજી ભાષામાં પ્રકાશિત થતા અખબારોના પત્રકારોનું મહેનતાણું પણ દેશી ભાષાના પત્રકારો કરતા વધારે છે, જયારે પ્રસાર સંખ્યા ભારતીય ભાષામાં પ્રકાશિત થતા અખબારોની ખૂબ વધારે છે. વિવિધ ક્ષેત્રોમાં તો લેખકો સાથેર થઇ રહેલા અન્યાય વિશેની ચર્ચા નિરર્થક છે. ખેડૂત અને વિદ્યાર્થી વર્ગ ઘણો મોટો છે. 
ઇરફાન ખાન પોતાના અભિનયમાં શરીર સંતુલન સારી રીતે જાળવે છે. તેમની આંખો ખૂબ જ બોલકી છે. આંખોને આત્માની અગાશી કહેવાય છે. પણ, આત્માતો અંધની પણ હોય છે. હકીકતે, મનુષ્યની વિચાર શક્તિને જ રહસ્યમયી આત્માના નામે ઓળખવામાં આવે છે. આત્માને રહેવા અને અભિવ્યક્ત થવા એક શરીરની આવશ્યકતા હોય છે. શરીરહીન આત્મા તો અંધવિશ્વાસના વર્તુળને મોટું કરે છે. 
જો કે, ઇરફાન અત્યંત ઘાતક બીમારીમાંથી મુક્ત થયા છે. ઈલાજની ભઠ્ઠીમાંથી તપીને નીકળેલા ઈરફાન ખાન પહેલાથી વધારે સારા અભિનેતા બી ચૂક્યા છે પણ શું તેમને યોગ્ય અવસરો મળશે? એમ પણ બને કે, કોઈ વિદેશી ફિલ્મકાર તેમને અવસર આપે કેમ કે, તેમનું કામ આયોજનબદ્ધ હોય છે અને નિર્ધારિત સમયે ફિલ્મ પૂરી પણ કરી લે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ વ્યસ્ત રહેશે. છેલ્લાં થોડા સમયથી તમે જે કામને લઇને કોશિશ કરી રહ્યા હતા, તેને લગતો લાભ પ્રાપ્ત થઈ શકશે. ફાયનાન્સને લગતા મહત્ત્વપૂર્ણ નિર્ણયના પોઝિટિવ પરિણામ સામે આવશે. નેગેટિવઃ- ...

  વધુ વાંચો