તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ઉપભોક્તાવાદ, ઉપયોગિતાવાદ, દુઃખ

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

અમેરિકાનું ચિત્ર દુનિયામાં એક ખુશ દેશનું છે અને દુનિયાના તમામ દેશોના નાગરિક ત્યાં રહેવા માટે તલસે છે. મુંબઈમાં અમેરિકન એમ્બેસીના કાર્યાલયમાં વિઝાની કચેરી સામે રોજ મસમોટી લાઈન હોય છે. અમેરિકાની એલ ડોરેડો વાળી છબિ પણ બની ગઈ છે. એલ ડોરેડો એટલે કે, સોનાની ખાણ, આ બધી છબિઓ રણમાં દેખાતા મૃગજળ જેવી જ સાબિત થાય છે. મારા એક મિત્ર અમરીશ પટેલ આરામ પ્રિય વ્યક્તિ હતા ઓણ પોતાના સંતાનો અમેરિકામાં વસી જતા તેઓ ત્યાં ગયા. ભારતમાં તેઓ હંમેશા ચપ્પલ પહેરતા હતા. અમેરિકામાં તેમણે જૂતા પહેરવા પડયા અને દરરોજ કેટલાંક માઈલ પગપાળા ચાલવું પડ્યું. દરરોજ સાંજે ઘરે આવતા જ તેઓ ગરમ પાણીમાં પગ બોળીને બેસી જતા. ચાલતા-ચાલતા પગમાં સોજા આવવા લાગ્યા અને વિચાર પ્રક્રિયામાં આવેલો સોજો કે, અમેરિકા સ્વર્ગ સમાન છે તે ચોક્કસ ઉતરી ગયો અને તેમને ભારતમાં વિતાવેલો આરામદાયક સમય યાદ આવવા લાગ્યો. ધર્મવીર ભારતની કવિતાનો અંશ છે 
-’ભટકોગે બેબાત કહીં, લૌટોગે હર યાત્રા કે બાદ યહીં’ 
આજકાલ એ અફવા ગરમ છે કે અમેરિકા પોતાનું રાજ્ય મોંટાના કૅનેડાને વેચવા માંગે છે. 1562 લાખ કરોડ રૂપિયાના દેવામાં ડૂબેલું અમેરિકા પોતાના ‘નકામા’ ભૂમિ ભાગથી મુક્ત થવા ઈચ્છે છે. હકીકતે, અમેરિકન સેનેટ આ વાહિયાત અફવાથી હેરાન થઇ ગઈ છે. કેમ કે, આ પ્રકારનો મુદ્દો સેનેટમાં ઉઠાવી જ ના શકાય. કોઈ પણ દેશ પોતાના કોઈ પણ વિસ્તાર પર કરેલા ખર્ચ કે તેમાંથી મળતા લાભ દ્વારા સંચાલિત થતો નથી. 
આપણા ઉત્તર પૂર્વીય સાત રાજ્યોમાં વ્યવસ્થા જાળવી રાખવી ખર્ચાળ છે પણ, શું એના કારણે એ રાજ્યો ચીનમાં જતા રહે તે માટે આપણે સંમતિ આપી દઈશું? ચીન હંમેશા એ વાતે નારાજ રહ્યું છે કે, ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન ચીનના કેટલાંક ભાગોને ભારતમાં સામેલ કરી દેવાયા છે. 
આ આખી વાત આપણે માનવ શરીરના વિવિધ અંગોની ઉપયોગીતાથી પણ સમજી શકીએ છીએ. દરેક અંગની પોતાની ભૂમિકા છે અને બધા જ અંગો જરૂરી છે અને એકબીજાના પૂરક છે. હવે એવું તો કેમ બને કે, લીવર કહે હું સૌથી મહત્વનું કે મગજ કહે હું સૌથી મહત્વનું, તો પેટ સૌથી નકામું જ્યાં ભૂખ લાગે છે. જઠરાગ્નિ સાથે જ પાચન કરનાર અમ્લ જન્મે છે. આ રીતે માનવ શરીરમાં અગ્નિ અને જળ વચ્ચે કોઈ શત્રુતા નથી જયારે ધરતી પર લાગેલી આગ પાણી ઓલવી નાખે છે. એટલે કે, ધરતી પરના શત્રુઓ માનવ શરીરમાં એકબીજાના મિત્રો છે. માનવ કુદરતની સર્વોત્તમ રચના છે, ભલે તે અડધો-પડધો જ કેમ ના હોય. તેનું અધૂરાપણું જ તેનું આકર્ષણ છે. સંપૂર્ણતાનો આદર્શ સૌ બરતરફ તો ના જ કરી શકાય કેમ કે, સંપૂર્ણતા સુધી પહોંચવાનો પ્રયાસ જ જીવનને સાર્થક બનાવે છે. મંઝિલ એક કલ્પના છે, ચાલતા રહેવું જ જીવન છે. જીવન નફા-નુકસાનની હિસાબ વહીથી નથી ચાલતું, નિરર્થક કામ પણ જીવનનો અનિવાર્ય હિસ્સો છે. 
બર્ટ્રેન્ડ રસેલનો એકે લેખ છે ‘ઈન પ્રેઈઝ ઓફ આઈડલનેસ’ એટલે કે, આળસની પ્રશંસામાં. કેટલાંક લોકોએ તો આળસની ક્ષણોમાં બેઠા બેઠા જ મહાન કવિતાઓ રચી છે.
 ઉપયોગિતા આધારિત વિષયુક્ત વિચારસરણી અંતર્ગત તો તમામ ઉંમરલાયક અને નિવૃત્ત લોકોએ આત્મહત્યા કરી લેવી જોઈએ અથવા તેમની હત્યા કરી દેવી જોઈએ. પોતાનાઓ દ્વારા ત્યજાયેલા લોકોને ‘હોમ ફોર ઓલ્ડ’માં મોકલી દેવાય છે. જ્યાં અપરિચિતો પાસેથી લાગણી મળે છે. 
આ જ વાત પર પ્રકાશ પડે છે ચંદ્રકાંત દેવતાલેની કવિતા- ‘પુરાને ઉમ્રદરાજ દરખ્તો સે છિટકતી છાલે, કબ્ર પર ઉગી તાજા ઘાસ પર ગીરતી હૈ, અતીત ચૌકડી ભરતે હિરન કી તરહ, મુજમેં સે હોતે હુએ ભવિષ્યમેં છલાંગ લગાતા હૈ, મૈં ઉજાડ઼મેં એક સંગ્રહાલય હું, હિરન કી ખાલ ઔર એક શાહી વાઘ કો ચમકા રહી હૈ ઉતરતી હુઈ ધૂપ, પુરાણી તસવીર મુજ પર તોપ કી તરહ તની હૈ, ભૂખ કી છાયાઓ ઔર ચીખો કે ટુકડો કો દબોચકર નરભક્ષી શેર કી તરહ સજા ધજા બૈઠા હાઈઓ જીવન ઇતિહાસ, કલ સુબહ ઝંડા ફરહાને કે બાદ જો ભી કુછ કહા જાયેગા ઉસે બર્દાશ્ત કરને કી તાકત મિલે સબકો’. આ કવિતાનું શીર્ષક ‘14 ઓગસ્ટ’ છે. ઉપભોક્તાવાદ નો અતૂટ હિસ્સો છે ઉપયોગિતાવાદ. 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમારો મોટાભાગનો સમય પરિવાર તથા ફાયનાન્સ સાથે જોડાયેલાં કાર્યોમાં પસાર થશે અને પોઝિટિવ પરિણામો પણ સામે આવશે. કોઇપણ પરેશાનીમાં નજીકના સંબંધીનો સહયોગ તમારા માટે વરદાન સાબિત થશે. નેગેટિવઃ...

  વધુ વાંચો