તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Jayprakash Choksey Column Parde Ke Pichhe Akshaye Khanna Life Of Simplicity And Self Reality

અક્ષય ખન્ના: સાદગી અને સ્વાભાવિક્તાનું જીવન

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અક્ષય ખન્ના વિવિધ ભૂમિકાઓ ભજવે છે. તેમની સાથે કામ કરનારા દરેક કલાકારો એ સ્વીકારે છે કે, અક્ષય ખન્ના કોઈ પણ પ્રકારના સ્તરના નખરા બતાવતા નથી ખૂબ જ અનુશાસિત કલાકાર છે. તેમને જમવામાં પણ રાજમાં ભાત જ ગમે છે. પોતાનું આત્મસન્માન તેમના માટે સૌથી ઉપર છે. એ વાત સાચી છે કે, શરૂઆતના સમયમાં તેઓ હીરો તરીકે ફિલ્મોમાં આવ્યા અને તે ફિલ્મો અસફળ રહી પણ, ફિલ્મકારોની ભૂલનો દંડ તેમને મળ્યો. છેલ્લા કેટલાંક વર્ષોથી તે ચરિત્ર ભૂમિકાઓ કરે છે અને કેટલાંક ફિલ્મકારો તેમને વધારે સારી ભૂમિકાઓ માટે પસંદ કરે છે. તાજા સમાચાર એ છે કે, એક રાજકીય પક્ષે બનતું બધું જ કર્યું તેમ છતાં અક્ષય ખન્નાએ ચૂંટણી લડવા માટે ચોખ્ખી ના જ કહી દીધી. વાત તો ત્યાં સુધી આવી કે, કેટલાંક ફિલ્મકારોને આજીજી કરવામાં આવી કે તો અક્ષયને મનાવે પણ, અક્ષય ટસના મસ ના થયા. મુંબઈના શાંત વિસ્તાર મડ આઇલેન્ડમાં અક્ષય ખન્નાનો બંગલો છે. જયારે તેઓ શૂટિંગ નથી કરી રહ્યા હોતા ત્યારે બંગલામાં એકલા રહે છે. તેમનું કોઈ પ્રેમ પ્રકરણ પણ સામે આવ્યું નથી.
અન્ય કલાકારોની જેમ અક્ષય ખન્નાએ પોતાની આજુબાજુ કોઈ ચમચાઓ રાખ્યા નથી. પોતાનો હિસાબ પણ જાતે જ જોવે છે. વિનોદ ખન્ના તેમના સમયમાં અમિતાભ બચ્ચનના સમકક્ષ સ્ટાર રહ્યા છે પણ આચાર્ય રજનીશના પ્રભાવમાં તેઓ અમેરિકા ચાલ્યા ગયા. થોડા સમય પછી તેમના બધો ભ્રમ ભાંગ્યા અને તેઓ પરત ફર્યા પણ ત્યાં સુધીમાં ફિલ્મઉદ્યોગનો ચહેરો પલટાઈ ચૂક્યો હતો. સલમાન ખાનની 'દબંગ'માં તેમણે સલમાનના પિતાની ભૂમિકા ભજવી હતી. વિનોદ ખન્ના લાંબા સમય સુધી સાંસદ પણ રહ્યા હતા. અક્ષય ખન્નાને એકાકીપણું સદી ગયું છે. આ સરળ નથી હોતું. આપણે ભલે ગમે તે બોલી પણ દરેકને કોઈકની જરૂર તો હોય જ છે. એકાંકીપણાની સાધના આધ્યાત્મ તરફ લઇ જાય છે. અક્ષય ખન્ના આધ્યાત્મિક હોવાનો દાવો પણ નથી કરતા. તેમની તટસ્થતાનો ભાવ સરળતાથી સમજી શકાય તેવો નથી. સામાન્ય જીવન જીવવાની સાથે જ આપણે સ્વયંને વધારે સારા બનાવવાનો પ્રયત્ન કરી શકીએ છીએ. આજુબાજુના ઘોંઘાટમાં તન્મયતા સાધી શકાય છે. માનસિક શાંતિ એક ત્રીજી અવસ્થા છે. આખાય ખન્ના કોઈ પણ ભૂમિકા ભજવવા માટે કોઈ પણ પ્રકારનો સ્વાંગ રચતા નથી.
તે પાત્રની ભવન સમજીને સહજરૂપે પાત્ર અભિનીત કરી દે છે. લઘુત્તમ પ્રયત્નોમાં ભાવનાઓને ઇન્ટરનલાઈઝ કરવાનું તેમને ખૂબ સારી રીતે આવડે છે. તાજેતરમાં જ એક નિર્માતાએ એક કોર્ટરૂમ લક્ષી ફિલ્મ માટે તેમને સાઈન કર્યા છે. આ જ ફિલ્મમાં તાપસી પન્નુ છે જે, ફિલ્મમાં આખાય ખન્ના અભિનીત પાત્રની વિરુદ્ધમાં કેસ લડી રહી છે. આખાય ખન્ના અને તાપસી પન્નુ બંને એવા કલાકાર છે જે પાત્રના ભાવો સહજ રીતે પ્રગટ કરી શકે છે. બંને વચ્ચે અન્ય એક એક સમાનતા એ પણ છે કે, બંને સ્ટાર્સ તામજામથી પર છે. આજકાલ કેટલાંક કલાકારો પોતાના કામ સાથે કામ રાખે છે અને પ્રોડ્યુસર્સ પર કોઈ દબાણ નાખતા નથી. અત્યારે લંડનમાં એક ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે. ફિલ્મમાં સૌરભ શુકલા અને અનિલ કપૂરના કેટલાંકે દ્રશ્યો છે. અનિલ કપૂર, સૌરભ શુક્લાનો અભિનય જોઈને દંગ રહી ગયા. અનિલ કપૂર પોતાની ભૂમિકાઓ માટે ઘણી પ[પૂર્વ તૈયારીઓ કરે છે અને કેટલેક અંશે મેથડ સ્કૂલના કલાકાર મનાય છે. સૌરભ શુકલા રંગમંચના કલાકાર છે અને તેમના અભિનયમાં ગજબની સ્વાભાવિકતા છે.
આખાય ખન્નાને રાજમાં ભાવે છે અને બંને સમય તેઓ રાજમાં જ ખાય છે. ઉલ્લેખનીય છે કે, રાજમામાં ભારે પ્રમાણમાં પ્રોટીન હોય છે. તમે જોયું હશે કે, પહાડના શિખરે આવેલા દેવીના મંદિર સુધી યાત્રીઓને ખાર ઉઠાવીને લઈને જાય છે. 14 કિમીના ચડાણમાં ત્રણ વાર આ મહેનતુ લોકો રાજમાની ખીર ખાય છે. કોઈ પણ વ્યક્તિનું ભોજન તેના વ્યક્તિત્વની ઓળખ ઉભી કરી શકે છે. આખાય ખન્નાના વ્યક્તિત્વને સમજવાની એક માત્ર ચાવી જ તેમનો રાજમાં પ્રેમ છે.
jpchoukse@dbcorp.in
અન્ય સમાચારો પણ છે...