ડૉક્ટરની ડાયરી / આંખોને કહો આજ છલકે નહીં, મહેફિલમાં સવાલ આબરૂનો છે

Tell your eyes not today, the question is in the concert

  • દર્દીએ સુખી ઘરની સ્ત્રીઓ પહેરે એવી સાડી પહેરી હતી અને એનો છેડો એવી રીતે ખેંચ્યો હતો કે એનો ચહેરો ઢંકાયેલો રહે. એવું લાગતું હતું કે એ કશું છુપાવી રહી હોય!

ડો. શરદ ઠાકર

Dec 04, 2019, 07:41 AM IST

ડો. મહેશ આટાવાલા ખૂબ નબળી આર્થિક સ્થિતિમાં રહીને ડોક્ટર બન્યા. એ પોતે તો ફિઝિયિશયન થયા, પણ જ્યારે એમણે પ્રાઇવેટ પ્રેક્ટિસ શરૂ કરી ત્યારે પાંચેક મિત્રોની સાથે મળીને એમણે પોલિક્લિનિક શરૂ કર્યું. ડો. કાછડિયા જનરલ સર્જન હતા. ડો. પુરોહિત ગાયનેકોલોજિસ્ટ, ડો. માવાણી ઓર્થોપેડિક સર્જન અને ડો. માવાણીનાં પત્ની ડો. પ્રિયા ડેન્ટિસ્ટ હતાં. ડો. આટાવાલાને બાદ કરતાં બાકીના મિત્રો આર્થિક રીતે સધ્ધર હતા. એટલે શહેરના પોશ એરિયામાં પાંચ મા‌ળનું સુંદર મજાનું ક્લિનિક પ્લસ નર્સિંગહોમ ઊભું થઇ શક્યું.
જે દિવસે ઉદઘાટન થયું એના બીજા જ દિવસે ડો. આટાવાલાના પિતાશ્રીનું અવસાન થયું. વાતાવરણ ગમગીન બની ગયું. ડો. પુરોહિતે પૂછ્યું, ‘મિત્રો, આપણા નવા સાહસની શરૂઆતમાં જ આવી અશુભ ઘટના બની ગઇ એની પાછળ વિધાતાનો કોઇ અમંગળ સંકેત તો સમાયેલો નહીં હોયને?’જવાબમાં ડો. આટાવાલા તો કંઇ ન બોલ્યા, પણ ડો. કાછડિયાએ જવાબ આપ્યો, ‘આપણાં શાસ્ત્રોમાં મૃત્યુને ઉત્સવ ગણવામાં આવ્યો છે. અલબત્ત, એ મૃત્યુ એક સાત્ત્વિક માનવીએ સફળતાપૂર્વક જીવેલી જિંદગી પછી યોગ્ય ઉંમરે થયેલું કુદરતી મૃત્યુ હોય. ડો. આટાવાલાના પિતાએ કઠોર પરિશ્રમ કરીને પરસેવાના આટામાંથી દીકરાનું પેટ ભર્યું હતું. પેટે પાટા બાંધીને દીકરાને ડોક્ટર બનાવ્યો. ગઇ કાલે પોતાનું જીવનભરનું સપનું સાકાર થયેલું જોઇને એમણે જિંદગીની ગઠરિયા સંકેલી લીધી.
આપણે ક્યાંક જતા હોઇએ અને જો સામેથી નનામી આવતી દેખાય તો આપણે એને શુકન થયા એમ કહીએ છીએ. આપણા મિત્ર ડો. આટાવાલાના પપ્પાએ મૃત્યુ પામીને આપણા આ નવા સાહસને શુકન કરાવ્યાં છે. માટે આપણે કોઇ પણ પ્રકારની શંકા, વહેમ કે અંધશ્રદ્ધા રાખ્યા વગર આપણા દર્દીઓની સેવામાં લાગી જઇએ.’
ડો. માવાણીએ અણધાર્યું સૂચન કર્યું, ‘મારી એક વિનંતી છે. જો બધાને ગમે તો સ્વીકારજો. આપણા વહાલા સાથીદાર ડો. આટાવાલાના પપ્પાની યાદમાં આપણે વેઇટિંગ હોલમાં એમનો એક ફોટો મૂકીએ. રોજ તાજાં ફૂલો ચડાવીને, દીવો પ્રગટાવીને એમના આશીર્વાદ લઇએ અને તેઓ જે દિવસે મૃત્યુ પામ્યા છે તે દિવસે જેટલા દર્દીઓ આવે તે બધાને મફતમાં તપાસીએ અને સારવાર આપીએ.’
બધાએ તરત જ આ સૂચનને વધાવી લીધું. ડો. આટાવાલાના પપ્પા સોમવારે મૃત્યુ પામ્યા હતા એટલે એ દિવસે કોઇ પણ દર્દી પાસેથી ફી સ્વરૂપે એક પણ રૂપિયો લેવો નહીં એવું નક્કી કરવામાં આવ્યું. આ મતલબનું પાટિયું બનાવીને ક્લિનિકની બહાર મૂકવામાં આવ્યું. આ સોમવારનો દિવસ પસંદ કરવો એ આર્થિક રીતે ખૂબ જ નુકસાનકર્તા નિર્ણય હતો. રવિવારે રજા હોવાથી સોમવારે સૌથી વધારે દર્દીઓ રહેતા હતા, પણ આ મિત્રો પોતાના નિર્ણયને મક્કમતાથી વળગી રહ્યા.
આપણા સમાજમાં બધા જ લોકો એકસરખા હોતા નથી. કેટલાક લેભાગુ માણસો પણ હોય છે. પરિણામે મર્સિડીઝ ધરાવતા શ્રીમંત દર્દીઓ પણ સોમવારનો લાભ લેવા આવી ચડતા હતા. દરેક ડોક્ટરના કન્સલ્ટિંગ રૂમ અલગ અલગ હતા. સોમવારે આખો દિવસ જાણે દર્દીઓનો મેળો જામતો હતો. ધીમે ધીમે પોલિક્લિનિકની ખ્યાતિ ચોમેર ફેલાઇ ગઇ. આવક પણ સારી એવી થવા લાગી. એટલે સોમવારની ખોટ કોઇને સાલતી ન હતી.
ડેન્ટિસ્ટ ડો. પ્રિયા માવાણીનું મેડિકલ નોલેજ, એમના હાથમાં રહેલી સર્જિકલ કુશળતા, સ્વભાવની નરમાશ અને મધુરતાભર્યો અવાજ આ બધાના કારણે એમની ઓપીડી ઊભરાવા લાગી. બાકીના પાંચ દિવસ દરમિયાન જેટલા દર્દીઓ આવ્યા હોય એમાંથી દાંત પડાવવાવાળા કે ચોકઠું બનાવવા માટેના દર્દીઓ ખાસ સોમવારે જ આવવાનું પસંદ કરવા લાગ્યા. જે ચોકઠું બનાવવાનો ચાર્જ આવા હાઇફાઇ ક્લિનિકમાં આઠથી દસ હજાર રૂપિયા જેટલો ખર્ચ થાય એ ચોકઠું અહીં સાવ મફતમાં મળી જતું હતું. ડો. પ્રિયાને આ બાબતનો લેશમાત્ર ચચરાટ થતો ન હતો. આખરે આ બધું એમના જ એક સાથીદાર ડોક્ટરમિત્રના પિતાજીની પુણ્યસ્મૃતિ રૂપે થતું હતું અને એ પુણ્યાત્માના આશીર્વાદના પ્રતાપે બાકીના પાંચ દિવસ દરમિયાન મબલખ કમાણી થઇ જતી હતી.
આવો જ એક સોમવાર હતો. ડો. પ્રિયા એમના કામમાં વ્યસ્ત હતાં. નર્સે એક વયસ્ક સ્ત્રીદર્દીને અંદર મોકલી આપી. કેસપેપરમાં નામ લખેલું હતું: ધુમાલિનીબહેન શેઠ. ઉંમર વર્ષ: 57. નામ વાંચીને ડો. પ્રિયા ચમકી ગઇ. આવું સુંદર નામ ધરાવતી સ્ત્રી સાવ ગરીબ હોઇ શકે! એણે એ સ્ત્રીની સામે જોયું. દર્દીએ સુખી ઘરની સ્ત્રીઓ પહેરે એવી સાડી ગુજરાતી ઢબે પહેરી હતી અને એનો છેડો એવી રીતે ખેંચ્યો હતો કે એના ચહેરાનો અડધો ભાગ ઢંકાયેલો રહે. એવું લાગતું હતું કે એ કશું છુપાવી રહી હોય! ડો. પ્રિયાએ પૂછ્યું, ‘બા, તમને શું થાય છે?’
બાએ બોખું મોં ખોલીને જવાબ આપ્યો, ‘મારા બધા દાંત પડી ગયા છે. હું ચોકઠું કરાવવા માટે આવી છું.’
ડો. પ્રિયાએ નર્સને સૂચના આપી, ‘આમને કાસ્ટિંગ માટેની તારીખ આપી દો. પછી ચોકઠું તૈયાર થઇ જાય એટલે...’
સ્ત્રી બોલી ઊઠી, ‘બહેન, મને સોમવારે જ ચોકઠું આપજો હોં.’
ડો. પ્રિયા હસી પડી, ‘હા, બા. તમે ચિંતા ન કરો. હું સમજી ગઇ.’ એ સ્ત્રી તારીખ લઇને ચાલી ગઇ. એના ગયા પછી થોડી જ વારમાં પ્યૂન લવજી અંદર દોડી આવ્યો અને સહેજ ઊંચા અવાજમાં ફરિયાદ કરવા લાગ્યો, ‘મેડમ, તમે હમણાં જે બહેન ગયાં તેમને સોમવારે જ બોલાવ્યાં છે?’
‘હા, કેમ? શું થયું?’, ‘અરે! તમે એમને ઓળખતાં નથી. એ તો ડો. મનોજ શેઠના મધર હતાં. ડો. મનોજભાઇ અને એમની વાઇફ બંને જનરલ પ્રેક્ટિસનર છે. ખૂબ સારું કમાય છે. બંગલો, ગાડી બધું જ છે. આવા સુખી ઘરના દર્દીને પણ જો તમે સોમવારે બોલાવશો તો...’
ડો. પ્રિયાને આશ્ચર્ય તો થયું જ, પણ એના કરતાંય વધારે તો આઘાત લાગ્યો, પણ પટાવાળાની હાજરીમાં એમણે વાતને રોળીટોળી નાખી. ‘લવજી, તારે એ બધામાં પડવાની જરૂર નથી. જો એ બહેન કોઇ ડોક્ટરના પરિવારના સભ્ય હોય તો મડિકલ એથિક્સ પ્રમાણે અમે એમની ફી લઇ શકીએ નહીં. માટે આ વાતને ભૂલી જા.’
લવજી તો ચાલ્યો ગયો, પણ ડો. પ્રિયાનાં મનમાં વિચારોનું ચક્ર ચાલુ કરતો ગયો. થોડા દિવસ પછી આપેલી તારીખે ડો. મનોજનાં મમ્મી ફરી પાછાં આવ્યાં. આ વખતે પણ એમણે માથા પરની સાડી એવી રીતે ઓઢી હતી કે એમના ચહેરાનો મોટો ભાગ ઢંકાયેલો રહે. ડો. પ્રિયાએ એમને અંદર બોલાવ્યાં. પછી માનપૂર્વક પૂછ્યું, ‘બા, તમે મોઢું કેમ ઢાંકેલું રાખો છો?’
આ સાંભળીને મધુમાલિનીબહેનની આંખોમાં ભીનાશ છવાઇ ગઇ, પરંતુ એ કશું બોલ્યાં નહીં, પરંતુ ડો. પ્રિયાએ કહેવું પડ્યું, ‘બા, તમે શરમાશો નહીં. હું જાણું છું કે તમે ડો. મનોજભાઇનાં મમ્મી છો. પૈસેટકે ખૂબ જ સંપન્ન છો. હું તમને એવું નહીં પૂછું કે તમે વિના મૂલ્યે ચોકઠું કરાવવા માટે કેમ આવ્યાં છો? અમારે ત્યાં તો સોમવારે રાજા આવે કે રંક, બધાય સરખા, પણ મારે તમને એક જ સવાલ પૂછવો છે; તમે મોં કેમ સંતાડો છો?’
મધુમાલિનીબહેનની આંખમાંથી મોટાં અશ્રુબિંદુઓ ખરી પડ્યાં. એમણે કંપતા અવાજમાં કહ્યું, ‘બેટા, મોં ન સંતાડું તો શું કરું? બહાર બેઠેલા બધા જ લોકો મને ઓળખે છે. જે સવાલ તમારા મનમાં થયો એ જ સવાલ એ બધાનાં મનમાં થાય. સરવાળે આબરૂ તો મારા દીકરાની જ જાયને? એટલા માટે હું મારું મોં ઢાંકી રાખું છું.’
‘તમે તમારી રીતે સાચા છો, પણ મને એ સમજાતું નથી કે આવી પરિસ્થિતિ ઊભી જ કેવી રીતે થાય? ખરેખર તો ડો. મનોજભાઇએ તમારી સાથે આવવું જોઇએ. એ પોતે ન આવી શકે તો તમારી વહુને કહેવું જોઇએ. એટલિસ્ટ ભલામણ માટેનો ફોન તો કરી દેવો જોઇએને? એક દીકરો પોતાની મા માટે આટલું પણ ન કરે?’
ડો. પ્રિયાએ દુખતી નસ પર હાથ મૂકી દીધો. મધુમાલિનીબહેનના સંયમની પાળ તૂટી ગઇ. ‘બેટા, મારા દુ:ખની વાત કોઇને કહેવાય તેવી નથી. દીકરાને અમે ખૂબ કરકસર કરીને ડોક્ટર બનાવ્યો છે. વહુ પણ ડોક્ટર મળી છે, પણ દીકરો હવે રૂપિયાના ઢગલામાં આળોટે છે. એને મા-બાપની જરા પણ પરવા નથી. મેં એને કેટલીય વાર કહ્યું કે મારે ચોકઠાંની જરૂર છે.

X
Tell your eyes not today, the question is in the concert

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી