ડોક્ટરની ડાયરી / જોવા મળ્યા નથી કે નથી જાણવા મળ્યા ઈશ્વર અહીં બધાને ફક્ત ધારવા મળ્યા

Have not seen or have not found God, God has found everyone here only

ડો. શરદ ઠાકર

Jun 12, 2019, 07:39 AM IST

શ્રી લેખાબહેનની ઉંમર 50 વર્ષની. આ ઉંમરે ગુજરાતી બહેનોનું વજન સામાન્ય રીતે વધી જતું હોય છે. શ્રીલેખાબહેન પણ સહેજ સ્થૂળકાય થઇ ગયાં હતાં. ગૃહિણી હોવાથી ઘરની તમામ જવાબદારીઓ તેમના માથે જ હતી. ધીમે ધીમે કમરનો દુખાવો શરૂ થયો. ધીમે ધીમે દુખાવો વધતો ગયો.
એક દિવસ એમણે હેમંતભાઇને ફરિયાદ કરી, ‘સાંભળો છો? મારો બેકએક ખૂબ જ વધી ગયો છે. ગઇ કાલે આખી રાત હું ઊંઘી શકી નથી. કોઇ ડોક્ટરને બતાવવું પડશે.’
હેમંતભાઇનો પરિવાર મધ્યમવર્ગીય હતો. પતિ, પત્ની અને ત્રણ બાળકો આરામથી જીવી શકે એટલી કમાણી હતી. જરૂરિયાતો માટે પૂરતા પૈસા હતા, મોજશોખ માટે ન હતા. શ્રીલેખાબહેન પણ ગ્રેજ્યુએશન સુધી ભણ્યાં હતાં. વાંચનનો શોખ ધરાવતાં હતાં. કોઇ ફેમિલી ડોક્ટરની પાસે જવાને બદલે પતિ-પત્ની સીધા જ એમના વિસ્તારના જાણીતા ઓર્થોપેડિક સર્જનને ત્યાં પહોંચી ગયાં.
ડોક્ટરે તપાસીને સલાહ આપી, ‘પાંચ દિવસ પથારીમાં સૂતાં રહેજો. હું દવા લખી આપું છું તે લેજો. કરોડરજ્જુને તકલીફ પડે તેવું એક પણ કામ ન કરશો. આ મલમ લગાવજો. અઠવાડિયા પછી પાછાં આવજો.’
અઠવાડિયાના બદલે શ્રીલેખાબહેન ત્રીજા દિવસે પાછાં આવ્યાં, ‘ડોક્ટરસાહેબ, તમે લખી આપી એ દવા તો બહુ ગરમ પડે છે. એસિડિટી વધી ગઇ છે. જમણા પગમાં વીજળીના ઝટકા વાગતા હોય એવું લાગે છે. બીજો કોઇ ઉપાય હોય તો બતાવો.’
ડોક્ટરે એક ફિઝિયોથેરાપી સેન્ટરનું સરનામું લખી આપ્યું. આ સરનામે જઇ અને ખાસ પ્રકારના શેક લેવાનું ચાલુ કરી દો. આશરે સાતથી દસ દિવસ સુધી શેક લેવા પડશે. મટી જવું જોઇએ.’
ન મટ્યું. શ્રીલેખાબહેન દુ:ખી મન અને કડવો ચહેરો લઇને પાછાં હાજર. ડોક્ટરે આ વખતે બીજું એક સરનામું લખી આપ્યું. એણે કહ્યું, ‘હવે તમારે આ ડોક્ટર પાસે જવું પડશે. એ આપણા અમદાવાદના અને પૂરા ગુજરાતના ખૂબ નામાંકિત સ્પાઇનલ સર્જન છે. તમારો કેસ એ જ હેન્ડલ કરી શકશે.’
આ સ્પાઇનલ સર્જન ગુજરાતભરમાં અત્યંત જાણીતા છે. એમના કામ વિશે હું જાણતો નથી, પણ એમનું નામ બધા જ જાણે છે. આપણે શાલીનતા દાખવીને તેમનું સાચું નામ જાહેર કર્યું નથી. માટે એમને ડો. હર્ષદ દોશી તરીકે ઓળખીશું. (આ બદલાવાયેલું નામ પણ કોઇનંુ હોઇ શકે માટે બંધબેસતી પાઘડી પહેરી લેવી નહીં.)
વિશાળ નર્સિંગહોમ. ફાઇવ સ્ટાર ક્લિનિક. મોઘુંદાટ ફર્નિચર. વૈશાખ મહિનામાં પણ પોષનો અહેસાસ કરાવે એવું એરકન્ડિશન્ડ વાતાવરણ અને દર્દીઓથી ઓવરફ્લો થતો વેઇટિંગ રૂમ. બધા જ પેશન્ટો કરોડરજ્જુના પ્રોબ્લેમ્સવાળા. કોઇ સરખી રીતે સીધું બેસી શકે તેવું નહીં. ખુરશીમાં બેઠાં બેઠાં થોડી થોડી વારે શરીરના આકારો બદલતા રહે અને ગળામાંથી ચિત્રવિચિત્ર ઊંહકારાઓ કાઢતા રહે. એવો જ એક ઊંહકારો લઇને શ્રીલેખાબહેન પણ ગોઠવાઇ ગયાં.
સાડા ત્રણ કલાકે એમનો વારો આ‌વ્યો. ડોક્ટરે મીઠાશપૂર્વક એમને આવકાર્યા. સહાનુભૂતિપૂર્વક સાંભળ્યાં, કરુણાપૂર્વક તપાસ્યાં અને પછી કુશળતાભરી રીતે નિદાન કર્યું. ‘મારા મનમાં તો તમારી બીમારીનું ચિત્ર પૂરેપૂરું સ્પષ્ટ થઇ ગયું છે, પણ એક વાર એમઆરઆઇ કરાવી લો.’
પાંચ હજાર રૂપિયા ખર્ચીને શ્રીલેખાબહેન પતિની સાથે ડોક્ટર દોશીના ક્લિનિકમાં હાજર થયાં. રિપોર્ટ જોઇને ડો. દોશી પ્રસન્નતાપૂર્વક હસી પડ્યા, ‘એ જ છે! એ જ છે!’ મારું નિદાન સાચું પડ્યું. તમારે લમ્બર એરિયામાં બે મણકા વચ્ચેની ગાદી ઘસાઇ ગઇ છે. આ તમને સમજાવવા માટે સાદી ભાષામાં કહું છું. આનો ઉપાય એક જ છે. સર્જરી કરવી પડશે. બે મણકા વચ્ચે ચેતાતંતુ દબાય છે તેને મુક્ત કરવી પડશે તો જ દુખાવો મટશે.’
હેમંતભાઇએ પૂછ્યું, ‘સાહેબ, ખર્ચ કેટલો થશે?’
‘સવા બે લાખ રૂપિયા. ઓપરેશન મોટું છે. દવાઓ અને એનેસ્થેસિયાનો ખર્ચ અલગ.’
પતિ-પત્નીએ એકબીજાની સામે જોયું. ખર્ચનો આંકડો દર્દની લાચારી આગળ હારી ગયો. બંનેએ હા પાડી દીધી. શ્રીલેખાબહેને પૂછી લીધું, ‘સાહેબ, આટલા બધા પૈસા ખર્ચવા એ અમારા માટે ગજા બહારનું છે, પણ અમે તમારી પાઇએ પાઇ ચૂકવી દઇશું. મને એટલું કહો કે ઓપરેશન કરાવ્યા પછી મારો કમરનો દુખાવો દૂર તો થઇ જશે ને?’
ડોક્ટરે આત્મવિશ્વાસના રણકા સાથે જવાબ આપ્યો, ‘હા. તમને અત્યારે જેટલું દુ:ખે છે એમાં નેવું ટકા જેટલી રાહત થઇ જશે. માત્ર દસેક ટકા જેટલો દુખાવો ક્યારેક ક્યારેક થયા કરશે, પણ એ તમને બહુ હેરાન નહીં કરે.’
શ્રીલેખાબહેન અને હેમંતભાઇ ઘરે ‌આવ્યાં. કાગ‌ળ-પેન લઇને હિસાબ કરવા બેઠાં. બેંકોનાં ખાતાંમાં મૂકેલાં નાણાં, થોડુંક સોનું, દીકરાનું બાઇક અને બે-ત્રણ મિત્રોનું અહેસાન. ઉધારના ખાતામાં ટપકાવી લીધું ત્યારે જમા ખાતામાં અઢી લાખ રૂપિયા એકઠા થઇ શક્યા. હેમંતભાઇ બબડ્યા પણ ખરા, ‘શ્રીલેખા, આપણે ખાલી થઇ જઇશું, પણ તારું દર્દ મટતું હોય તો આ બધું મંજૂર છે.’
નિર્ધારિત તારીખે શ્રીલેખાબહેન હોસ્પિટલમાં દાખલ થઇ ગયાં. ડો. દોશીએ ઓપરેશન શરૂ કર્યું. એમણે તમામ કુશળતા અને વર્ષોનો અનુભવ કામે લગાડીને ઓપરેશન પૂરું કર્યું. ઓપરેશન પછીના દિવસો નિર્વિઘ્ને પસાર થઇ ગયા. અંતે ઘરે જવાનો સમય આવી પહોંચ્યો. કુલ બિલમાંથી દોઢ લાખ રૂપિયા તો ડિપોઝિટ પેટે ડો. દોશીએ માગી લીધા હતા. બાકીની રકમ લીધા પછી તેમણે દર્દીને રજા આપી દીધી, પણ શ્રીલેખાબહેનની અનુભવી નજરમાં એક સૂક્ષ્મ ફેરફાર ઝિલાઇ ગયો. ઓપરેશન પહેલાંના ડો. દોશી અને ઓપરેશન પછીના ડો. દોશી આ બંનેના વર્તનમાં પરિવર્તન આવી ગયું હતું. ઓપરેશન પહેલાં ડો. દોશીના વર્તનમાં જે સ્નેહ, કરુણા, સમભાવ અને વાણીમાં મીઠાશ વરતાતાં હતાં તે ઓપરેશન પછી ક્યાંક ગાયબ થઇ ગયાં હતાં. ખાવાપીવાની સૂચના પણ હવે નર્સ જ આપી દેતી હતી. શ્રીલેખાબહેન કોઇ પ્રશ્ન પૂછે તો એનો જવાબ માત્ર ‘હા’ અથવા ‘ના’માં જ મળતો હતો.
શ્રીલેખાબહેને મન મનાવ્યું કે ડોક્ટર બીજા દર્દીઓમાં વધારે વ્યસ્ત હશે એટલે મારા તરફ વધુ ધ્યાન આપી શકતા નહીં હોય. બાકી ઓપરેશન તો સારી રીતે કરી જ આપ્યું છે ને? ઓપરેશન ખરેખર કેટલું સારું થયું હતું એની સાબિતીઓ સમય પસાર થતો ગયો તેમ તેમ મળતી રહી. કમરનો દુખાવો લગભગ પહેલાં જેટલો જ ચાલુ રહ્યો હતો. ફોલોઅપ ચેકઅપ માટે ડોક્ટરે જે દિવસે બોલાવ્યાં હતાં તે દિવસે શ્રીલેખાબહેન પહોંચી ગયાં. ડોક્ટરે ઝડપથી પૂછ્યું, ‘કેવું છે તમને?’
શ્રીલેખાબહેને કટાણું મોં કરીને ફરિયાદ રજૂ કરી, ‘સાહેબ, દુખાવામાં જરા પણ ફરક પડ્યો નથી.’
ડો. દોશીએ દસ સેકન્ડમાં તપાસ પૂરી કરી દીધી, ત્રીસ સેકન્ડમાં ગોળીઓ ઉતારી આપી અને પંદર સેકન્ડમાં બોલવાનું પૂરું કર્યું. આ ગોળીઓ ચાલુ રાખજો. પંદર દિવસમાં સારું થઇ જશે. આવું કહેતી વખતે ડો. દોશીનો અવાજ સાવ જ બદલાઇ ગયો હતો. એમનાં ટૂંકાં ટૂંકાં વાક્યો અને ઊખડી ઊખડી રીતભાત એવું સૂચવતી હતી કે તેઓ શ્રીલેખાબહેનને ટાળવા માગતા હતા. શ્રીલેખાબહેનને સારું ન થયું. દુખાવો વધતો જ ગયો. આટલું મોટું ઓપરેશન અને ગજા ઉપરવટનો ખર્ચ બધું પાણીમાં વહી ગયું. એ વાતમાં કોઇ શંકા ન હતી કે ડો. દોશી એમના ક્ષેત્રમાં એક ઉત્તમ ડોક્ટર ગણાતા હતા, પણ જગતના સારામાં સારા ડોક્ટર હોઇ એનાથી પણ ક્યારેક કોઇક કેસ બગડી શકે છે. જોવાનું એ રહે છે કે આવા સમયે એ ડોક્ટરનું વર્તન કેવું રહે છે. શ્રીલેખાબહેનના કેસમાં એક ઉત્તમ ડોક્ટર ઉત્તમ માનવી ન બની શક્યા.
ડો. દોશીનું વર્તન ક્રમશઃ બગડતું ચાલ્યું. જ્યારે શ્રીલેખાબહેન છેલ્લી વાર એમને મળવા માટે ગયાં ત્યારે તો ડો. દોશીના ઉદ્ધત વર્તને માનવતાની તમામ હદો વટાવી દીધી. શ્રીલેખાબહેન રડતાં રડતાં કહેવા લાગ્યાં, ‘સાહેબ, જરાક તો દયા બતાવો. મારા બેકએકમાં દસ ટકા જેટલો પણ ઘટાડો થયો નથી. અમે એ બધું જ કરાવ્યું જે માટે તમે સલાહ આપી હતી. તેમ છતાં મને દસ ટકા જેટલો પણ

X
Have not seen or have not found God, God has found everyone here only

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી