તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

બંદગી હમને છોડ દી હૈ ‘ફરાઝ’ ક્યા કરે જબ લોગ ખુદા હો જાયે

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

બાપ ચક્કર અને દીકરો ધનચક્કર. બાપનું નામ શાંતિલાલ અને દીકરાનું નામ સુરેશ. શાંતિલાલની પ્રકૃતિ અત્યંત તામસી. વાતવાતમાં ભડકો થઈ જાય. 50 વર્ષની ઉંમરે પણ કોઈ જાતની પીઢતા જોવા ન મળે. નિકટનાં સગાંવહાલાં પણ તેનાથી દૂર ભાગે. તિતાલી મગજ. ક્યારે કોનું અપમાન કરી બેસશે એની એને પોતાને પણ ખબર ન હોય.
દીકરો સુરેશ પિતાના સંસ્કારો લઈને જ જન્મ્યો હતો. માત્ર ચહેરો જ મા પાસેથી લીધો હતો. બાકી ક્રોધ, તોછડાઈ, ભલભલાનું અપમાન કરી નાખવું, નાની-નાની વાતમાં રિસાઈ જવું, કોઈ પણ વાતનું નાડું એક વાર હાથમાં પકડ્યું તે પછી ક્યારેય છોડવાનું જ નહીં. આવા બધા ‘સદ્્ગુણો’ એણે પિતાજી પાસેથી સીધા જ વારસામાં મેળવ્યા હતા.
ત્રણ બહેનો હતી, પણ બધી જ પરણીને સાસરે ચાલી ગઈ હતી. ઘરમાં હવે ત્રણ જણાં હતાં- માતા-પિતા અને એક યુવાન પુત્ર. આટલું ઓછું હોય તેમ વધુ એક પરિબળ ઉમેરાયું. સુરેશ એક લેભાગુ ચિકિત્સકને ત્યાં નોકરીએ રહી ગયો. એ ચિકિત્સક ઊંટવૈદ્ય હતો. કોઈપણ વિદ્યાશાખાની, કોઈપણ ઉપચાર પદ્ધતિની ન તો એની પાસે ડિગ્રી હતી, ન કોઈ જાણકારી હતી. ‘સૂંઠને ગાંગડે ગાંધી’ આ કહેવત ખાસ એના માટે જ બની હોય તેવો એ અડબંગ હતો. કોઈ છાપામાંથી, મેગેઝિનમાંથી, ચોપાનિયાંમાંથી કે ક્યાંકથી સાંભળેલી દેશી ઉપચારની વાતો એ એકઠી કરી લેતો હતો. પછી ધીમે ધીમે તેણે પોતાના ઘરમાં જ ઓસડિયાં બનાવવાનું શરૂ કર્યું. એને જેવો ખપતો હતો તેવો જોડીદાર પણ મળી ગયો, એ આપણો સુરેશ.
અડબંગ ઊંટવૈદ્યે સતત એક મહિના સુધી સુરેશનું બ્રેઇન વોશ કરીને એના દિમાગમાંથી બધી જ વૈજ્ઞાનિક માન્યતાઓ હાંકી કાઢી અને એની જગ્યાએ ખોપડીના પોલાણમાં ભૂસું ભરી દીધું, ‘એલોપથીની ટ્રીટમેન્ટ લેવાય જ નહીં. એ તો ઝેર કહેવાય ઝેર! કોઈ પણ ગોળી લો, એની દસ-બાર સાઇડ ઇફેક્ટ્સ તો હોય જ. મૂળ રોગ કરતાં આ દવાની આડઅસર ચડી જાય. દુનિયામાં એવી એક પણ બીમારી નથી જેની સારવાર હું ન કરી શકું. મારી દવાઓ નિર્દોષ હોય છે, અમોઘ હોય છે અને એક પણ સાઇડ ઇફેક્ટ વગરની હોય છે.’
સુરેશ શિષ્ય તરીકે ગુરુ કરતાં પણ સવાયો સાબિત થયો. જ્યાં અને ત્યાં આ માન્યતાનો પ્રસાર કરવા માંડ્યો. એના ખાલી મગજમાં એક ભ્રામક માન્યતાએ ઘર કરી લીધું: ડોક્ટરો બધા ચોર છે. એમની પાસે તો જવાય જ નહીં. એલોપથીની દવાઓ જગતમાં સૌથી મોટું તૂત છે. એનો ઉપયોગ કર્યો એટલે મર્યા સમજો. જગતમાંથી એવી કોઈ બીમારી નથી જેની સારવાર આહાર-વિહારના ફેરફારથી ન કરી શકાય.
સુરેશ આખો દિવસ ઊંટવૈદ્યના સાંનિધ્યમાં ગુજારે અને જાણે પોતે મહાપંડિત થઈ ગયો હોય તેવા વહેમમાં ફર્યા કરે. એની વાત બીજું તો કોણ માને?, પણ એની લાચાર માતા તેની જડ માન્યતાનો ભોગ બની ગઈ.
સુરેશની માતાનું નામ ઇન્દુબહેન. સીધી-સાદી સંસ્કારી સ્ત્રી, પણ તામસી સ્વભાવના પતિના ઘરમાં આવીને એ અનેક વ્યાધિઓને ભોગ બની ગઈ હતી. હાઇપર એસિડિટી, હાઇ બ્લડપ્રેશર અને ડાયાબિટીસ આ ત્રણ એના કાયમી સાથીદારો બની ગયા હતા. સુરેશ નાનો હતો ત્યાં સુધી તો કોઈ તકલીફ ન હતી. ઇન્દુબહેન ફિઝિશિયન પાસે જઈ અને નિયમિત રીતે ચેકઅપ કરાવી આવતાં હતાં. ક્યારેક શાંતિલાલ પણ સાથે જતા હતા.
શાંતિલાલ ડૉક્ટરને પૂછી લેતા, ‘સાહેબ, મારી ઘરવાળીને સાજી કરી આપો ને?’
ડૉક્ટર આખાબોલા હતા. એ રોકડું પરખાવી દેતા હતા, ‘શાંતિલાલ, તમારી પત્નીને સાજી કરવી એ તમારા હાથમાં છે. એની ત્રણેય તકલીફો તમારી સાથે રહીને પેદા થઈ છે. તમારું માત્ર નામ જ શાંતિલાલ છે. બાકી બધી રીતે તમે અશાંતિલાલ છો. તમારો ક્રોધ સહન કરી કરીને, તમારાથી ડરી ડરીને ઇન્દુબહેનને એસિડિટી થઈ ગઈ છે અને બ્લડપ્રેશર વધી ગયું છે. ડાયાબિટીસ થવાનાં બીજાં પણ કારણો હોય છે, પરંતુ એક કારણ વધુ પડતો તણાવ પણ માનવામાં આવે છે. જો હું તમારી સાથે રહું તો મને પણ ડાયાબિટીસ થઈ જાય. એને સ્ટ્રેસ ઇન્ડ્યુસ્ડ ડાયાબિટીસ કહે છે.’
શાંતિલાલ અંદરથી અશાંત બની ઊઠતા, પણ ડૉક્ટરની સામે કંઈ બોલી શકાય તેમ ન હતું. ઘરે આવીને પત્નીની સામે પોતાના મનની ભડાસ ઠાલવી દેતા, ‘મને એટલું કહે કે મારો સ્વભાવ ખરાબ છે એ વાતની ખબર ડૉક્ટરને કેવી રીતે પડી? નક્કી તેં જ કહ્યું હશે. તારા ધણીને વગોવતા તને શરમ નથી આવતી. ખબરદાર, હવે પછી એ ડૉક્ટરના દવાખાનામાં પગ મૂક્યો છે તો! હવેથી બીજા ફિઝિશિયનને ત્યાં જજે.’
શાંતિલાલને કોણ સમજાવે કે એમના તામસી સ્વભાવના સમાચાર અડધા શહેરમાં ફેલાઈ ગયા હતા. ઇન્દુબહેન બિચારાં છાનાંછપનાં રડી લેતાં હતાં. આવું થાય ત્યારે એમના પેટમાં અચાનક બળતરા થવા માંડતી હતી. બ્લડ શુગર વધી જતું હતું. બ્લડપ્રેશર પણ દસ-વીસ ડિગ્રી ઊંચું થઈ જતું હતું.
ક્યારેક શાંતિલાલ દવાઓના બિલથી કંટાળી જતા હતા. પત્નીની સાથે ડૉક્ટરને મળવા પહોંચી જતા હતા, ‘સાહેબ, મારી બાયડીને ક્યાં સુધી આ ગોળીઓ અને ટીકડાઓ આપ્યે રાખવાના છો?’
‘આખી જિંદગી. ડાયાબિટીસ અને બ્લડપ્રેશર વફાદાર બીમારીઓ છે. એક વાર આવે પછી જિંદગીના છેલ્લા શ્વાસ સુધી એ સાથ નિભાવે છે. ઇન્દુબહેનની તકલીફો દવાની મદદથી કાબૂમાં રાખી શકાશે, સમૂળગી મટાડી નહીં શકાય. ભૂલેચૂકે પણ દવાઓ બંધ ન કરશો, નહીંતર ઇન્દુબહેન બેભાન થઈ જશે.’
શાંતિલાલ કોઈક એવા નુસખાની તલાશમાં હતા કે જે તેમને આ એલોપેથિક દવાઓના ચક્કરમાંથી છોડાવી શકે. આવી પરિસ્થિતિમાં એમનો ઘનચક્કર દીકરો સુરેશ પેલા જડસુ ઊંટવૈદ્યની ઝપેટમાં આવી ગયો. ઘરે આવીને તેણે ઘાંટો પાડીને ચક્રવર્તી સમ્રાટની અદામાં ફરમાન જારી કરી દીધું, ‘આજ પછી આ બધી દવાઓ બંધ. આ દવા નથી ઝેર છે ઝેર! આ એલાપથી ડૉક્ટરો તમને નીચોવી લેશે. ખિસ્સામાં એક કાવડિયું પણ રહેવા નહીં દે.’ આટલું કહીને એણે જે થોડી ઘણી ગોળીઓ પડી હતી તે ઉઠાવી અને બારીમાંથી બહાર ફેંકી દીધી.
ઇન્દુબહેન બેઠાં થઈ ગયાં, ‘આ તેં શું કર્યું, બેટા? અત્યારે ડાયાબિટીસની ગોળી લેવાનો સમય થયો છે. જો એ હું નહીં લઉં તો મારું બ્લડશુગર વધી જશે.’
‘એમ શેનું વધી જાય? હું બેઠો છું ને! હવે કોઈ ડૉક્ટર આપણને છેતરી નહીં શકે, લૂંટી નહીં શકે, ખંખેરી નહીં શકે. હવે તારી સારવારનો દોર હું મારા હાથમાં લઈ લઉં છું. હું જેમ કહું એમ જ તારે કરવાનું.’
ઇન્દુબહેન ભયથી ત્રસ્ત થઈ ગયાં, ‘તું કહે તેમ કરવાનું? તું ક્યાં ડૉક્ટર છે?’
‘હું ડૉક્ટર નહીં, પણ ડૉક્ટરનો બાપ છું. હવે મને ખબર પડી ગઈ છે કે બધી બીમારીઓનું મૂળ તમારી આહાર-વિહારની શૈલીમાં જ રહેલું હોય છે. હું તારી એસિડિટી, બ્લડપ્રેશર અને ડાયાબિટીસ એક મહિનામાં ભગાડી દઈશ. આમ, ચપટી વગાડતાંમાં. તું જોયા કર.’
ઇન્દુબહેને જોયા કર્યું અને એના જડબુદ્ધિ ઘનચક્કર દીકરાએ ઉપચારનો દોર થામી લીધો. એણે માને કહી દીધું, ‘આજથી તારું પાણી પીવાનું બંધ. પાણીમાંથી જ લોહી બને છે અને લોહી બનવાને કારણે જ એનું દબાણ વધે છે. જેવું પાણી બંધ થશે તે સાથે જ બ્લડપ્રેશર ઓછું થવા માંડશે. હવે વાત ડાયાબિટીસની. એ માટે તારે આખો દિવસ ભૂખ્યા રહેવું પડશે. માત્ર રાત્રે એક ટંક જમવાની છૂટ. એ પણ માત્ર અડધી મૂઠી ચોખા રાંધીને લેવાના. સાથે દાળ-શાક લેવાની મનાઈ. ઘઉંને તો હાથ પણ નહીં લગાડવાનો.’
ઇન્દુબહેન આ સાંભળીને ધ્રૂજી ઊઠ્યાં, ‘દીકરા, તારે મને મારી નાખવી છે? પાણી પીધા વગર કોઈ જીવી શકે અને એકલા ભાત મારે શેની સાથે ખાવા? દૂધ લેવાની તો છૂટ આપ.’
બાપડાં ઇન્દુબહેનનાં મનમાં એમ કે દૂધ પીવાની છૂટ મળે તો પાણીની ખોટ સરભર થઈ જાય, પણ એકવીસમી સદીના મહાન ચિકિત્સક સુરેશની પાસે આ વાતનો તર્ક પણ તૈયાર જ હતો, ‘ખબરદાર! બે ધોળી વસ્તુ ભેગી કરાય જ નહીં. દૂધ અને ભાત ભેગાં થાય તો વિષ બની જાય. તારે એકલા ચોખા જ ખાવાના રહેશે. પછી હું જોઉં છું કે તારો ડાયાબિટીસ કેટલા દિવસ ટકી રહે છે?’
ઇન્દુબહેન દલીલ કરવા માગતાં હતાં કે આ દેશમાં હજ્જારો વર્ષની ખીર અને દૂધપાક જેવી વાનગીઓ આરોગાતી રહે છે અને અનુભવી વૈદ્યરાજો પણ તેને પોષક આહાર તરીકે સ્વીકારતા રહ્યા છે, પણ દીકરાના ખોફની આગળ તે બોલી ન શક્યાં. ચોવીસ કલાકમાં જ ઇંદુબહેનની તબિયત લથડવા માંડી. ડાયાબિટીસને કારણે વારંવાર પેશાબ કરવા જવું પડતું હતું. તેમાં પાણી પીવાનું બંધ થઈ 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો