શિક્ષણ / શિક્ષણનીતિને રાજનીતિની નહીં, પ્રોત્સાહનની જરૂર છે

Education is not needed promotions  not politics

Divyabhaskar.com

Jul 04, 2019, 08:45 AM IST

ભારતીય શિક્ષણ વ્યવસ્થાની ખામીઓ વિશે સેંકડો લોકો લખી ચૂક્યા છે. આ જ થીમ પર પુસ્તકો, ફિલ્મો, ટીવી શૉ અને વેબ સિરીઝ પણ આ‌વી છે અને તે બધું જ દેશવાસીઓની ભાવના સાથે મેળ ખાય છે. આપણે સંમત છીએ કે શિક્ષણમાં સુધારાની જરૂર છે. જોકે, જ્યારે કોઈ સમસ્યાનો ઉકેલ લાવવાની વાત કરે છે ત્યારે આપણને તેને હેરાન કરવાની મજા આવે છે, આપણે ખામીઓ શોધીએ છીએ, અને શંકા કર્યા કરીએ છીએ.
થોડા દિવસ પહેલાં પણ આવું જ થયું. સરકારે રચેલી સમિતિએ નવી શિક્ષણ નીતિનો દસ્તાવેજ જારી કર્યો, જે 498 પાનાનો છે, પરંતુ સારો છે. તેમાં ખામીઓનો સ્વીકાર કરાયો છે. છાત્રો અને ગ્રેડની જુદી જુદી શ્રેણીઓને વર્ગીકૃત કરવાનો પ્રયાસ કરાયો છે અને કેટલીક સમસ્યાઓ ઉકેલવા રોડમેપ અપાયો છે. આ કંઈ આખરી દસ્તાવેજ નથી, પરંતુ તેને સૂચનો મેળવીને સુધારા કરવા જારી કરાયો છે. પરંતુ આપણે શું કર્યું.
આપણે દસ્તાવેજમાંથી ત્રિભાષા નીતિનું કેટલુંક પસંદગીનું લખાણ ઉઠાવી લીધું અને આપણે તેને દક્ષિણના રાજ્યો પર થોપવાનો મુદ્દો બનાવી દીધો. તેનાથી લોકો ગુસ્સે થયા. ભારતમાં દક્ષિણ-ઉત્તરનું વિભાજન હકીકત છે અને તેને સારી રીતે ચગાવીને રાજકીય લાભ ઉઠાવી શકાય છે. પરિણામે, આપણે રાષ્ટ્રીય શિક્ષણ નીતિના દસ્તાવેજનો મોટા ભાગનો હિસ્સો અને તેમાં અપાયેલા વિચારો ભૂલી ગયા. દેશમાં શિક્ષણની સમસ્યા સુલઝાવવાનો પ્રયાસ કરી રહેલા લોકોને પ્રોત્સાહન આપવાના બદલે આપણે તેમને હિંદી, હિંદુ, હિંદુત્વ, ભાજપનો એજન્ડા થોપનારા રાક્ષસોમાં તબદીલ કરી દીધા. શું બકવાસ છે. શિક્ષણ નીતિના દસ્તાવેજની ટીકા કરનારા ના તો આ મુશ્કેલીની ગંભીરતા સમજે છે અને ના તો તેમણે આખો દસ્તાવેજ વાંચ્યો છે.
આપણે હિંદી થોપવાના મુદ્દે ચર્ચા કરીએ એ પહેલા રાષ્ટ્રીય શિક્ષણ નીતિને સમજીએ. જે સમિતિએ રાષ્ટ્રીય શિક્ષણ નીતિનો દસ્તાવેજ બનાવ્યો છે, તેના અધ્યક્ષ પૂર્વ અધ્યક્ષ કે. કસ્તૂરીરંગન હતા. આપણા બાળકો ભવિષ્યમાં કેવું શિક્ષણ મેળવશે તે નક્કી કરવા તેમનાથી સારી વ્યક્તિ કોણ હોઈ શકે? દસ અન્ય સભ્યો પણ જાણીતા શિક્ષણવિદ્ અને વિદ્વાન છે.
આ અહેવાલની પ્રસ્તાવના એ વિઝનથી શરૂ થાય છે, જે ભારતીય શિક્ષણનો ઉદ્દેશ્ય છે. તેમાં કહેવાયું છે કે, 'ભારતની નવી શિક્ષણ નીતિનું વિઝન એ સુનિશ્ચિત કરવા કરાયું છે કે, તે દરેક નાગરિકને સ્પર્શે. તે દેશની અનેક વધતી વિકાસ સંબંધિત અનિવાર્ય જરૂરિયાતોમાં યોગદાન આપવાની નાગરિકોની યોગ્યતાને અનુરૂપ તેમજ ન્યાયપૂર્ણ અને સમાનતા આધારિત સમાજના નિર્માણ પ્રમાણે હોય.' શું તમે આ વાતને હજુ વધુ સારી રીતે કહી શકો? તેમાં કહેવાયું છે કે, 'એક, શિક્ષણ બધા માટે હશે. બીજું, ભારતના વિકાસમાં મદદરૂપ હશે અને ત્રીજું, તે ન્યાયપૂર્ણ અને સમાનતા આધારિત સમાજનું નિર્માણ કરશે.' આપણે ક્યારેક કોઈ બાબતની પ્રશંસા ત્યારે પણ નથી કરતા, જ્યારે તે હકદાર હોય. શું આપણે નકારાત્મક, ટીકાત્મક બનીને મોટી મુશ્કેલીઓનો ઉકેલ લાવવાના પ્રયાસની હત્યા જ કરી દેવી જોઈએ?
આ પહેલાં અનેક દસ્તાવેજ જોયા પછી મને ખબર પડી કે, આ એક એવો દસ્તાવેજ છે, જે એ વિશે એકદમ સ્પષ્ટ છે કે તેઓ શું કહેવા માંગે છે. તેમાં સીધી મુશ્કેલીના ઉપાયની વાત કરી છે. આ ઉપરાંત દસ્તાવેજને ખૂબ જ સરળ અંગ્રેજી અને સુંદર ડિઝાઈનમાં વધારાના પોઈન્ટ્સ સાથે તૈયાર કરાયો છે. તે બીજા સરકારી દસ્તાવેજોથી અલગ છે. આવો, હવે તેની ટીકાની વાત કરીએ, જેના કારણે રાજકીય વિવાદ સર્જાયો છે.
આ અહેવાલમાં ત્રિભાષા ફોર્મુલાનું સૂચન કરાયું છે, જે છાત્રને ત્રણ ભાષા શીખવવાની વાત કરે છે. આ ભાષા અંગ્રેજી, જ્યાં સ્કૂલ છે ત્યાંની સ્થાનિક અને બીજી એક જુદી ભારતીય ભાષાઓ હશે. તેના પાછળ ભારતીય ભાષાઓને પ્રોત્સાહન આપવાનો, રાષ્ટ્રીય એકીકરણ વધારવાનો અને કદાચ કોઈ વ્યક્તિને કૌશલ્યના રૂપમાં વધુ એક ભાષા શીખવવાનો હેતુ છે, જેથી તેઓ બીજા રાજ્યમાં જાય તો નોકરી મેળવવામાં મદદ મળી શકે. જેમ કે, દિલ્હીનો એક વિદ્યાર્થી અંગ્રેજી, હિંદી અને માની લો કે તમિલ શીખે છે. આ જરા વિચિત્ર લાગે છે, પરંતુ શું એ અદભુત સંભાવના નથી કે, ઉ. ભારતનો કોઈ છોકરો તમિલ શીખે કે કોઈ ગુજરાતી છોકરી બંગાળી શીખે? તેઓ તેનો ઉપયોગ પણ કરી શકે છે અને તેના થકી પોતાનો બાયોડેટા પણ મજબૂત કરી શકે છે
રાષ્ટ્રીય શિક્ષણ નીતિમાં ભૂલ એ થઈ કે, તેમણે દક્ષિણમાં ત્રિભાષા ફોર્મુલા હેઠળ અંગ્રેજી, તેમની સ્થાનિક ભાષા અને હિન્દીનું સૂચન કર્યું. એટલે જ્યાં ઉત્તરમાં ત્રીજી ભાષા નક્કી નથી ત્યાં અસમિયાથી લઈને ગુજરાતી અને તમિલ પણ હોઈ શકે, જ્યારે દક્ષિણમાં તે હિન્દી હશે. તેને આ રીતે રજૂ કરવાની જરૂર ન હતી. કારણ કે, હકીકતમાં અનેક લોકો હિન્દી જ પસંદ કરતા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ કોઈ કાયદો નથી, એટલે તેને થોપવાનો સવાલ જ નથી. દસકાઓથી તે શિક્ષણ નીતિના દસ્તાવેજોમાં મોજુદ છે, પરંતુ તેને યોગ્ય રીતે લાગુ નથી કરાઈ. જો આપણે તેનો યોગ્ય રીતે અમલ કરીએ અને લોકોને જે ભાષા યોગ્ય લાગે તે પસંદ કરવાની તક આપીએ તો તેનાથી દેશની સાથે છાત્રોને પણ ફાયદો થશે.
લોકો અસંમત થઈ શકે છે, પરંતુ મને લાગે છે કે ઉ. ભારત જો થોડું તમિળ શીખી લે તો તે બે વર્ષ સુધી સંસ્કૃતની ગોખણપટ્ટી કરવા કરતા સારું હશે.છાત્રો ફક્ત પાસ થવા સંસ્કૃત ગોખી લે છે. શિક્ષણ કે ભાષાને લઈને બહુ રાજકારણ ખેલવાની જરૂર નથી. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ બદલી શકાય છે, બદલવી જોઈએ અને બદલાશે પણ ખરી. પરંતુ એવું કરતી વખતે આપણે ભારતીય છાત્ર કે તેના શિક્ષણને રાજકારણ કરતા વધારે મહત્ત્વ આપવું પડશે.
[email protected]

X
Education is not needed promotions  not politics
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી