અભિવ્યક્તિની આઝાદી / યુદ્ધ વખતે આંતરિક વિવાદ કેટલો યોગ્ય?

DivyaBhaskar

Mar 14, 2019, 10:47 AM IST
chetan bhagat column on divyabhaskar
અભિવ્યક્તિની સ્વતંત્રતા લોકતંત્રના સ્તંભોમાંનો એક છે. તે નાગરિકને સરકાર અથવા તેની નીતિઓ અથવા પગલાંની ટીકા કરવાનો અધિકાર આપે છે. તે સરકારની જવાબદારી વધારે છે પરંતુ, યુદ્ધના સમયમાં અથવા યુદ્ધ જેવી સ્થિતિમાં નાગરિકે શું કરવું તે અંગે દુવિધાનો સામનો કરવો પડે છે.
બાલાકોટ હુમલો અને ભારતીય વાયુદળના પાઈલટ વિંગ કમાન્ડર અભિનંદનને પાકિસ્તાનમાં કેદ કર્યા પછી યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ હતી. સરકારે શું કર્યું અને કેવી રીતે કર્યું, તે અંગે લોકોના તેમના મત હતા. અનેક લોકોએ સરકારનું સમર્થન કર્યું. નિષ્ણાતોએ સામાન્ય રીતે માન્યું કે પુલવામા પછીની કાર્યવાહીઓ સરકાર માટે રાજકીયરૂપે લાભદાયક હશે. તેનો અર્થ એ પણ છે કે તેને અનેક લોકોએ પસંદ કરી. જોકે, એક મોટો વર્ગ એવો પણ છે જેણે બાલાકોટ હુમલા તથા સ્થિતિ વધુ બગડવાની આશંકાના કારણે તે પસંદ ન કરી. સંયોગથી પુલવામા પછીની સ્થિતિનો સામનો કરવાની રીત પસંદ નહીં કરનારામાં મોટો વર્ગ એ છે જે મોદીને જ પસંદ નથી કરતો.
ભારતમાં દરેક વસ્તુની જેમ બાલાકોટ હુમલાનું પણ રાજકીયકરણ થઈ ગયું અને મોદી સમર્થક-ભાજપ જૂથવાળા તેમનો બચાવ કરી રહ્યા છે અને પરંપરાગત મોદી-ભાજપવિરોધી તેમની ટીકા કરી રહ્યા છે. કદાચ અજાણતામાં ટૂંકમાં જ સ્થિતિ કંઈક એવી થઈ ગઈ કે દેશમાં મોદીવિરોધી અવાજો પાક.ની સરકારના સ્વર જેવા લાગવા લાગ્યા. કારણ કે, પાક. સરકાર અને આપણા દેશના મોદીવિરોધી અવાજો એક જ વાત કહી રહ્યા હતા : શું હુમલો થયો પણ છે? શું ખરેખર કોઈ માર્યું ગયું છે ? ભારત આટલું યુદ્ધોન્માદી કેમ છે ? શું ઈમરાન ખાને મોદીની સરખામણીમાં વધુ સંતુલિત પ્રતિક્રિયા નથી આપી ?
આશ્ચર્ય નથી કે ભાજપના કટ્ટર પ્રશંસકોએ મોદીવિરોધી જૂથોને પાકિસ્તાન તરફ સહાનુભૂતિ રાખનારા, રાષ્ટ્રવિરોધી, ઈમરાન ખાન ફેન ક્લબ મેમ્બર્સ, જયચંદ અથવા જે પણ રસપ્રદ હેશટેગ સોશિયલ મીડિયા પર આપી શકાતા હતા, તે આપ્યા. જ્યાં સુધી ભારતીય સૈન્ય અભિયાનનો સવાલ છે કદાચ પહેલી વખત સોશિયલ મીડિયાની હાજરીએ સ્થિતિને વધુ જટિલ બનાવી દીધી.
ભારત-પાક તણાવની સ્થિતિમાં તેણે ભારતીયો વચ્ચે ધ્રુવીકરણ વધુ વધારી દીધું. આ બધું ત્યારે થઈ રહ્યું હતું જ્યારે આપણે યુદ્ધ જેવી સ્થિતિની મધ્યમાં હતા. જો મનોવૈજ્ઞાનિક યુદ્ધ જેવી કોઈ વસ્તુ હોય તો યુદ્ધ માટે તૈયાર થઈ રહેલાં આપણાં સશસ્ત્ર દળોના મનોબળ પર તેની શું અસર પડી હશે, જ્યારે તેમના સંપૂર્ણ પ્રયાસ પર જ પ્રશ્નચિહન લગાવાતું હોય? જ્યારે કોઈ ભારતીય સૈનિક એવું વક્તવ્ય વાંચે કે ભારત સરકાર યુદ્ધોન્માદી છે, આ યુદ્ધ નિરર્થક છે અથવા ઈમરાન ખાન ધારણાઓની લડાઈ તો પહેલાં જ જીતી ચૂક્યા છે. (જોકે એવું થયું નહીં. ભારતે નવો દૃષ્ટિકોણ આપ્યો છે, પરંતુ તે અલગ ચર્ચાનો વિષય છે), તો તે સૈનિકના મન પર શું અસર પાડશે.
એટલા માટે આધુનિક લોકતંત્રની મોટી મૂંઝવણ એ છે કે શું અભિવ્યક્તિની સ્વતંત્રતાના નામે લોકોએ આપણા સૈન્ય અભિયાનો અથવા તેના નિર્ણય લેનારા નેતાઓની ટીકા કરવી જોઇએ, એ પણ ત્યારે જ્યારે આપણે એ અભિયાનની વચ્ચોવચ હોઈએ? શું આપણે પુરાવા માટે સરકારને હેરાન કરવી જોઈએ કે તે હવાઈ હુમલામાં માર્યા ગયેલા આતંકીઓનાં શબોને 12 મેગાપિક્સલના સાફ ફોટા રજૂ કરે જેથી આપણે એ માનીએ કે એરફોર્સે ખરેખર કંઇક કર્યુ છે? અથવા આપણને એ અહેસાસ થવો જોઇએ કે આ મોટી વાત છે કે ભારત એ રેખા ઓળંગી રહ્યું છે જે આપણે ક્યારેય ઓળંગી નથી. આ આતંકી હુમલાના જવાબમાં પાક.ની અંદર ઘૂસ્યું છે. એવામાં એમ કહેવું યોગ્ય નથી કે હું લોકતંત્રનો નાગરિક છું, મને અભિવ્યક્તિની આઝાદી છે, હું જવાબની માગણી કરું છું, માનો કે તમે ખોટા છો અને ઈમરાન યોગ્ય છે. તેની સાથે એ પણ યોગ્ય છે કે અભિવ્યક્તિની સ્વતંત્રતા પાયાનો અધિકાર છે અને તેની નિતાંત જરૂરી છે.
હું નથી જાણતો કે તેનો સાચો જવાબ શું છે? કદાચ કોઈ પણ નહીં. કેમ કે કેટલીક સરકારો યુદ્ધમાં આગળ વધી જાય છે અને ત્યારે જરૂર નાગરિકોનો વિરોધ યોગ્ય લાગે છે. વિયેતનામ યુદ્ધ તેનું આદર્શ ઉદાહરણ છે. અમેરિકામાં તેના વ્યાપક વિરોધ બાદ આખરે તેને અટકાવી દેવાયું હતું. જોકે સહજબુદ્ધિથી પણ એક મુદ્દો દેખાય છે જે સર્વોપરિ મહત્ત્વનો છે. ટાઈમિંગ. દરેક વસ્તુનો સમય અને સ્થાન હોય છે.
નક્કી જ લોકતંત્રમાં અભિવ્યક્તિની સ્વતંત્રતા હોય છે પણ પોતાના પરિવારમાં તમે ભલે જેટલા ઝઘડ્યા હોવ જો પાડોશી આવીને તમારી બારી પર પથ્થરમારો કરવા લાગે ત્યારે એ યોગ્ય રહેશે કે તમે તમારા ઘરેલું ઝઘડાને અટકાવો અને તાત્કાલિક પાડોશીનો સામનો કરો. સંકટ વચ્ચે સરકાર અને સૈન્ય પ્રયાસો વિરુદ્ધ બૂમબરાડા કોઈ સારી વાત નથી.
પરંતુ જ્યારે આપણે હાઇ એલર્ટ પર હોઈએ તો એવું કરવાથી વિભાજન અને નબળાઈનો સંકેત જશે. જો આપણે નાગરિક ખાસ કરીને જેમનો વ્યાપક પ્રભાવ છે એ ધ્યાનમાં રાખી શકીએ તો આપણે દેશની શ્રેષ્ઠ સેવા કરી શકીએ છીએ. સંકટ વચ્ચે અનેક મોદીવિરોધી સ્વર આપણને અટકાવી ના શકે તેનું કદાચ એક કારણ તેમની આ ચિંતા હતી કે તેનાથી મોદીને રાજકીય ફાયદો થશે અને ચૂંટણી નજીક હોવાથી તેમને ફરી વિજયી થવામાં તેનાથી મદદ મળી શકે. તેમાં કેટલુંક સત્ય હોઈ શકે છે. પણ જો દેશ યુદ્ધ જેવા સંકટ વચ્ચે હોય, તમારી રાજનીતિનો વધારે મહત્ત્વ રહી નથી જતો. મહત્ત્વ ફક્ત દેશનો હોય છે. જય હિંદ!
X
chetan bhagat column on divyabhaskar
COMMENT

Next Stories

  કઈ પાર્ટીને મળશે કેટલી સીટો? અનુમાન કરો અને ઇનામ જીતો

  • પાર્ટી
  • 2019
  • 2014
  336
  60
  147
  • Total
  • 0/543
  • 543
  કૉન્ટેસ્ટમાં ભાગ લેવા માટે તમારી વિગતો ભરો

  ભાગ લેવા બદલ ધન્યવાદ

  Total count should be

  543
  ની  સંપૂર્ણ વાંચનસામગ્રી