તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

'ન્યાય' કરવામાં વધુ પડતો અન્યાય ન થઈ જાય

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • ગરીબોને વર્ષે નિશ્ચિત રકમ આપવા જેવી યોજનાઓમાં અર્થશાસ્ત્ર -યોગ્ય અમલ પર ભાર આપવો પડશે

લાંબા સમય પછી કોંગ્રેસ તરફથી રમત બદલનારો વિચાર આવ્યો છે. 'ન્યાય' અથવા લઘુતમ આવક યોજના હેઠળ દેશના ગરીબ 5 કરોડ પરિવારોને વર્ષે 72 હજાર રૂપિયા આપવાનું લક્ષ્ય છે. રાહુલ ગાંધીએ જેવી જાહેરાત કરી કે તે સમાચારોમાં છવાઈ ગઈ. સંભાવના છે કે તેની કોંગ્રેસ પર સકારાત્મક રાજકીય અસર થશે. તેની અસલી અસર જોવા માટે આપણે 23 મે 2019 સુધી રાહ જોવી પડશે. અત્યારે તો 'ન્યાય'નું રાજકીય, નૈતિક, આર્થિક અને વ્યાવહારિક દૃષ્ટિએ વિશ્લેષણ કરવું મહત્વપૂર્ણ છે. યોજનાએ જે રીતે ધ્યાન આકર્ષિત કર્યું છે તે જોતાં સંભાવના એ છે કે કોઈ પણ સરકાર આવે 'ન્યાય' જેવી કોઈ યોજના અમલમાં લવાશે.
રાજકીય રૂપે તો યોજના પ્લસ પોઈન્ટ છે, પછી ગમે તે તેની જાહેરાત કરે. જો કરદાતાના રૂપિયાથી તમે 5 કરોડ પરિવારોને ખુશ કરી શકો તો તેમાં ગુમાવવાનું શું છે? વિડંબના એ છે કે મોદી સરકારે આવી યોજના ખેડૂતો માટે થોડાક મહિના પહેલાં જ જાહેર કરી છે. તેમાં ખેડૂતોને વર્ષે 6 હજાર રૂપિયા આપવાનું વચન આપ્યું છે. (તેમાં ખેતરના આકાર જેવી અનેક મર્યાદાઓ છે.) પરંતુ, રૂ.72 હજાર સરખામણીમાં રૂ. 6 હજાર ક્યાં ઊભા રહે? તેથી તો રાહુલ સ્કોર કરી ગયા, કારણ કે સાંભળવામાં સહજ જ લાગે છે કે તેને અમલમાં લાવી શકાય છે. પરંતુ શું ખરેખર?
તેના અર્થશાસ્ત્રમાં જતા પહેલાં આવો તેને નૈતિક દૃષ્ટિએ જોઈએ. આપણે ત્યાં સૌથી ગરીબ લોકો છે. ખિસ્સામાં રૂપિયા આવ્યા વિના તેઓ ગરીબીની જાળમાંથી બહાર નથી નીકળી શકતા. હાથમાં આવેલા આ રૂપિયા લોકોને એ પસંદ કરવામાં મદદ કરી શકે છે કે તે કેવી રીતે પોતાના જીવનમાં સુધારો લાવવા માગે છે - સારું ભોજન, આવાસ, શિક્ષણ અથવા કોઈ અન્ય પ્રકારે. સરકાર તમારા માટે કંઈક કરે તેની રાહ જોવાના બદલે, પોતે કંઈક કરવા માટે તમને રોકડ રકમ મળે છે.
આ યોજના જો લોનમાફીને બંધ કરી શકે (જે લોન આપવા અને તેની ચુકવણીની સંસ્કૃતિનો નાશ કરી દે છે), તો આ યોજનાની તરફેણમાં અન્ય એક નૈતિક પાસું છે. બીજી બાજુ બે નૈતિક મુદ્દા 'ન્યાય'ની વિરુદ્ધ પણ છે. એક, સરકાર કરદાતાના રૂપિયા એવી વિશાળ સબસિડીમાં ઉપયોગ કરી રહી છે, જેમાં એ કરદાતાઓની સંમતિ ન હોય. બે, મફતમાં રૂપિયા મેળવવાની સંસ્કૃતિ તેનો હક હોવાની ભાવના પેદા કરી શકે છે અને લેબર માર્કેટ બરબાદ થઈ શકે છે. શ્રમ ઉત્પાદકતાની બાબતમાં દેશ પહેલાંથી જ નીચલા સ્તર પર છે તથા 'ન્યાય' તેને વધુ નુકસાન પહોંચાડી શકે છે. નૈતિક ખૂબીઓ-ખામીઓ છતાં ઘોર ગરીબીને જોતાં 'ન્યાય'નો નૈતિક પક્ષ વધુ પ્રબળ છે.
આપણે હવે તેના અંતિમ બે કંટાળાજનક પરંતુ મહત્વપૂર્ણ પાસાઓ પર આવીએ છીએ - અર્થશાસ્ત્ર અને તેનો અમલ. એક શું આપણે તે વહન કરી શકીએ છીએ? 5 કરોડ પરિવારોને દર વર્ષે રૂ. 72 હજાર આપવામાં જંગી ભંડોળની જરૂર પડશે. બંનેનો ગુણાકાર કરો અને અંદાજે 3.6 લાખ કરોડનો આંકડો મળશે. કેન્દ્રીય બજેટના સ્તર પર પણ આ જંગી રકમ છે. કર મહેસૂલમાં કેન્દ્રનો હિસ્સો (18 લાખ કરોડ)નો આ અંદાજે પાંચમો ભાગ છે. પહેલાં જ કેન્દ્ર જેટલી કમાણી કરે છે તેનાથી વધુ ખર્ચ કરે છે અને આ વધારાનો ખર્ચ તો બજેટને વધુ પાટા પરથી ઉતારી દેશે. સરકારના બજેટના સંદર્ભમાં તેનો અર્થ છે વધુ ઉધારી, જેનું પરિણામ ઊંચા વ્યાજદરોમાં હશે. તેનાથી ખાનગી રોકાણ ઘટશે. ઊંચી ખાધનો એ પણ અર્થ છે કે સરકાર વધુ નોટ છાપશે અને મોંઘવારી વધશે. મફતમાં મળેલા 'ન્યાય'ના રૂપિયા પણ બજારમાં પહોંચશે તથા મોંઘવારી વધુ વધશે. સરકાર આવકવેરો (અનેક પ્રકારની ડ્યૂટી યાદ છે ને, ન્યાય ડ્યૂટી પણ આવશે), કોર્પોરેટ ટેક્સ (જે ભારતની સ્પર્ધાની ક્ષમતા વધુ ઘટાડશે), GST (પહેલાંથી વધુ છે પરંતુ ન્યાય માટે જરૂરી છે!) વધારી શકે છે. આ સિવાય પણ અહીં-ત્યાં અનેક ટેક્સ વૃદ્ધિ કરાઈ શકે છે. તેનાથી માર્ગનિર્માણ, હેલ્થકેર અને શિક્ષણ પર ખર્ચ ઘટી શકે છે. ભારતમાં ઊંચા ટેક્સનો અર્થ વધુ કરચોરીથી પણ થાય છે, જે છેલ્લાં કેટલાંક વર્ષોમાં કોઈક રીતે કાબૂમાં આવી છે. સૌથી મોટી સબસિડી યોજનાઓમાંથી એક મનરેગા પર દર વર્ષે 50,000 કરોડ ખર્ચ થાય છે. ન્યાય પાછળ તેનાથી સાત ગણો વધુ ખર્ચ થશે. શું આપણે તે કરી શકીએ છીએ? પરંતુ, તેનું અન્ય પ્રકારે આપણને નુકસાન થશે. લઘુતમ વૃદ્ધિદર, વધુ મોંઘવારી, ઓછું રોકાણ, વધુ ટેક્સ અને હા, નોકરીઓ પણ ઓછી પેદા થશે. અંતે અમલ. ઊંચા સ્તર પર જ્યાં ટેક્સ રિટર્ન ફાઈલ થાય છે અને TDS કપાય છે, આપણે જોઈએ છીએ કે લોકોની કમાણી કેટલી છે. 'ન્યાય'ના લક્ષ્યમાં જે છે ત્યાં એ જાણવું લગભગ અશક્ય છે કે કોણ, કેટલી કમાણી કરી રહ્યું છે. કોઈ પણ યોજના જે ગરીબોની મદદ કરે તેનું સ્વાગત છે પરંતુ તેને રાજકીય અથવા નૈતિક દૃષ્ટિકોણથી પણ જોવું પર્યાપ્ત નથી. ન્યાય ભારત માટે સારી સંભવિત યોજના છે પરંતુ જો સારી રીતે વિચાર નહીં કરાય તો થોડો ન્યાય મેળવવાની પ્રક્રિયામાં વધુ અન્યાય થઈ શકે છે.
Chetan.bhagat@gmail.com

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો