અયાઝ મેમણની કલમે / પેઈનના નિર્ણયે અંતહીન ચર્ચાને જન્મ આપ્યો

Paine's decision sparked endless debate

અયાઝ મેમન

Dec 01, 2019, 07:45 AM IST
ટિમ પેઈન દ્વારા જ્યારે ઈનિંગ્સ ડિક્લેર કરવામાં આવી ત્યારે વોર્નર 300થી વધુ રન સાથે રમતમાં હતો. લારાનો 400નો રેકોર્ડને તે તોડી શકે એમ હતું. મેચમાં 3.5 દિવસથી વધુનો સમય બાકી હતો અને પાકિસ્તાની બોલિંગ ઘણી જ ખરાબ હતી. એવામાં તમે જો ઓસ્ટ્રેલિયન કેપ્ટન હોવ તો શું કરશો? મેં સોશિયલ મીડિયા પર આ પ્રશ્ન ક્રિકેટ ફેન્સ સમક્ષ રાખ્યો, માત્ર 17 ટકા લોકોએ ઈનિંગ્સ ડિક્લેર કરવાની વાત કરી. જ્યારે 76%એ કહ્યું કે, વોર્નરને લારાનો રેકોર્ડ તોડવાની તક આપવી જોઈએ. 7 ટકા લોકોએ વોર્નરને નિશ્ચિત સમય આપવાની વાત કરી હતી.
પેઈને જ્યારે ઈનિંગ્સ ડિક્લેર કરી ત્યારે વોર્નર 80થી વધુના સ્ટ્રાઈક રેટથી રમી રહ્યો હતો અને તેને લારાનો રેકોર્ડ તોડવામાં વધુ સમય લાગતો નહીં. જે પછી પેઈનેએ વોર્નરને ડ્રેસિંગ રૂમમાં પરત બોલાવી લીધો. તે ટીમને પાકિસ્તાનને 2 વખત આઉટ કરવા માટે પુરતો સમય આપવા માગે છે. આપણે એ સમજવું પડશે કે તેણે આ નિર્ણય કેમ લીધો. શું તેણે વર્લ્ડ રેકોર્ડ માટે તક આપવાની જરૂર હતી કે વિરોધી ટીમને 2 વખત આઉટ આપવા અંગે વિચારવું જોઈએ. ઓસ્ટ્રેલિયાનું કલ્ચર જ એવું છે કે જ્યાં ટીમની પ્રાથમિકતાઓને વ્યક્તિગત રેકોર્ડની ઉપર રાખવામાં આવે છે.
1994માં ઓસ્ટ્રેલિયન ટીમનો કેપ્ટન માર્ક ટેલર પેશાવરમાં 334 રને રમી રહ્યો હતો ત્યારે જ તેણે ઈનિંગ્સ ડિક્લેર કરી હતી. તેના અમુક દિવસ અગાઉ લારાએ ગેરી સોબર્સના સૌથી વધુ રન બનાવવાનો રેકોર્ડ તોડ્યો હતો. ટેલરે કહ્યું હતું કે, તે ડૉન બ્રેડમેનના હાઈએસ્ટ 334 રનના સ્કોરથી વધુ કરવા અંગે વિચારી શકે નહીં. બ્રેડમેન ત્યાંના મહાન ખેલાડીઓમાંથી એક છે.
આ રીતે 2012માં સિડની ખાતેની મેચમાં માઈકલ ક્લાર્કે ઈનિંગ્સ ડિક્લેર કરી હતી. ક્લાર્ક તે સમયે 329 રને રમી રહ્યો હતો. ક્લાર્કે પણ લારાના રેકોર્ડ તોડવાના મુદ્દે ધ્યાન આપ્યું નહીં. આ ઉપરાંત અન્ય અપવાદ પણ છે. 2003માં પર્થમાં ઝિમ્બાબ્વે વિરુદ્ધ હેડને 380 રન કર્યા હતા. તેણે બ્રેડમેનના હાઈએસ્ટ સ્કોરને તોડવા ઉપરાંત લારાના 375 રનનો રેકોર્ડ તોડ્યો હતો. જોકે અમુક સમય બાદ લારાએ હેડનનો રેકોર્ડ તોડ્યો હતો. આ દર્શાવે કે ઓસ્ટ્રેલિયન ટીમમાં નિર્ણય લેવા અંગેની કોઈ ફિક્સ પેટર્ન નથી.
એક વાત સમજવાની રહેશે કે કેપ્ટન પોતાના ડ્રેસિંગ રૂમની લાગણીઓને કેટલું સમજે છે અને તેને કઈ રીતે આગળ વધારે છે. પેઈનના ઈનિંગ્સ ડિક્લેર કરવાના નિર્ણયે અંતહીન ચર્ચાને જન્મ આપ્યો છે. જો વોર્નર તેના નિર્ણયને યોગ્ય જાહેર કરે છે તો પેઈનને આ આરોપોથી મુક્તિ મળી જશે.
X
Paine's decision sparked endless debate

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી