ક્રિકેટ / વિરાટ કોહલી જ્યાં સુધી રમશે, રેકોર્ડ તૂટતા રહેશે

As long as Virat Kohli plays, the record will be broken

અયાઝ મેમન

Oct 13, 2019, 07:38 AM IST

દક્ષિણ આફ્રિકા વિરુદ્ધ બીજી ટેસ્ટમાં ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ શાનદાર બેવડી સદી ફટકારી. આ વિરાટના કરિયરની 26મી ટેસ્ટ સદી છે. 254* રનની ઈનિંગ્સમાં વિરાટે તમામ રેકોર્ડ તોડ્યા હતા. સ્ટેટીશિયનને વ્યસ્ત રાખે છે. વિરાટે આ ઈનિંગ્સમાં 7 હજાર રન પૂર્ણ કર્યા. અહીં સુધી પહોંચવા તેણે પોતાના આદર્શ સચિન તેંડુલકર કરતા પણ ઓછો સમય લીધો. વિરાટ આ જ રીતે રમતો રહેશે તો સચિન તેંડુલકરના ઘણા રેકોર્ડ પોતાના નામે કરી લેશે. બ્રેડમેનના 99.94ની ટેસ્ટ એવરેજવાળા રેકોર્ડને છોડી દઈએ તો દરેક રેકોર્ડ વિરાટ માટે તોડવો શક્ય લાગે છે. તે 31 વર્ષનો થવાનો છે. ફિટનેસ અને રમત પ્રત્યેના ઝનૂનને જોતા તે હજુ 7-8 વર્ષ ક્રિકેટ રમી શકે તેમ છે. એક વાત ખાસ કે વિરાટ ક્રિકેટના ત્રણેય ફોર્મેટમાં શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. આ તેને એક અલગ સ્તરનો ખેલાડી બનાવે છે.

ટેસ્ટમાં કોહલીની તમામ બેવડી સદી 2016 બાદ આવી છે. જેથી સમજી શકાય છે કે કોહલીએ પોતાની રમત છેલ્લા અમુક વર્ષમાં કેટલા ઉંચા સ્તરે પહોંચાડી છે. 2019માં કોહલીના કદ અનુસારનું પ્રદર્શન અત્યાર સુધી જોવા મળ્યું નહોતું. પરંતુ આફ્રિકા વિરુદ્ધની ઈનિંગ્સથી સાબિત થઈ ગયું કે તેમાં રનની ભૂખ ઓછી થઈ નથી. જોકે આ વિરાટની સર્વશ્રેષ્ઠ ઈનિંગ્સ નથી. વિરાટે આ ઈનિંગ્સ એક ખાસ કારનામું પણ કર્યું. જ્યારે તે 254 રને રમી રહ્યો હતો ત્યારે દ.આફ્રિકન બોલર્સમાં કોઈ ધાર જોવા મળી રહી નથી તથા તેઓ થાકેલા પણ હતા. આ સમયે કોહલી પાસે કરિયરની પ્રથમ ત્રેવડી સદી ફટકારવાની તક હતી, પરંતુ તેણે ઈનિંગ્સ ડિક્લેર કરી. તેનો હેતું- પોતાના બોલર્સને દિવસના અંતે અમુક ઓવર આપવાનો હતો. કેપ્ટન તરીકે કોહલી હજુ શીખી રહ્યો છે, પરંતુ પોતાના હિતને ટીમના હિત કરતા નીચે રાખવાનું કામ તેને સારી રીતે આવડે છે.

X
As long as Virat Kohli plays, the record will be broken

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી