તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

પાકિસ્તાનની સામે મેચ ન રમીને કોઇ ઉદ્દેશ પૂરો નહીં થાય

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

ગત અઠવાડિયે એ ડિબેટ ચાલતી રહી કે ભારતે વર્લ્ડકપમાં પાકિસ્તાનની સામે મેચ રમવી કે નહીં ? છેલ્લે બીસીસીઆઇ અને સીઓએએ નિર્ણય ભારત સરકાર પર છોડી દીધો. સીઓએએ તો શુક્રવારે ત્રણ કલાકની આસપાસ મિટીંગ કરી, પરંતુ કોઇ સખત પરિણામ આવ્યું નહીં. સીઓએના પ્રમુખ વિનોદ રાયે પણ ચોખ્ખું કહી દીધું કે વર્લ્ડ કપ શરૂ થવામાં હજુ 100 દિવસથી ઓછો દિવસ બાકી છે ત્યારે પાકિસ્તાનના મામલે સરકારની સલાહ પર નિર્ણય લેવો જોઇએ.
આ તો પહેલાંથી જ નક્કી હતું કે બીસીસીઆઇ આ મામલે બોલ સરકારના પાલામાં જ નાખશે. જોકે બીસીસીઆઇ એક સ્વતંત્ર સંસ્થા છે, છત્તાં પણ કોઇ વિદેશી પ્રવાસ માટે સરકારની સલાહ લેવી પડે છે. ખાસ કરીને ફોરેન એક્સચેન્જને લઇને. આ ચલણ આઇસીસીની ફ્યૂચર ટૂર પ્રોગ્રામ આવવા પહેલાંથી હતું. આવામાં વાત હવે જ્યારે પાકિસ્તાનની સામે હોય ત્યારે વાત તો સરકારની સામે પહોંચવાની જ હતી.
આગામી 3 મહિનામાં સરકાર શું નિર્ણય કરે છે, તે સરકાર જ જાણે. રાજનીતિમાં પરિસ્થિતિયો બહુ જ ઝડપછી બદલાતી હોય છે. છત્તાં પણ મારી વ્યક્તિગત સલાહ એ છે કે મેચનો બહિષ્કાર કરવો યોગ્ય વિકલ્પ નથી. જો પાકિસ્તાનને સજા જ આપવાની ઉદ્દેશ છે તો ઉદ્દેશ વર્લ્ડ કપમાં તેમની સામે મેચ ના રમીને પુરો થતો નથી. આ નિર્ણય ટુર્નામેન્ટમાં ભારતના ભવિષ્યને અસર કરી શકે છે. જ્યારે બીજી તરફ પાકિસ્તાનને નેગેટિવ પબ્લિસિટી મળશે. સિવાય કાંઇ બગડવાનું નથી. હાં, ભારતનો પાકિસ્તાનની સાથે દ્વિપક્ષીય સીરિઝ ન રમવાની દિશામાં નિર્ણય યોગ્ય છે, જેના પર ભારત 6 વર્ષેથી ટકેલું છે. 
પુલવામા હુમલા પછી સીઓએએ આઇસીસીની સામે મે મુદ્દા ઉઠાવ્યા છે. પહેલો - ભાવનાત્મક રીતે આ નબળી સ્થિતિમાં વર્લ્ડ કપ દરમિયાન ભારતીય ખેલાડીઓ અને ભારતીય ફેન્સની સુરક્ષાને ખૂબ જ મજબુત રાખવામાં આવે. બીજું - આતંકવાદને વેગ આપનાર આઇસીસીના સભ્ય દેશોને તે રીતે અલગ કરવા જોઇએ, જે પ્રકારે રંગભેદના મુદ્દે ક્યારેક દ.આફ્રિકાને અલગ કરવામાં આવ્યું હતું. આ માંગણીઓ પર આઇસીસી શું કહે છે, તે આવનારો સમય જ બતાવશે. પાકિસ્તાન સતત પોતાની જાતને આતંકવાદનો શિકાર બનેલાં દેશ તરીકે રજૂ કરે છે.
ઉદાહરણ તરીકે જોવો કે પાકિસ્તાનના બે શૂટર્સને વિઝા ન આપવામાં આવ્યા તો ઇન્ટરનેશનલ ઓલિમ્પિક કમિટીએ ભારતીય ઓલિમ્પિક એસોસીએશન અને ભારત સરકાર પર કેવો દબાવ ઉભો કર્યો. માની શકાય કે ક્રિકેટ અને ઓલિમ્પિકમાં ફરક છે. સાથે જ ભારત ક્રિકેટના સૌથી શક્તિશાળી દેશમાંથી એક છે. છત્તાં પણ આઇસીસીને કોઇ એક દેશ પર દબાવ બનાવવા માટે મનાવવું સરળ નહીં હોય.
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- થોડા સમયથી ચાલી રહેલી કોઇ દુવિધા અને બેચેનીથી આજે રાહત મળી શકે છે. અધ્યાત્મિક અને ધાર્મિક ગતિવિધિઓમાં થોડો સમય પસાર કરવો તમને પોઝિટિવ બનાવશે. કોઇ મહત્ત્વપૂર્ણ સૂચના મળી શકે છે એટલે કોઇપણ ફોન...

  વધુ વાંચો