અયાઝ મેમણની કલમે / આઇપીએલમાં ઘણી મેચને પૂર્ણ થવામાં લાંબો સમય લાગે છે, મેચને સમયસર પૂરી કરવા કડક નિયમ બનાવવાની જરૂરિયાત છે

Article by AyaZ Meman

DivyaBhaskar.com

Apr 07, 2019, 08:35 AM IST

આઇપીએલની હાલની સિઝનની ઘણી મેચ મોડી પૂર્ણ થઇ છે. કેટલીકમાં તો 40 થી 50 મિનિટ વધારે લાગી છે. આઇપીએલ જેવી મોટી ટુર્નામેન્ટમાં કેટલાંય સ્ટેકહોલ્ડર્સ હોય છે. જેમ કે ફ્રેન્ચાઇઝી, બ્રોડકાસ્ટર, સ્ટેટ એસોસીએશન અને અન્ય. વધારે સમયથી ઘણા લોકો પ્રભાવિત થાય છે. આ કારણે ખર્ચ વધે છે. જેમ કે ફ્લડલાઇટને જો એક મેચમાં એક કલાકથી વધુ સમય ચલાવવી પડે તો ખર્ચ 20 ટકા સુધી વધી જાય છે.આને મેનેજ કરવાનો એક જ રસ્તો છે કે સ્ટેકહોલ્ડર્સ આનો વધારાનો ખર્ચ ઉઠાવે, પરંતુ જો યોગ્ય નહીં થાય તો. તેનાથી નુકશાન થઇ શકે છે. જેમ કે આઇપીએલની ટિકીટ સસ્તી થતી નથી. એનો ભાવ વધવો યોગ્ય વાત નથી. જે મેચ કોઇ કારણ વિના મોડેથી પૂર્ણ થાય છે. તો ફેન્સ હેરાન થાય છે. લિમિટેડ ઓવર ક્રિકેટમાં આવું ન થવું જોઇએ.

1950-60ના દશકમાં ટેસ્ટ ક્રિકેટમાં ડ્રો રિઝલ્ટના કારણે દર્શકો રમતથી દુર થઇ ગયા હતા. આ કારણે આયોજકોએ નવા ફોર્મેટની વન-ડે લાવી પડી. આમાં પરિણામ અનિવાર્ય હોય છે. આ સદીમાં ટી-20ને લાવવી પડી કારણ કે વન-ડે પણ બોરિંગ થઇ ગઇ. હું ગત અઠવાડિયે એક મેચમાં એક યંગ કપલ્સના બે બાળકોને મેચ પહેલાં જતાં જોયા, કારણ કે મેચ નિર્ધારિત સમયમાં પૂર્ણ થઈ ન હતી. જ્યારે મેં તેમને પૂછયું તો તેમણે કહ્યું કે બાળકો સુઇ ગયા હતા. એક કલાકની વાર લાગવાથી તેમના સ્કૂલ જવાની અસમંજસ રહે છે. આગામી કોઇ મેચ દેખવા પર તેમણે કહ્યું કે આ વિષે વિચારવું જોઇએ.

આઇપીએલ દેશમાં વધારે સમય વેકેશનમાં રમાય છે. જોકે આ પછી પણ બીસીસીઆઇ અને ફ્રેન્ચાઇઝી ટીમો આને નજરઅંદાજ કરી શકે તેમ નથી. મેચમાં વાર લાગવાનું કારણ ક્યું છે આમાંથી કેટલાંકને રોકી શકાય તેમ નથી. જેમ કે મેચની ફ્લડલાઇટ બંધ થઇ જાય અથવા મેચ સુપર ઓવરમાં જતી રહે.કેટલીક વાર ખેલાડી સમયની ચિંતા કરતાં નથી. સ્લો ઓવર રેટ રમત માટે અભિશાપ છે. કેપ્ટન અને બોલર ફિલ્ડિંગને લઇને ઘણી વધારે ચર્ચા કરે છે, જેનાથી વધારે સમય ખર્ચાય છે. ટી-20 ફોર્મેટમાં સમય મહત્વપૂર્ણ હોય છે.

કેપ્ટન અને ખેલાડી આના પર ધ્યાન એટલા માટે આપતાં નથી, કારણ કે પેનલ્ટી વધારે નથી. ઓસ્ટ્રેલિયાના પૂર્વ કેલાડી ટોમ મુડીનું કહેવુ છે કે આઇપીએલે કરેબિયન પ્રીમિયર લીગના નિયમને અપનાવવો જોઇએ. જ્યારે સ્લો ઓવર રેટની ટીમના રનરેટ પર અસર પડે છે. આ સારો નિર્ણય છે, કારણ કે આ સીધા ટાઇમની સંભાવનાઓને પ્રભાવિત કરે છે. હું આનાથી આગળ જઇને કહું છું કે આ નિયમ અને દંડ બંને લાગવો જોઇએ. મેચને મોડી થતી રોકવા માટે ઘણાં રસ્તા હોઇ શકે છે. આપણે એ જ કરવું જોઇએ જેની સૌથી વધારે અસર થાય.

X
Article by AyaZ Meman
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી