અયાઝ મેમણની કલમે / કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની સજાની બાબતમાં ભાગ્યશાળી રહ્યો

Article by AyaZ Meman

DivyaBhaskar.com

Apr 14, 2019, 08:38 AM IST
ગત અઠવાડિયે રાજસ્થાન રોયલ્સની સામે મેચ દરમિયાન ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અમ્પાયરના એક નિર્ણય પર ભડકી ગયો અને ડગઆઉટમાંથી મેદાન પર પહોંચ્યો હતો. તેમના ઉપર 50 ટકા મેચ ફીનો દંડ લાગ્યો. હકીકતમાં તે સજાની બાબતમાં ભાગ્યશાળી રહ્યો. એ સાચી વાત છે કે અમ્પાયરના નિર્ણય પર સવાલ ઉભા કરી શકાય છે, પરંતુ આ વાતથી ધોનીના પગલાંને યોગ્ય ઠેરવી શકાય નહીં.આ બાબત ખુદ ધોનીના વ્યક્તિત્વથી અલગ હતું. ગમે તેટલું પણ દબાણ અને ટેન્શનવાળી પરિસ્થિતી હોય, પરંતુ ધોની પોતાની જાતને શાંત રાખે છે. એટલાં માટે જ તેમણે ‘કેપ્ટન કૂલ’ની ઈમેજ બનાવી છે. ધોની વિશ્વ ક્રિકેટમાં સૌથી સંયમ ધરાવનાર અને મજબૂત ખેલાડીઓમાંથી એક છે. તેનો પોતાની જાત પર નિયંત્રણ અદ્દભુત છે. મને આવો બીજો કોઈ ઘટનાક્રમ યાદ આવતો નથી, જ્યારે તેણે આ પ્રકારની પ્રતિક્રિયા આપી હોય. છત્તાં પણ ધોની છેલ્લે માણસ છે. સમજદાર અને ગંભીર વ્યક્તિ એ જ હોય છે, જે પોતાની ભૂલને સ્વીકારે અને તેનું પુનરાવર્તન ન કરે. તેમણે મેચ રેફરીની એક્શનને કોઈ પણ જવાબ આપ્યા વગર સ્વીકારી લીધો. રેફરીના નિર્ણયની વાત કરીએ તો મને લાગે છે કે ભલે આ કોઈની પહેલી ભૂલ હોય છત્તાં પણ આપ તેને ટોકન પનિશમેન્ટ આપીને છોડી શકતા નથી. સજાનો મતલબ એ પણ હોય છે કે તેનાથી બીજા ખેલાડીઓને પણ સંદેશ મળે. રેફરીએ ધોનીના મામલે થોડી ઢીલ આપીને ડીલ કરી.આનાથી ક્રિકેટમાં એક પ્રકારની વર્ગ વ્યવસ્થા પણ શરૂ થઈ શકે છે, જ્યાં મોટા ખેલાડીઓ કાંઈ પણ કરીને આસાનીથી બચી શકે છે. જ્યારે યુવાન, નવા અને ઓછી ધાક વાળા ખેલાડીઓને આ પ્રકારના કામ માટે મોટી સજા મળે છે. આના બે પરિણામ આવી શકે છે. મોટા ખેલાડીઓની હિંમત વધશે અને અન્ય ખેલાડીઓનું મનોબળ ઘટશે.જ્યારે આ અઠવાડિયે આઈપીએલના રોમાંચની સાથે-સાથે ભારતની વિશ્વકપની ટીમ પર પણ નજર ટકી રહેશે, જેની જાહેરાત લગભગ સોમવારે થવાની છે. મારી ટીમ કઈંક આવી છે... કોહલી, ધવન, વિજય શંકર, મયંક અગ્રવાલ/રાહુલ, ધોની, જાધવ, પંત, પંડયા, જાડેજા, ભુવનેશ્વર, શમી, કુલદીપ, ચહલ, બુમરાહ.
X
Article by AyaZ Meman
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી