એન્કાઉન્ટર / પત્નીના વૈચારિક ગોળીબારોથી બચવા શું કરવું જોઈએ?

What to do to prevent a wife's ideological gunfire?

માણસ પરણેલો પણ હોય ને વિચારી પણ શકતો હોય. એ બંને ઘટનાઓ સાથે ક્યાંથી બને?(પ્રશ્નકર્તા:સૂર્યકાંત માધવ દામલે, વડોદરા)

Divyabhaskar.com

Jun 09, 2019, 08:07 AM IST

* ‘ખાદી, શોર્ટકટ ટુ ગાદી’. આવું શીર્ષક કેમ રાખ્યું હશે?- મેશ્વિ રાવલ, થાનગઢ
- ખાદીનાં કપડાં મોંઘાં પડે છે. ઇસ્ત્રી કરાવી કરાવીને ડૂચો થઇ જાય છે. ગાદીને ઇસ્ત્રી કરાવવી પડતી નથી.
* ‘આઇપીએલ’માં વિરાટ કોહલી આટલી બધી મેચો હાર્યો કેમ?- રાજન ઠક્કર, રાજકોટ
- એ રમ્યો એટલે.
* મને ચશ્માં પહેરવાં ગમતાં નથી ને નવાં લઇ શકાય એમ નથી. હું શું કરું?
- જય પટેલ, અમદાવાદ
- મારે આવી તકલીફ કપડાંની છે.
* વાચકો તમને સવાલો પૂછવાનું બંધ કરી દે તો તમારી કોલમનું શું થાય?
- સુનીલસિંહ ડાભી, કાકરખાડ-કઠલાલ, ખેડા
- મને એક વાર કાકરખાડ આવવા દો, પછી તમારી વાત છે!
* આપણી વાત પત્ની પાસે સાબિત કરવા શું કરવું જોઇએ?- તૌફિક સરવાડી, જૂનાગઢ
- એક જ વાર મરવાનું છે ને? સાચું બોલી જવું જોઇએ.
* તમારાં ફોઇબા ઘણાં આર્ષદૃષ્ટા કહેવાય. નહીં?
- મહેશ શાહ, વડોદરા
- એ તો ફૂઆને ખબર!
* ‘એન્કાઉન્ટર’ને સલામ એટલા માટે કે, ઘણા સવાલો તદ્દન ફાલતું હોય છે (‘સોરી ટુ ઓલ’) છતાં તમે એને સમાવીને સેન્સિબલ અને હ્યુમરસ જવાબો આપો છો.
- ક્રિશા જયેશ ત્રિવેદી, વલસાડ
- મારા જવાબો ‘હ્યુમરસ’ હોય છે, એ પોસિબલ છે, પણ ‘સેન્સિબલ’ હોય છે, એની મને ય ખબર નથી.
* ‘ગાંધી’ના ગુજરાતમાં જાહેર થપ્પડ-સંસ્કૃતિ કેટલી યોગ્ય ગણાય?
- રણજિતસિંહ પરમાર, ડભોડા-ગાંધીનગર
- તો શું એમ કહેવાય, ‘તમે ત્યારે ઘરે પહોંચો, ત્યાં આવીને એકાદી થપ્પડ ઝીંકું છું!’
* શ્રીરામની જન્મભૂમિ માટે વિવાદ ચાલે છે, પણ સીતા માતાની જન્મભૂમિનું શું?
- માધવ જે. ધ્રુવ, જામનગર
- આ પતવા દો, પછી એ ચાલુ કરીએ!
* વૃદ્ધાશ્રમોમાં વેઇટિંગ-લિસ્ટ્સ ચાલે છે. આવી કરુણા?- દિવ્યા પરેશ ગોર, અમદાવાદ
- નિરીક્ષણ છે. તમે તમારાં મા-બાપને જે પ્રેમ કે હડધૂતીથી રાખ્યાં હશે, એ બધું તમારાં બાળકો નજર સામે જોતાં હોય છે. મોટાં થશે ત્યારે તમને એ જ બધું પાછું આપવાનાં છે, જે તમે મા-બાપને આપ્યું હતું.
* ડાયરામાં મુખ્ય કલાકારની પાછળ બીજા આઠ-દસ કલાકારો શેના માટે બેસતા હોય છે?
- જયેશ અંતાણી, ભાવનગર
- હા, પણ મુખ્ય કલાકારને એ બધાની પાછળ તો ન બેસાડાય ને?
* ચૂંટણીનાં પરિણામો પછી રાહુલ મોદીને કેવી રીતે યાદ કરશે?
- શિલ્પા માધવ ચોણકર, વડોદરા
-‘મૈંને કરવટ બદલ કે દેખા હૈ, યાદ તુમ ઉસ તરફ ભી આતે હો.’
* કોઇ માણસ પોતાને બહુ સ્માર્ટ સમજતો હોય તો શું કરવું?- હરેશ એચ. ગાંધી, ભાવનગર
- તમે મને શું કરી શક્યા?
* મોલમાંથી ખરીદી કરીને વાઇફ એ માલ બદલાવવા માટે ફરી પાછી મને ત્યાં લઇ જાય છે. શું કરવું?
- કેતન ચંદુલાલ ત્રિવેદી, અમદાવાદ
- એક દિવસ વાઇફને સરસ રીતે પેક કરીને સસુરજી પાસે લઇ જાઓ.
* સુંદર સ્ત્રીને જોઇને સહુને ખરાબ વિચારો કેમ આવતા હશે?- મનોજ કૃ.પંડ્યા, ગાંધીનગર
- ખરાબ વિચારો તમને આવતા હશે. અમને તો સીધા ભેટી પડવાના જ વિચારો આવે.
* તમે એટલા લોકપ્રિય છો કે, ગત લોકસભાની ચૂંટણીમાં ઊભા રહ્યા હોત તો વગર પ્રચારે જીતી જાત!
- પ્રથમ ભાનુપ્રસાદ બારોટ, રાજકોટ
- લોકપ્રિયતા ટકી રહે, એટલે ઊભો ન રહ્યો!
* ઓપરેશન વખતે ડોક્ટરો લીલા રંગની બુકાની કેમ બાંધે છે?- મનહર ગી. ચૌધરી, ગાંધીનગર
- હા. ડોક્ટરોએ ઘેરથી જ બ્રશ કરીને આવવું જોઇએ.
* એસ.ટી. બસોમાં ધારાસભ્યો માટે અલગ સીટ કેમ રાખવામાં આવે છે?
- યુવરાજ બી. પટેલ, મહેસાણા
- ભૂલથી ય કોઇ નિર્દોષ મુસાફર એવી ગંદી સીટ ઉપર બેસી ન જાય માટે.
* ગુજરાતના હવે પછીના મુખ્યમંત્રી સ્ત્રી હશે કે પુરુષ?- મલય પંકજ દેસાઇ, જામનગર
- એની તપાસ તો કેવી રીતે કરવી?
* રાહુલ ગાંધીનાં લગ્ન ક્યારે થશે?
- ફૈઝલ ઇકબાલભાઇ વડોદરિયા, વઢવાણ
- કોઇ તો હિંમતવાળી નીકળશે ને?
* મને એક સુંદર સ્ત્રી સાથે પ્રેમ થઇ ગયો છે. હવે શું કરવું, તે અંગે મૂંઝાયો છું.
- વિશાલ ભરતકુમાર શાહ, અમદાવાદ
- કાંઇ કામકાજ હોય તો કહેજો.
* ‘સ્ટેન્ડઅપ કોમેડી’ શું હાસ્યનો નવો પ્રકાર છે? તમને ગમે છે?
- દિવેન એસ. રૂપાણી, અમદાવાદ
- કોમેડીનો ચોક્કસ નવો પ્રકાર છે. પરફોર્મન્સમાં ગાલીગલોચ ન હોય તો મને ખૂબ ગમે છે.
* તમને ખૂન કરવાના વિચારો આવે ખરા?
- સ્મૃતિ રૂપાભાઇ પટેલ, સુરત
- રોજ ભરચક ટ્રાફિક છતાં ટુ-વ્હિલર્સ પર મોબાઇલ વાપરનારાઓને જોઇને રોજ એક ખૂન કરવાનું ઝનૂન ઊપડે છે. પોલીસને છૂટ આપવી જોઇએ કે, પકડાનારાઓને ત્યાં રસ્તા ઉપર જ સજા કરી બાકીનાઓને દાખલો બેસાડાય કે, ‘આવી સજા આપણને તો ન પોસાય.’
* શહેરોમાં હવે તો ભરબપોરે ય ટ્રાફિકજામો હોય છે. કોઇ ઉપાય જ નથી?
- વિનોદ શુક્લ, વડોદરા
- એ દિવસો દૂર નથી કે, ‘નવી મુંબઇ’ની માફક ‘નવું અમદાવાદ’, ‘નવું સુરત’, ‘નવું રાજકોટ’ બનવા માંડે.
* ભ્રષ્ટાચારી સરકારી અધિકારીઓને પકડી પકડીને તમને સોંપી દેવા છે.
- મયંક જીગાભાઇ શાહ, અમદાવાદ
- નક્કી કરી લો. એક-એક અધિકારીએ મને શું મળશે?
* એપ્રિલ તો ગયો. તમે કોઇને ‘એપ્રિલ ફૂલ’ બનાવ્યા હતા?
- મધુસૂદન શાહ, અમદાવાદ
-ભાવિન ગોપાણીનો શેર છે: ‘આપી દીધી’તી મેં તો મિત્રોને પાર્ટી, એણે ‘લવ યુ’ કીધું’તું પહેલી એપ્રિલે.’

X
What to do to prevent a wife's ideological gunfire?
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી