બુધવારની બપોરે  / લગી ભક્તન કી ભીડ

The lagi devotee key crowd

અશોક દવે

Dec 04, 2019, 07:36 AM IST

પરમેશ્વર સાથે મારે કદી સીધા સંબંધ રહ્યા જ નથી. વચમાં કોક ને કોક ટપકે જ. આપણે ડાયરેક્ટ-ડાયલિંગમાં માનીએ ને હું મંદિરમાં પ્રભુની એક્ઝેક્ટ સામે આંખો બંધ અને બંને હાથ જોડીને ઊભો હોઉં ત્યારે વચ્ચે કોઈ ન જોઈએ. હું હજી માગવા જતો હોઉં કે, ‘ભગવાન, મારે નાનું અને મોટું મગજ બંને ચાલે છે, પણ નનેકડું જરી લંગડાય છે. તું બંને મગજની સાઇઝો સરખી કરી આલ!’ હજી વાત પૂરી થઈ ન હોય ત્યાં બાજુવાળો મોટેથી ઘંટ વગાડીને, આખું મંદિર સાંભળે એવી પોકો મૂકે, ‘ઓ મારા શ્રીનાથજી, મારી પડોસણને ઘેર હજી ઘોડિયું બંધાયું નથી. બચારી રોજ કકળાટ કરે છે. હે દયાનિધાન, તું એનો ખોળો ભરી આલ, એટલે બધી લમણાકૂટોમાંથી હું છૂટું!’


આપણા દેશમાં તો કોઈ કોઈનું સારું જોઈ શક્યું છે? આંખો ખૂલે ત્યારે ખબર પડે કોઈ પેટનો બળ્યો મારી આગળ આવીને ઊભો રહી ગયો છે. મારી અને ભગવાન વચ્ચે બીજું કોઈ આવે, તો હું ન ચલાવી લઉં. ત્યાં આ તો એનું ભોડું લઈને આવ્યો હતો. વચમાં એનું માથું આવે એટલે ખભેથી સાઇડમાં ઝૂકીને પ્રભુને ‘હેલ્લો-હાય’ કહેવા પડે. ઉત્તરાયણ વખતે મારી દોરીમાં વચ્ચે કોઈ ઝોલ નાંખે, એ મારાથી સહન નહોતું થતું, એટલે ટેસ પડી જાય એવી ઢેખાળાબાજી શરૂ કરી દેવાની. (અહીં ન લખાય, પણ છાપરે બોલાય એવી ગાળો બોલવાની ને સામેવાળો ય દેતો હોય તો બોલ્યાચાલ્યા વગર છાનામાના નીચે જતા રહેવાનું. એને ખબર પડવી ન જોઈએ કે, ‘હમણાં મને મા-બહેનની જે હંભળાવતું હતું એ કોણ હતું? ઘણા તો ઘેર આઈને મારે એવા હોય છે!’


પણ મંદિરમાં તો સામસામી ‘પ્રસાદબાજી’ ય કરી ન શકો. હવેનાં મંદિરોમાં ધક્કામુક્કી અને ધરખમ ભીડને કારણે વચમાં હાથમાં જે આવ્યું તે પકડી લેવાનું. (એની જાતિ પહેલાં જોઈ લેવાની, પુરુષ છે કે સ્ત્રી) તો દર્શન કરવા આ મંદિરમાં આવ્યા હો અને ધક્કાઓને કારણે તમારું બોડી મંદિરનાં પગથિયાંની નીચે ભિખારીઓની વચ્ચે પડ્યું હોય. એ વાત જુદી છે કે, ભગવાને જ મને શિખવાડ્યું છે કે, આવી કોઈ ભીડ હોય તો તારે મુંબઈની લોકલ ટ્રેન સમજીને છેલ્લે ઊભા રહી જવાનું. પોતાની જગ્યાએથી હલવાનું નહીં. પચાસ હાથીઓનો ધક્કો આવે એવી ભીડનો ધક્કો આવતાં જ તું ઓટોમેટિકલી મારી સામે આવીને ઊભો હોઈશ. (જોયું ને? ભગવાનો થઈને આપણને કેવા પેંતરા શિખવાડે? આજકાલ તો સાલો ભગવાનો ઉપરે ય ભરોસો રાખવા જેવો નથી! સુઉં કિયો છો?


હમણાં મારો ભાણેજ એના ફેમિલી સાથે સાઉથની યાત્રા કરી આવ્યો. એને ગૌરવ એ વાતનું થતું હતું કે, ‘બોલો મામા, હજી તો સાંજે પાંચ સવા પાંચે તો અમે લાઇનમાં ઊભા રહ્યા ને સવારે આઠેક વાગ્યા સુધીમાં તો નંબરે ય આવી ગયો. કેવી ઈશ્વરકૃપા કહેવાય!’ ધેટ મીન્સ, પૂરા પંદર કલાક એ લોકો પ્રભુદર્શન માટે શ્રદ્ધાથી ઊભા રહ્યા. લાઇનમાં જ આજુબાજુ તમને નહાવાનું બાથરૂમ, નાસ્તા-પાણી, બેસવાના સ્ટુલ્સ, પત્તાં-બત્તાં રમવાની છૂટ હોય કે નહીં, એ મેં પૂછ્યું નહીં. લાઇનમાં મિનિમમ ચારેક હજાર ભક્તો હશે!


હું રાજી થયો કે, ચલો, આટલું બધું લાઇનમાં ઊભા રહ્યા પછી પ્રભુજીની સામે નિરાંતે પલાંઠી વાળીને દર્શન કરી શકાયા હશે. એ તો એણે કીધું ત્યારે ખબર પડી કે, પંદર કલાકની લાઇન પતાવ્યા પછી પ્રભુ સમક્ષ થવાની ઘડી આવે તો તમે છૂંદાઈ જાઓ તો ય ખબર ન પડે. માંડ પહોંચેલા તો ત્યાંથી ખસવા માગતા ન હોય ને પાછળથી આવેલાને એમની પાછળના ધક્કા મારતા હોય, એટલે આમાં તો પવિત્રતાપૂર્વક દર્શન કરવાં હોય તો વિવેક, વિનય, શ્રદ્ધા, ભક્તિ, પ્રાર્થના-બાર્થના... એ બધું ન ચાલે. આમાં તો ઉપર ઉત્તરાયણનો દાખલો આપ્યો એમ દે ધનાધન દેવા જ માંડવાની હોય! અરે! જરૂર પડે, મા-બહેનની ય દઈ દેવાય, હઓ! પ્રભુ તો બેઠાં બેઠાં બધું જોતા જ હોય કે, પહેલો ધક્કો કોણે માર્યો’તો? એ વાત જુદી છે કે, દર્શન કરવા નહીં તો છેવટે બહાર નીકળવા આપણે ય ધક્કા જ મારવા પડે-પૂરજોશ!


કોઈ ભગવાને મને સમજાવ્યો હતો કે, ‘બેટા, મારાં દર્શન કરવા તું હજારો કિમી લાંબો થઈને દસ-પંદર કલાકની લાઇનોમાં ઊભો ઊભો હઇડ-હઇડ થાય, એના કરતાં રોજ સવારે તારા સ્વર્ગસ્થ પિતાશ્રીના ફોટાને લાગજે. પિતાની માફક ભગવાન પણ એક જ હોય. કોઈ તારા સ્વર્ગસ્થ પિતાશ્રીને ચંદુભાઈને બદલે રમણલાલ, હરિપ્રસાદભાઈ કે મંગળદાસ કહેશે તો તું ચલાવી લઈશ? જ્યારે હું તો સ્વયં ઈશ્વર હોવા છતાં આ લોકોએ મને ‘આધારકાર્ડ’માંથી ય બહાર કાઢ્યો છે. તમને મનુષ્યોને તો દારૂ પીવો હોય તો કાયદેસરની પરમિટે ય મળે. અમારે સોમરસ પીવો હોય તો પેલી હિમાલયમાંથી ય કાઢી મૂકે.’


થોડાં વર્ષો પહેલાં હું ઉત્તર ભારતના એક પ્રચંડ અને બહુ પ્રસિદ્ધ યાત્રાધામે ગયો હતો- દર્શન કરવા નહીં, સાઇટ-સીઇંગ પૂરતું! દર્શન માટે તો મારા પોતાના ઘરમાં વિશ્વની સૌથી વિરાટ છબિ કહો કે મૂર્તિ કહો પૂરી શ્રદ્ધાપૂર્વક રાખી છે. મેં પોતે લાઇફમાં કદી આટલી લાંબી લાઇન જોઈ નથી અને એ ય પૂરજોશ બરફ પડે, કમર પર બેલ્ટ, પાછળ વોલેટ કે પગમાં ચંપલ-શૂઝ કાંઈ ન પહેરાય ને ઉઘાડા પગે ચઢતા ઢાળ ઉપર મિનિમમ એક સવા કિમી ચાલવાનું. બરફનું કકડતું ઠંડું પાણી ઉઘાડા પગ નીચેથી સતત જતું હોય ને આપણે ચાલુ લાઇફમાં જ મરી જવાના છીએ, એવા ડરી જઈએ તોપણ ઘેર જઈને બાને નહીં બોલાવી લાવવાના.


ત્યાં ને ત્યાં સહન કરવાનું. એમાં પાછી લોખંડની રેલિંગ એવી પતલી કે આપણું બોડી રેલિંગને ચીપકેલું હોય ને બાજુમાં આપણને ચોંટીને ઊભેલો ભીંતમાં ચણાવવા આવ્યો હોય એવો સજ્જડબંબ થઈ ગયો હોય. મારી આગળ-પાછળ દસેક ફૂટના અંતરમાં (અતિશયોક્તિ ભલે લાગતી) પણ 80-90 ભક્તો ઠંડી અને બરફ કરતાં ય પગ નીચેથી નિરંતર વહેતા ઠંડા પાણીથી રડી પડતા હતા. આ તો મેં ફેંકી હશે એમ જ લાગશે, પણ રાત્રે મારો દોસ્ત કિશન મારા માટે 16-17 બ્લેન્કેટ લઈ આવ્યો ન હોત તો આજે આ લેખ બીજો કોઈ લખતો હોત! મને દાટવા લાવ્યા હશે, એવું પહેલી નજરે લાગે. ભક્તોની ધક્કામુક્કી, લાંબી લાઇનો, બ્લેકના આપો તો લાઇનમાં આગળ જવા મળે અને અંધશ્રદ્ધાનો ચોક્કસ હસવું આવે એવો એક દાખલો આપું :

X
The lagi devotee key crowd

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી