તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

મોદી : નસીબી અને કમનસીબી

2 વર્ષ પહેલા
 • કૉપી લિંક

સાબરમતી નદી પરના રિવરફ્રન્ટ જેવું મનમોહક કપાળ (સોરી, ‘મનમોહક’ને બદલે ‘તેજસ્વી’ કપાળ વાંચવું. મૂળ શબ્દ રાષ્ટ્રીય કક્ષાએ પણ ઢીલો પડે છે!) કોઈ યોગી-મહર્ષિ હિમાલયના બર્ફીલા પહાડો સાથે હરિફાઈમાં ઊતર્યા હોય, એવા ફરફરતા સફેદ વાળ. પાછળ ઊભેલી દીકરી પપ્પાના બંને ગાલો હથેળીમાં રાખે, એવી પૂરા ભારતની જેમ ગાલોને સાચવીને બેઠેલી મુલાયમ દાઢી. (ઓકે, હમણાં ‘મુલાયમ’ શબ્દ વાપરવામાં વાંધો નથી.) સ્માઇલ આપે ત્યારે એનો અર્થ પૂછી જોવા કોંગ્રેસે ભારતભરના અનુવાદકો ભેગા કરવા પડે, એવું ચોથી સેકન્ડે પતી જતું અર્થપૂર્ણ સ્માઇલ, પોલાદનો મલખમ પકડ્યો હોવાનો એહસાસ કરાવે એવો હેન્ડશેક, ફિલ્મો તો એમનાથી જોજનો દૂર હોવા છતાં ‘મોદી-કૂર્તા’ની ફેશન શરૂ કરાવનાર એક હેન્ડસમ નેતા અને છેલ્લે, આતંકવાદીઓને દેખો ત્યાંથી ઠાર કરવાનો લશ્કરને હુકમ આપનાર ભારતના વડાાપ્રધાન.
આ બધું ભેગું કરીને રાજનીતિને માટીના ચાકડા ઉપર ચઢાવીને આકાર આપવા જઈએ, એટલી સીધી ‘નરેન્દ્ર મોદી’ની વિરાટ પ્રતિમા બહાર આવે.
રવિવારની મારી ‘એન્કાઉન્ટર’ કોલમમાં કોકે મને સવાલ પૂછ્યો હતો, ‘તમારી દૃષ્ટિએ આજ સુધીના સર્વોત્તમ વડાપ્રધાન કોણ?’ મેં પલભરનો વિલંબ કર્યા વિના જવાબ આપી દીધો હતો, ‘અફકોર્સ, ડૉ. મનમોહનસિંહ, જેમણે દુનિયાભરમાં સાબિત કરી આપ્યું કે, વડાપ્રધાન કેવા ન હોવા જોઈએ!’
બીજી બાજુ, ‘વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી કેવા રહેશે?’ એવો સવાલ પણ ઈ.સ. 2014માં એક પત્રકારે મને પૂછ્યો હતો. મેં કહ્યું, ‘એ વડાપ્રધાન જેવા રહેશે, આમ નાગરિક જેવા નહીં. નાગરિક જેવા જ રહેવું હોત તો આપણે બધા ક્યાં નથી. દરેક વડોપ્રધાન નાગરિક હોય છે, પણ દરેક નાગરિક વડાપ્રધાન બની શકતો નથી. એ તો સાડા સાત કરોડમાંથી કોક એક જ નીકળે.’
‘નમો’ના તોફાની નામે ઓળખાતા આપણા પ્રાઇમ મિનિસ્ટર નરેન્દ્ર મોદીમાં સ્વામી વિવેકાનંદ સાથે કેવળ નામનું સામ્ય નથી. (આ તો જસ્ટ માહિતી ખાતર કે સ્વામી વિવેકાનંદ આપણા દેશના એક વિચારપુરુષ અને હિન્દુ સંસ્કૃતિના ફાયરબ્રાન્ડ પ્રચારક હતા. એમનું મૂળ નામ ‘નરેન્દ્ર’ હતું એ કેવળ યોગાનુયોગ નથી.) ભારતીયતાનો ઝંડો સ્વામીજીએ વિશ્વભરમાં લહેરાવ્યો હતો, તે પછી આપણા નેતાઓ પાસે માત્ર ઝંડો રહી ગયો ને ભારતીયતા ગાયબ થવા માંડી. થેન્ક ગોડ, બંને નરેન્દ્રોમાં ‘ભારતીયતા’ કોમન છે અને આ નરેન્દ્રે થોડો સુધારો કરીને આજના સમયને અનુરૂપ ફાયરબ્રાન્ડ ભારતીયતા અપાવી. ‘દુશ્મન કો ઉસકે ઘર મેં ઘૂસ કર મારેંગે’વાળી ભારતીયતા.
કહે છે કે, મોદી માત્ર એમની વૈચારિક આભાને કારણે નહીં, એમની શારીરિક પર્સનાલિટી પણ એમને પ્રચંડ લોકચાહના અપાવી રહી છે. એ ટોળામાં આવતા હોય ત્યારે એમની ચાલથી માંડીને દૃષ્ટિ સેટ કરવાની એમની દૃષ્ટિ પ્રજાને આંજવાનું કામ કરી જાય છે. શોભે એવાં કપડાં પહેરવાં એમનો શોખ નહીં, પ્રણાલી બનતી જાય છે. (બીજી બાજુ, યાદ કરો, ભારતના કોઈ પણ પક્ષના નેતાઓનાં હાસ્યાસ્પદ કપડાં!) ફોટા પડાવવા એમને ગમે છે અને કેમેરા સામે કેવો પોઝ આપવો, એ કોઈ હીરો જેવા એક્સપ્રેશન્સ આપવા એમને માટે સાહજિક છે. દાઢી-મૂછ એમનાં ભાષણોની જેમ ચીવટપૂર્વક ‘ટ્રીમ’ કરે છે. એકેય કાળો વાળ દેખાવો ન જોઈએ. (આપણાથી બિલકુલ ઊલટું!) સભાઓમાં ભાષણ કરતી વખતે, ગમે તે એક શબ્દનો છેલ્લો અક્ષર લંબાવીને શ્રોતાઓ ઉપર છોડે છે, ‘જહાં તક મેરા ખયાલ હૈએએએએએએ...’) અલબત્ત, મોદી લાયન્સ-રોટરીના વક્તા ન હોવાથી દરેક પ્રવચનમાં બધું નવું લાવે છે. દસ-પંદર વર્ષથી એકના એક મુદ્દાઓ ઉપર કલાકો 
ખેંચવાના નહીં.
અને આખો દેશ મોદી ઉપર કુરબાન થઈ ગયો. પુલવામા હુમલા પછી તાબડતોબના નિર્ણયો પાકિસ્તાનને સીધું કરવા માટે લીધા એનાથી. ‘સર્જિકલ-સ્ટ્રાઇક’ તો મોદીએ પહેલાં જ કરાવી દીધી હતી અને હવે એટલા નાનકડા સ્તરે ભારત મારવા નહીં આવે. હવે જિંદગીભર ‘બળે’ એવી રીતે મારશે. પાકિસ્તાની આતંકવાદીઓની ખુવારી ઉપર મોદીએ હસ્તાક્ષર કરી દીધા છે, ‘જાઓ, ઉસકો ઘર મેં ઘૂસકર મારો.’
નરેન્દ્ર મોદીની કમનસીબી એક જ રહી છે કે, એમને દુશ્મનોય એમના લેવલના નથી મળ્યા. એમની પૂરી રાજકીય કારકિર્દી તપાસો તો ચોંકી જવાશે કે, એમની બરાબરીનો તો કોઈ દુશ્મન જ પેદા થયો નહીં. જે કોઈ હતા, એમને મસળી નાંખવાની મોદીને મહેનત કરવી પડી નથી. રાજકીય આત્મહત્યા દુશ્મનોના બ્લડમાં હતી. ઇમરાન ખાનેય મરવાનો થયો છે. એ ભારતને નથી લલકારતો, મોદીને લલકારે છે. ‘ઘો મરવાની હોય ત્યારે, લાહૌરવાડે જાય!’
મોદીય જાણે છે કે, આખો દેશ એમની ઉપર ભરોસો રાખીને બેઠો છે. દુશ્મનને માફ કરવાનો તો સવાલ જ નથી, પણ જવાબ કઈ ભાષામાં આપવો, એ નરેન્દ્ર મોદીને શિખવાડવું પડે એમ નથી. ગમે તેમ તોય એ ગુજરાતનું પાણી છે. પૂરી દુનિયાને હચમચાવનાર ગાંધી ગુજરાતે આપ્યા હતા ને મોદી પણ! સદીના તફાવત અને દુશ્મનની નાલાયકી જોયા પછી મોદી પાકિસ્તાનને ‘ગાંધીચીંધ્યા માર્ગે’ સીધું નહીં કરે, ઉપર બેઠેલા માહાત્મા ગાંધીય નીચે ઊતરીને કહેવા આવે કે, ‘પાર્થને કહો ચઢાવે બાણ, હવે તો યુદ્ધ એ જ કલ્યાણ.’
તમામ વાચકોની જેમ, હું પણ ‘વંદે માતરમ્’નો પૂજારી છું, મોદીની કદર કરું છું. એ જોઈને કેટલાક રાહુલભક્તો મને ‘મોદીનો ચમચો’ કહે છે. એનાથી મોટું ગૌરવ કયું 
હોઈ શકે? ચમચા બનવા માટેય મારી સામે મોદી જેવી વિરાટ પર્સનાલિટી છે. કોઈ આલતુફાલતુના રાઇટ હેન્ડ 
બનવા કરતાં મોદીના ચમચા હોવાનું મને મંજૂર છે. ભારતમાતા કી જય. { 
ashokdave52@gmail.com 
અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજની સ્થિતિ થોડી અનુકૂળ રહેશે. બાળકોને લગતા કોઇ શુભ સમાચાર મળવાથી મન પ્રસન્ન રહેશે. ધાર્મિક ગતિવિધિઓમાં સમય પસાર કરવાથી માનસિક શાંતિ પણ મળી શકે છે. નેગેટિવઃ- ધનને લગતું કોઇપણ પ્રકારનું લે...

  વધુ વાંચો