તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Cyclone tauktae
  • This Is How A Hurricane Is Formed In The Ocean, Understand The Science Of Hurricanes In Two Minutes With Animation

તાઉ તે:આ રીતે દરિયામાં સર્જાય છે વાવાઝોડું, બે મિનિટમાં એનિમેશનથી સમજો વાવાઝોડાંનું વિજ્ઞાન

2 મહિનો પહેલા

તાઉ-તે વાવાઝોડું ધીમેધીમે સૌરાષ્ટ્રના દરિયાકાંઠા તરફ આગળ વધી રહ્યું છે. આ વાવાઝોડાંનો ઘેરાવ લગભગ 35 કિમી જેટલો છે. સવારથી આ વાવાઝોડું પ્રતિ કલાક 13થી 15 કિમીની ઝડપે આગળ વધી રહ્યું છે. આ ગતિને જોતાં રાતના 8થી 11 વાગ્યા દરમિયાન વેરાવળ અને રાજુલા વચ્ચે ટકરાય તેવી શક્યતા છે. લેન્ડફોલ સમયે પવનની ઝડપ 155થી 185 કિમી પ્રતિ કલાક રહેવાની સંભાવના છે. આ સમયે આપણે એનિમેશનના માધ્યમથી સમજીએ કે, સમયાંતરે વાવાઝોડાં શા માટે આવે છે?

વાવાઝોડું આવવાનું કારણ શું હોય છે?

જ્યારે દરિયાનું પાણી ગરમ થાય છે ત્યારે વાતાવરણમાં રહેલી હવા ગરમ થઈને ઊંચે ઉડે છે. આ જગ્યાએ લો પ્રેશર બનવા લાગે છે. આસપાસની ઠંડી હવા આ લો પ્રેશરવાળા ભાગને ભરવા માટે એ તરફ આગળ વધે છે. આ દરમિયાન પૃથ્વી તેની ધરીની આસપાસ ભમરડાની જેમ ફરતી હોય છે. જેને કારણે આ હવા સીધી દિશામાં ન જતાં ગોળ ગોળ ઘુમે છે. આ હવા ઘુમરા મારતી આગળ વધે છે, તેને વાવાઝોડું કહે છે. વાવાઝોડામાં હવા ગોળ ગોળ ફરતી હોવાને કારણે તેનું મધ્ય બિંદુ હંમેશા ખાલી હોય છે. જ્યારે આ હવા ગરમ થઈને ઉપર ઉઠે છે તેમાં ભેજ પણ હોય છે. એટલા માટે જ વાવાઝોડામાં તોફાની પવન સાથે વરસાદ પણ વરસે છે. આ વાવાઝોડું દરિયાકાંઠે ટકરાયા બાદ નબળું પડવા લાગે છે, કારણ કે, જમીન પર હવાનું ઉચ્ચ દબાણ હોય છે.

ભારતમાં વાવાઝોડાંને સાયક્લોન જ કેમ કહેવાય છે?

ઉત્તર એટલાંટિક મહાસાગર અને ઉત્તર પૂર્વીય પ્રશાંત મહાસાગરમાં જે વાવાઝોડું આવે તેને હરિકેન કહેવાય છે. ઉત્તર પશ્ચિમી પ્રશાંત મહાસાગરમાં આવનારા વાવાઝોડાંને ટાયફૂન કહે છે. જ્યારે દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાં આવનારા તોફાનને સાયક્લોન કહે છે. ભારતમાં આવતાં તોફાન દક્ષિણ પ્રશાંત અને હિંદ મહાસાગરમાંથી આવે છે એટલે તેને સાયક્લોન જ કહે છે.

અન્ય સમાચારો પણ છે...