તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • Cyclone tauktae
  • The Arabian Sea Retains Its Cyclone creating Legacy, Creating 4 Hurricanes In The Last 4 Years; Learn Why Tau te Is Unique

તાઉ-તેનો તોફાની ટ્રેન્ડ!:અરબી સમુદ્રએ પોતાનો ચક્રવાત સર્જવાનો વારસો જાળવી રાખ્યો, છેલ્લા 4 વર્ષમાં 4 વાવાઝોડાં સર્જાયા; જાણો કેમ યુનિક છે તાઉ-તે

2 મહિનો પહેલા
  • કૉપી લિંક
'તાઉ-તે' વાવાઝોડું આજે વેરાવળ બંદર પર 165 કિમીની સ્પીડે ટકરાવાની શક્યતા, લોકોમાં શ્વાસ અધ્ધર કરી દે એવો ઉચાટ, ભયજનક 10 નંબરનું સિગ્નલ લાગ્યું. (Image: IMD) - Divya Bhaskar
'તાઉ-તે' વાવાઝોડું આજે વેરાવળ બંદર પર 165 કિમીની સ્પીડે ટકરાવાની શક્યતા, લોકોમાં શ્વાસ અધ્ધર કરી દે એવો ઉચાટ, ભયજનક 10 નંબરનું સિગ્નલ લાગ્યું. (Image: IMD)
  • પહેલા કરતાં અત્યારે અરબી સમુદ્રમાં વારંવાર તીવ્ર ચક્રવાતી વાવાઝોડાં સર્જાઈ રહ્યા છે. આ વર્ષે તાઉ-તે વાવાઝોડું એનું ઉદાહરણ છે

ભારતમાં દર વર્ષે ચક્રવાત સર્જાવાની ઘટના સામે આવતી રહેતી હોય છે, એમાં હવે કોઈ નવાઈ પમાડે તેવી વાત રહી નથી. છેલ્લા કેટલાક વર્ષ દરમિયાન સામાન્યથી પ્રચંડ વાવાઝોડાં પણ ભારતના દરિયા કિનારે અથડાયા છે. બંગાળની ખાડીથી લઈને અરબી સમુદ્ર સુધી અવાર-નવાર તીવ્ર ચક્રવાતી વાવાઝોડાં ફૂંકાવાની ઘટના પ્રકાશમાં આવતી રહેતી હોય છે. હવે તમે આ વર્ષની જ વાત કરી લો, તાઉ-તે વાવાઝોડું એનું જીવંત ઉદાહરણ બનીને ફૂંકાઈ રહ્યું છે.

તાઉ-તે આ વર્ષનું પ્રથમ વાવાઝોડું છે, જે અરબ સાગરમાંથી ઉત્પન્ન થયું છે. જો તમે છેલ્લા કેટલાક વર્ષોના આંકડાઓેને જોશો તો ખબર પડશે કે અરબ સાગર વાવાઝાડાંનું કેન્દ્રબિંદુ નથી. પરંતુ 2017-18થી ત્યાંના વાતાવરણમાં બદલાવ આવવાના શરૂ થઈ ગયા છે. આ વર્ષોમાં અરબ સાગરમાં 5 અને બંગાળની ખાડીમાં 3 વાવાઝાડાં સામે આવ્યા હતા.

તાઉ-તે વાવાઝોડાંની આગાહી
રવિવારે સાંજે 5.30 વાગ્યા સુધી, તાઉ-તે પંજીમના ઉત્તર-પશ્ચિમ બાજુ 190 કિમી, મુંબઈનાં દક્ષિણ-પશ્ચિમ બાજુ 270 કિમી, વેરાવળના દક્ષિણ-પૂર્વ બાજુ 510 કિમી, દીવના દક્ષિણ-પૂર્વથી 470 કિમી અને કરાંચી દક્ષિણ-પૂર્વથી 700 કિમી વિસ્તારમાં પથરાયેલું રહ્યું છે. આ વાવાઝોડું આગામી 24 કલાકમાં પ્રચંડ સ્વરૂપ ધારણ કરીને તીવ્ર બની શકે તેવી સંભાવનાઓ રહેલી છે.

તાઉ-તે અંગે પ્રાપ્ત થતી નવીનતન માહિતી મુજબ, મંગળવારે વહેલી સવારે તાઉ-તે વાવાઝોડું પ્રચંડ વેગથી ભાવનગર જિલ્લાનાં પોરબંદર અને મહુવા નજીક ત્રાટકશે. આ વાવાઝોડું 150-160 કિમી પ્રતિ કલાકની ઝડપે ફૂંકાઈ શકે છે.

તાઉ-તે વાવાઝોડાંને કારણે ગુજરાત રાજ્યનાં ઓછામાં ઓછા 12 જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદ અને વાવાઝોડું ફૂંકાય તેવી પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે છે. કચ્છ, સૌરાષ્ટ્ર, પોરબંદર, જુનાગઢ, ભાવનગર, અમદાવાદ, સુરત, વલસાડ, અમરેલી, આણંદ, ભરૂચ અને દીવમાં આ વાવાઝોડાંનો પ્રભાવ પડી શકે છે.

શું તાઉ-તે વાવાઝોડું એક ટ્રેન્ડ સેટર છે?
ચોમાસાનાં પૂર્વગાળા (એપ્રિલ-જૂન)માં અરબી સમુદ્રમાં સતત ચાર વર્ષથી વાવાઝોડું ફૂંકાવવાની ઘટના પ્રકાશમાં આવતી રહે છે. 2018 પછી જેટલા પણ વાવાઝાડાં ફૂંકાયા છે તે 'ગંભીર ચક્રવાત' અથવા તો એનાથી પણ વધુ પ્રચંડ અને વિનાશક નોંધવામાં આવ્યા છે. તાઉ-તે વાવાઝોડું જો કિનારા સુધી પહોંચ્યું તો ગુજરાત અને મહારાષ્ટ્રનાં વિવિધ દરિયાકિનારે આવેલા પ્રદેશો પર પ્રભાવ પાડી શકે છે.

ટાઈમ લાઈન

  • 2018: મેકુનુ વાવાઝાડાંએ ઓમાનને પ્રભાવિત કર્યું હતું
  • 2019: ગુજરાતમાં વાયુ વાવાઝોડું ફુંકાયું હતું.
  • 2020: મહારાષ્ટ્રને નિસર્ગ વાવાઝોડાંએ પ્રભાવિત કર્યું હતું.

તાઉ-તે ઝડપથી આગળ વધી રહ્યું છે, દક્ષિણ-પૂર્વી અરબી સમુદ્રમાં દબાણ સર્જાતા 14 મેના રોજ સવારે આ વાવાઝોડું તીવ્ર બનવાની શરૂઆત થઈ હતી, જે 16 મે સુધીમાં અત્યંગ વેગવંતું બન્યું છે. આ પ્રમાણે અત્યંગ પ્રચંડ વાવાઝોડું બનતા મેકુનુને 4 દિવસ, વાયુને 36 કલાક અને નિસર્ગને 5 દિવસ લાગ્યા હતા. આની સાથે 2020 અને 2021માં જે વાવાઝોડાં ફુંકાયા હતા તે પણ VSCS કેટેગરીમાં નોંધાયા છે.

હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું તેના સૌથી ઉગ્ર સ્વરૂપે મુંબઈ પહોંચ્યું છે. આ દરમિયાન અહીં 185 કિમી પ્રતિકલાકની ઝડપથી પવન ફુંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પણ છે
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે, વાવાઝોડું તેના સૌથી ઉગ્ર સ્વરૂપે મુંબઈ પહોંચ્યું છે. આ દરમિયાન અહીં 185 કિમી પ્રતિકલાકની ઝડપથી પવન ફુંકાઈ રહ્યો છે અને ભારે વરસાદ પણ છે

વાવાઝોડું તીવ્ર કેવી રીતે બને છે?
કોઈપણ ઉષ્ણકટિબંધીય વાવાઝોડાંને જીવંત રાખવા માટે ઊર્જાની જરૂર હોય છે. આ ઊર્જા સામાન્ય રીતે સમુદ્રની સપાટી પર રહેલા ગરમ પાણી અને બાષ્પ દ્વારા ઉત્પન્ન થાય છે. અત્યારે 50 મીટર ઊંડાઈ સુધી સમુદ્રનું પાણી ગરમ છે, જે આ ચક્રવાતને ઊર્જા પૂરી પાડવા માટે સક્ષમ છે. આ પ્રકારનું વાતાવરણ જ તાઉ-તે વાવાઝોડાંને ગતિ પૂરી પાડે છે.

પાણીની વરાળનાં ઘનીકરણ દ્વારા વધુ ગરમી પ્રકાશિત થાય છે, જેના કારણે વાતાવરણનાં દબાણમાં પણ ઘટાડો નોંધાય છે. ચક્રવાતનું સર્જન નીચા દબાણની પ્રણાલી અને તેની તીવ્રતાનાં અનેક તબક્કાઓમાંથી પસાર થયા પછી થાય છે.

સામાન્ય રીતે, ઉત્તર હિંદ મહાસાગર ક્ષેત્રમાં ઉષ્ણકટિબંધીય વાવાઝોડું (બંગાળની ખાડી અને અરબી સમુદ્ર) ચોમાસાની પહેલા અને પછીના સમયગાળા દરમિયાન ફુંકાય છે. જે મુખ્યત્વે ઓક્ટોબર અને ડિસેમ્બર મહિનાનાં સમય દરમિયાન પરિણમે છે. ભારતીય દરિયાકિનારાઓને પ્રભાવિત કરતા વાવાઝોડાં મુખ્યત્વે મે-જૂન અને ઓક્ટોબર-નવેમ્બર વચ્ચેનાં સમયગાળા દરમિયાન ફુંકાય છે.

તાઉ-તે વાવાઝોડું આજે ગુજરાત પહોંચશે, કાલે મહુવા કાંઠે લેન્ડફૉલ થશે. વાવાઝોડું અતિપ્રચંડ બનતાં ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ, આજે 175 કિલોમીટરની ઝડપે ટકરાશે
તાઉ-તે વાવાઝોડું આજે ગુજરાત પહોંચશે, કાલે મહુવા કાંઠે લેન્ડફૉલ થશે. વાવાઝોડું અતિપ્રચંડ બનતાં ગુજરાતમાં ઓરેન્જ અલર્ટ, આજે 175 કિલોમીટરની ઝડપે ટકરાશે

શું અરબી સમુદ્ર વાવાઝોડાનો હબ બની રહ્યો છે?
વાર્ષિક અભ્યાસને ધ્યાનમાં લઈએ તો બંગાળની ખાડી અને અરબી સમુદ્રમાં સરેરાશ સ્વરૂપે 5 વાવાઝોડાંનું સર્જન થતું રહેતું હોય છે. જેમાથી બંગાળની ખાડીમાં 4 ચક્રવાત ઉત્પન્ન થાય છે અને તે અરબી સમુદ્ર કરતા વધુ તીવ્ર અને ગરમ હોય છે. અરબી સમુદ્રમાં જે વાવાઝોડું ઉત્પન્ન થાય છે તે સામાન્ય રીતે લક્ષદ્વીપ વિસ્તાર અને મોટાભાગે પશ્ચિમ દિશામાં અથવા ભારતના પશ્ચિમી દરિયાકાંઠેથી પસાર થાય છે.

જોકે તાજેતરનાં વર્ષોમાં હવામાન શાસ્ત્રીએ અભ્યાસ કર્યો તેમાં જાણવા મળ્યું હતું કે ગ્લોબલ વોર્મિંગને કારણે હવે અરબી સમુદ્ર પણ ગરમ થઈ રહ્યો છે.

અન્ય સમાચારો પણ છે...