• Gujarati News
  • Coronavirus
  • Zinc Deficiency In Corona Patients May Double The Risk Of Death, Include 5 Items In The Diet To Supplement Zinc Deficiency

અલર્ટ:કોરોનાના દર્દીઓમાં ઝિંકની ઊણપથી મૃત્યુ થવાનું જોખમ બમણું થઈ શકે છે, ઝિંકની ઊણપ પૂરી કરવા ડાયટમાં 5 વસ્તુઓ સામેલ કરો

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બાર્સેલોનની ટર્શિયરી યુનિવર્સિટી હોસ્પિટલમાં કોરોનાના એવા દર્દીઓ પર રિસર્ચ થયું જેમની સ્થિતિ નબળી હતી
  • રિસર્ચરનો દાવો જે દર્દીમાં ઝિંકનું સ્તર ઓછું તેમનામાં ઇન્ટલ્યુકિન-6 પ્રોટીન વધેલું જોવા મળ્યું, આ સોજો અને ઇમ્યુન સિસ્ટમ અનિયંત્રિત થવા માટે જવાબદાર છે

એવા લોકો જે ઝિંકની ઊણપથી પીડિત છે તેમને જો કોરોનાનો ચેપ લાગે તો મૃત્યુ થવાનું જોખમ બમણું થઈ જાય છે. આ દાવો સ્પેનના વૈજ્ઞાનિકોએ કર્યો છે. તેમનું રિસર્ચ કહે છે કે કોરોનાના જે દર્દીઓમાં ઝિંકની ઊણપ હોય તેમને સોજો આવવાના કિસ્સા વધે છે અને આ મૃત્યુનું જોખમ વધારે છે.

ગંભીર પરિસ્થિતિ ધરાવતા કોરોનાના દર્દીઓ પર રિસર્ચ થયું
યુનિવર્સિટી ઓફ બાર્સેલોનાની ટર્શિયરી યુનિવર્સિટી હોસ્પિટલના રિસર્ચરનું કહેવું છે કે, કોરોનાના દર્દીઓમાં ઝિંકની ઊણપની અસર સમજી શકાય છે. કોરોનાના દર્દીઓ પર 15 માર્ચથી 30 એપ્રિલ 2020 સુધી રિસર્ચ કરવામાં આવ્યું હતું. આ રિસર્ચમાં કોરોનાના એવા દર્દીઓનો સમાવેશ કરવામાં આવ્યો જેમની સ્થિતિ ખૂબ જ નબળી હતી. તેમના આરોગ્ય, લોકેશન સંબંધિત ડેટા, અગાઉના રોગોનો રેકોર્ડ જાણવામાં આવ્યો હતો.

કોરોનાના દર્દીઓમાં ઝિંક આ કારણોસર જરૂરી છે

  • રિસર્ચમાં જણાવ્યાનુસાર, કોરોનાના જે દર્દીઓમાં ઝિંકની માત્રા વધારે અથવા પૂરતી હતી તેમનામાં ઇન્ટરલ્યુકિન-6 પ્રોટીનની માત્રા ઓછી હતી. તેમજ, જે દર્દીમાં ઝિંકની ઊણપ હતી તે વ્યક્તિમાં આ પ્રોટીનનું સ્તર વધુ હતું.
  • આ પ્રોટીન શરીરમાં સોજો અને અનિયંત્રિત રોગપ્રતિકારક શક્તિ માટે જવાબદાર છે. જ્યારે રોગપ્રતિકારક શક્તિ બેકાબૂ થઈ જાય ત્યારે તે શરીરને ઊંધું નુકસાન પહોંચાડવાનું શરૂ કરી દે છે. તેને સાઇટોકાઇન સ્ટોર્મ કહેવામાં આવે છે.
  • જો શરીરમાં પ્લાઝ્મા ઝિંકનું લેવલ 50mcg/dlથી નીચે જતું રહે તો મૃત્યુનું જોખમ 2.3 ગણું વધી જાય છે. શરીરમાં ઝિંકની માત્રા આ કરતાં વધુ હોવી જોઈએ. શરીરને દરરોજ 40 મિલિગ્રામ ઝિંકની જરૂર હોય છે.

ડાયટમાં 5 વસ્તુઓ સામેલ કરીને ઝિંકની ઊણપ પૂરી કરો
1. તડબૂચનાં બીજ અને નટ્સ:
તેમાં ઝિંક અને પોટેશિયમ પૂરતી માત્રામાં હોય છે. તડબૂચના બીજ સૂકવી દો અને તેને ક્રશ કરીને તમારા ડાયટમાં સામેલ કરી શકાય. આ ઉપરાંત, દરરોજ એક મુઠ્ઠી ડ્રાયફ્રૂટ્સ ખાઈ શકાય.

2. માછલી: ઝિંક અને પ્રોટીન સિવાય તેમાં ઘણા પોષક તત્ત્વો પણ હોય છે. તે અઠવાડિયાંમાં બે વાર ખાઈ શકાય. ઝિંક તમારી ઇમ્યુનિટી વધારવામાં પણ મદદ કરે છે.

3. ઇંડા: ઇંડામાં 5% ઝિંક હોય છે. નિષ્ણાતોનું કહેવું છે કે, દરરોજ તેને તમારા આહારમાં સામેલ કરો. તે ઇમ્યુનિટી વધારે છે અને ડેમેજ થયેલી સ્નાયુઓને રિપેર પણ કરે છે.

4. ડેરી પ્રોડક્ટ: જો તમને નોનવેજ ખાવાનું પસંદ ન હોય તો તમે આહારમાં ડેરી પ્રોડક્ટની માત્રામાં વધારો કરી શકો છો. દૂધ, પનીર, દહીં દ્વારા પણ ઝિંકની ઊણપને દૂર કરી શકાય છે.

5. ડાર્ક ચોકલેટ: આ ઝિંકની ઊણપને પૂર્ણ કરવાની સાથે પિરિઅડમાં થતા દુખાવામાં પણ રાહત આપે છે. ડાર્ક ચોકલેટ મેટાબોલિઝમ સુધારે છે અને મૂડને ખુશ રાખે છે.

અન્ય સમાચારો પણ છે...