તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
 • Gujarati News
 • Coronavirus
 • X rays Can Also Detect Corona, And When A Sample Taken From The Nose And Throat Is Negative, The Virus May Be In The Lungs.

કોરોના હેલ્પલાઇન:એક્સ-રેથી પણ કોરોનાની જાણકારી મેળવી શકાય છે, જ્યારે નાક અને ગળામાંથી લેવામાં આવેલા સેમ્પલ નેગેટિવ આવે છે ત્યારે વાઈરસ ફેફસાંમાં હોઈ શકે છે

10 મહિનો પહેલા
 • ઘણી વખત સામાન્ય શરદી-તાવ આવતો હોય તો પણ દર્દીનો ટેસ્ટ નેગેટિવ આવે છે, તેથી RT-PCR ટેસ્ટ કરવામાં આવે છે
 • જો વાઈરસ ગળાથી ફેફસાં સુધી પહોંચી ગયો છે અને ન્યુમોનિયા થઈ ગયો છે તો એક્સ-રેથી જાણી શકાય છે

કેન્દ્ર સરકારે કોરોનાનાં લક્ષણવાળા દર્દીઓને RT-PCR ટેસ્ટ કરાવવાનું ફરજિયાત કરી દીધું છે. જો કે, ઘણા લોકો રેપિડ એન્ટિજન ટેસ્ટને લઈને પણ સવાલ કરી રહ્યા છે. ઘણી વખત કોરોના ટેસ્ટમાં એક વખત પોઝિટિવ આવે છે અને એક વખત નેગેટિવ આવે છે, તેને કેવી રીતે સમજવું? ચેસ્ટ એક્સ-રેથી કોરોનાની તપાસ ક્યારે કરાવવી? નવી દિલ્હીના જીબી પંત હોસ્પિટલના ડો. સંજય પાંડેએ આવા તમામ સવાલના જવાબ આપ્યા છે.

ચેસ્ટ એક્સ-રે ક્યારે કરાવવો
ઘણી જગ્યાએ કોરોના માટે ચેસ્ટ એક્સ-રે પણ કરવામાં આવી રહ્યો છે, આવી સ્થિતિમાં એક્સ-રે કેટલો અસરકારક છે. આ અંગે તેમણા જણાવ્યા પ્રમાણે, RT-PCR તપાસમાં નાક અને ગળામાંથી સ્વેબ લઈને તપાસ કરવામાં આવે છે. પરંતુ જો વાઈરસ ગળાથી અંદર ફેફસાંમાં પહોંચી ગયો છો અને ન્યુમોનિયા થઈ ગયો છો તો એક્સ-રેથી જાણી શકાય છે કે ફેફસાંમાં વાઈરસની અસર ઓછી છે કે વધારે. હકીકતમાં વાઈરસ ફેફસાંમાં પહોંચે ત્યારે તે ઝડપથી ફેલાવવા લાગે છે અને તેની અસર છોડે છે.

પોઝિટિવ અને નેગેટિવ આવવાનું શું કારણ છે
ડો. સંજયના જણાવ્યા પ્રમાણે, જો લક્ષણ હોવા છતાં રેપિડ એન્ટિજન ટેસ્ટમાં નેગેટિવ આવે તો ડોક્ટર RT-PCR કરે છે. ત્યારે ઘણી વખત પોઝિટિવ આવે છે. હકીકતમાં, ઘણી વખત લોકોને સામાન્ય શરદી-તાવ આવતો હોય તો પણ તેમનો ટેસ્ટ નેગેટિવ આવે છે. તેથી ચિંતા કરવાની જરૂર નથી. રેપિડ એન્ટિજન ટેસ્ટને ગોલ્ડ સ્ટાન્ડર્ડ નથી માનવામાં નથી આવતો, તેથી RT-PCR ટેસ્ટ કરાવવો. લોકોને એ પણ સલાહ છે કે કોરોનાનો ટેસ્ટ સરકારી હોસ્પિટલમાં જઈને કરાવવો.

શિયાળામાં કોરોના કેટલો હેરાન કરશે
ઓક્ટોબરમાં ઠંડીની શરૂઆત થઈ જાય છે, સિઝન બદલાવવાની સાથે જ લોકોમાં વાઈરસના પ્રકોપને લઈને ચિંતા થવા લાગે છે. કોરોના પર શિયાળાની સિઝનની અસર અંગે ડો.સંજયના જણાવ્યા પ્રમાણે, કોરોનાની મોસમ પર શું અસર થશે, તે અત્યારે કહેવું મુશ્કેલ છે. પહેલાં એવું લાગતું હતું કે, ગરમીમાં સંક્રમણ ઓછું થઈ જશે, પરંતુ આવું ન થયું. તેથી શિયાળો આવે તો પણ પેનિક ન થાવ, કેમ કે, હજી શિયાળાને 2-3 મહિનાનો સમય છે, એવી અપેક્ષા છે કે ત્યાં સુધીમાં વેક્સીન આવી જશે. વાઈરસની શું સ્થિતિ હશે, હમણાં કંઇ કહી શકાતું નથી.​​​​​​​

માસ્ક પહેરવાથી 70 ટકા સુરક્ષિત થઈ શકીએ છીએ

 • ડો. સંજયના જણાવ્યા પ્રમાણે, માસ્ક પહેરવાથી તમે 70 ટકા સુરક્ષિત રહી શકો છો. જો ક્યાંક ભીડમાં છો તો ત્યાંથી જલ્દીથી રવાના જઈ જાઓ.
 • ધ્યાન રાખો, ભીડ જો બંધ જગ્યામાં છે, તો ત્યાં જોખમ છે, જ્યારે ખુલ્લામાં,આશંકા ઓછી છે. તે ઉપરાંત હાથ ધોતા રહેવું
 • પાણી નથી તો સમયાંતરે સેનિટાઈઝરનો ઉપયોગ કરવો. કોઈની પણ સાથે વાત કરતાં સમયે અંતર રાખવું અને માસ્ક જરૂરથી પહેરવો.
 • જો કોઈનામાં લક્ષણો નથી દેખાતા અથવા કોઈ સંક્રમિતના સંપર્કમાં આવ્યા છો તો જરૂરી નથી કે તેઓ ઘાતક છે.
 • સૌથી જરૂરી છે કે હોસ્પિટલ જાવ તો ટેસ્ટ કરાવવો. જો સંક્રમણ છે તો હોમ આઈસોલેશનની પણ વ્યવસ્થા છે.
 • જો ટેસ્ટ નહીં કરાવો તો તે તમારી ભૂલ છે, તેનાથી તમે તમારી જાતની સાથે પરિવારને પણ જોખમમાં મૂકો છો.
અન્ય સમાચારો પણ છે...