કોરોનાનો બીજો તબક્કો:WHOની નવી ચેતવણી- ચીનમાં કેસને લઈને, સોમન માછલીનું કનેક્શન,ચીનના પ્રશાસનનો દાવો- માછલીથી સંક્રમણ ફેલાયું હોય તે જરૂરી નથી

એક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બેઇજિંગના શિંફદી માર્કેટમાં સોમન માછલી લાવવામાં આવી હતી, કેસ સામે આવ્યા બાદ માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું છે
  • સ્થાનિક અધિકારીઓ અને મીડિયા રિપોર્ટ્સના અનુસાર, સંક્રમણ માછલીના પેકિંગમાં વપરાતા ચોપિંગ બોર્ડથી ફેલાયું છે

ચીનમાં કોરોના મહામારીના બીજા તબક્કાને વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (WHO)એ 'મોટી ઘટના' ગણાવી છે. WHOના જણાવ્યા પ્રમાણે, બેઇજિંગમાં સંક્રમણના નવા કેસ સામે આવી રહ્યા છે તેની શરૂઆત ક્યાંથી થઈ, તે હજી સુધી જાણી શકાયું નથી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, સંક્રમણના નવા કેસનું કનેક્શન સોમન માછલી સાથે છે. માછલીઓની આયાત દરમિયાન અથવા તેના પેકેજિંગ દરમિયાન સંક્રમણ ફેલાય હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

બેઇજિંગમાં 4 દિવસમાં 79 કેસ નોંધાયા
ચીનના પ્રશાસનના જણાવ્યા પ્રમાણે, બેઇજિંગમાં ચાર દિવસની અંદર 79 સંક્રમણના કેસ સામે આવ્યા છે. ચીનના વાઈસ પ્રીમિયર સૂં ચુંલનને સત્તાવાર રીતે તેને અટકાવવા અને બચાવ કરવાનો આદેશ આપ્યો છે. સ્થાનિક મીડિયા રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે, બેઇજિંગના શિંફદી માર્કેટમાં સોમન માછલી લાવવામાં આવી હતી, જેના પેકેજિંગ અને ચોપિંગ બોર્ડમાં કોરોનાવાઈરસ મળી આવ્યો છે. અત્યારે માર્કેટ બંધ કરવામાં આવ્યું છે. 

બેઇજિંગમાં સાઉથ વેસ્ટર્ન ફેંગટાઈ જિલ્લાના અધિકારી ચૂ જુનવેના જણાવ્યા પ્રમાણે, સંક્રમણવાળા વિસ્તારમાં ઈમર્જન્સી લાગુ કરવામાં આવી છે અને લોકોને સજાગ રહેવાનું કહેવામાં આવ્યું છે. 

નવા કેસોની તપાસ થવી જરૂરી છે 
WHOના ઈમર્જન્સી પ્રોગ્રામના પ્રમુખ માઈક રેયાનનાં જણાવ્યા પ્રમાણે, ચીનમાં 50 દિવસ સુધી સંક્રમણના મોટા કેસ સામે નથી આવ્યા અને હવે અચાનક આટલી મોટી સંખ્યામાં કોરોનાનાં દર્દીઓ ક્યાંથી આવ્યા, તેને કંટ્રોલ કરવાથી સાથે સમગ્ર મામલાની તપાસ કરવી પણ જરૂરી છે. આ મોટી ઘટના છે. આ સમયે તાત્કાલિક બચાવ અને તેને રોકવાના પ્રયાસો શરૂ કરવા પડશે.

ચોપિંગ બોર્ડમાં કોરોનાનું સોમન ફિશ સાથે કનેક્શન હોય તે જરૂરી નથી
ચીનના સેન્ટર ફોક ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શનના પ્રમુખ મહામારી નિષ્ણાત વુ જુનયુના જણાવ્યા પ્રમાણે, આ સમયે શિંફદી માર્કેટમાંથી સંક્રમણનો સોર્સ શોધવો મુશ્કેલ છે. માછલી  વેચતા દુકાનદારના ત્યાં ચોપિંગ બોર્ડમાં કોરોના મળવો તે એ વાતની પુષ્ટિ નથી કરતી કે સોમન ફિશ જ ચેપનું કારણ છે. ચોપિંગ બોર્ડમાં સંક્રમણ દુકાનદાર અથવા અહીં આવતા ગ્રાહકો અથવા બીજા ઉત્પાદન દ્વારા પણ પહોંચી શકે છે. 

ચીનમાં માછલી નિકાસ પર પ્રતિબંધ
ચીનને સોમન માછલી સપ્લાય કરનારી નોર્વેની કંપનીએ માછલીના સપ્લાય પર પ્રતિબંધ મૂક્યો છે. હાલમાં કંપની ચીનમાં માછલીની નિકાસ નહીં કરે. કંપનીના ચીફ એક્ઝિક્યુટિવ,રેગિન જેકોબસનના જણાવ્યા પ્રમાણે, અમે ચીનને સોમન ફિશ મોકલી શકતા નથી. માર્કેટ બંધ કરી દેવામાં આવ્યું છે. આ ઘટના બાદ નોર્વેમાં પણ આ માછલીના વેચાણ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.  

અન્ય સમાચારો પણ છે...